________________
શ્રીમદ્ રાજચંદ્ર ૧૦૭ આ સઘળાંને સહેલે ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા.
૧૦૮ લાંબી ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી, પવિત્રતાનાં પુખેથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મંગળદાયક થશે. વિશેષ શું કહું?
કાળ કેઈને નહીં મૂકે
(હરિગીત) તીતણ માળા ગળામાં મૂલ્યવંતી મલક્તી, હીરાતણું શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી; આભૂષણોથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુંડળ નાખતા, કાંચન કડાં કરમાં ધરી કશીયે કચાશ ન રાખતા; પળમાં પડ્યા પૃથ્વીપતિ એ ભાન ભૂતળ ખાઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૨ દશ આંગળીમાં માંગલિક મુદ્રા જડિત મણિયથી, જે પરમ પ્રેમે પિરતા પોંચી કળા બારીથી એ વેઢ વીંટી સર્વ છોડી ચાલિયા મૃખ ધોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૩ મૂછ વાંકડી કર ફાંકડા થઈ લીંબુ ધરતા તે પરે, કાપેલ રાખી કાતરા હરકોઈનાં હૈયાં હરે; એ સાંકડીમાં આવિયા છટકથા તજી સહુ સેઈને, જન જાણોએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૪ છે ખંડના અધિરાજ જે ચંડે કરીને નીપજ્યા, બ્રહ્માંડમાં બળવાન થઈને ભૂપ ભારે ઊપજ્યા; એ ચતુર ચકી ચાલિયા હોતા નહાતા હોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કેઈને. ૫ જે રાજનીતિનિપુણતામાં ન્યાયવંતા નીવડ્યા, અવળાં કર્યો જેના બધા સવળા સદા પાસા પડ્યા; એ ભાગ્યશાળી ભાગિયા તે ખટપટો સૌ ઈિને, જન જાણએ મન માનેએ નવ કાળ મૂકે કેઈને. તરવાર બહાદુર ટેકધારી પૂર્ણતામાં પિખિયા, હાથી હણે હાથે કરી એ કેશરી સમ દેખિયા એવા ભલા ભડવીર તે અંતે રહેલા રોઈને, જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે કોઈને. ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org