________________
Jain Education International
વર્ષ ૧૭ મા પહેલાં
૪
ધમ વિષે ( કવિત )
સાહ્યખી સુખદ હાય, માનતા મદ હાય, ખમા ખમા ખુદ હોય, તે તે કશા કામનું ? જુવાનીનું જોર હાય, એશના અંકાર હાય, દાલતના દોર હાય, એ તે સુખ નામનું; વનિતા વિલાસ હાય, પ્રૌઢતા પ્રકાશ હાય, દક્ષ જેવા દાસ હાય, હાય સુખ ધામનું; વદે રાયચંદ એમ, સદ્ધર્મને ધાર્યા વિના, જાણી લેજે સુખ એ તા, એએ જ બદામનું ! ૧ મેહમાન મેાડવાને, ફેલપણું ફોડવાને, જાળવૃંદ તેાડવાને, હેતે નિજ હાથથી; કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને, સકલ સિદ્ધાંતથી; મહા મેક્ષ માણવાને, જગદીશ જાણવાને, અજન્મતા આણુવાને, વળી ભલી ભાતથી; અલૌકિક અનુપમ, સુખ અનુભવવાને, ધર્મ ધારણાને ધારા, ખરેખરી ખાંતથી. ૨ દિનકર વિના જેવા, દિનને! દેખાવ દીસે, શશી વિના જેવી રીતે, શર્વરી સહાય છે; પ્રજાપતિ વિના જેવી, પ્રજા પુરતણી પેખા, સુરસ વિનાની જેવી, કવિતા કહાય છે; સલિલ વિહીન જેવી, સરિતાની શૈાભા અને, ભત્ત્તર વિહીન જેવી, ભામિની ભળાય છે; વદે રાયચંદ વીર, સદ્ધર્મને ધાર્યા વિના, માનવી મહાન તેમ, કુકર્મી કળાય છે.
ચતુરા ચાંપેથી ચાહી ચિંતામણિ ચિત્ત ગણે, પંડિતા પ્રમાણે છે પારસમણિ પ્રેમથી; કવિ કલ્યાણકારી કલ્પતરુ કથે જેને, સુધાના સાગર કથે, સાધુ શુભ ક્ષેમથી; આત્મના ઉદ્ધારને ઉમંગથી અનુસરી જો, નિર્મળ થવાને કાજે, નમે નીતિ નેમથી; વન્દે રાયચંદ્ર વીર, એવું ધર્મરૂપ જાણી, ધર્મવૃત્તિ ધ્યાન ધરો, વિલખા ન વે’મથી.”
66
For Private & Personal Use Only
3
૪
U
www.jainelibrary.org