________________
વ્યાખ્યાનમાર-૧
૭૫૯
ભયપ્રકૃતિમાં સમાય છે.
૨૦૪ અનંત પ્રકારનાં કર્મો મુખ્ય આઠ પ્રકારે અને ઉત્તર એક અઠ્ઠાવન પ્રકારે “પ્રકૃતિના નામથી ઓળખાય છે. તે એવી રીતે કે અમુક અમુક પ્રકૃતિ, અમુક અમુક “ગુણસ્થાનક’ સુધી હોય છે. આવું માપ તળીને જ્ઞાનીદેવે બીજાઓને સમજાવવા સારુ સ્થૂલ સ્વરૂપે તેનું વિવેચન કર્યું છે, તેમાં બીજાં કેટલીએક જાતનાં કર્મ અર્થાત્ કર્મપ્રકૃતિ સમાય છે. અર્થાત્ જે પ્રકૃતિનાં નામ કર્મગ્રંથમાં નથી આવતાં, તે તે પ્રકૃતિ ઉપર બતાવેલી પ્રકૃતિના વિશેષ પર્યાય છે અથવા તે ઉપર બતાવેલી પ્રકૃતિમાં સમાય છે.
૨૦૫ “વિભાવ એટલે ‘વિરુદ્ધભાવ નહીં, પરંતુ વિશેષભાવી આત્મા આત્મારૂપે પરિણમે તે “ભાવ” છે, અથવા “સ્વભાવ છે. જ્યારે આત્મા તથા જડને સંગ થવાથી આત્મા સ્વભાવ કરતાં આગળ જઈ “વિશેષભાવે પરિણમે તે “વિભાવ' છે. આ જ રીતે જડને માટે પણ સમજવું.
૨૦૬ “કાળના “અણુ લેકપ્રમાણુ અસંખ્યાત છે. તે “આણુમાં “રુક્ષ અથવા “સ્નિગ્ધ” ગુણ નથી; તેથી તે દરેક અણુ એકબીજામાં મળતા નથી, અને દરેક પૃથક્ પૃથફ રહે છે. પરમાણુપુગલમાં તે ગુણ હોવાથી મૂળ સત્તા કાયમ રહ્યા છતાં તેને (પરમાણુપુદ્ગલને) “અંધ” થાય છે.
૨૦૭ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લેક) આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય તેના પણ અસંખ્યાતા પ્રદેશ છે. અને તેના પ્રદેશમાં રુક્ષ અથવા સ્નિગ્ધ ગુણ નથી, છતાં તે કાળની માફક દરેક અણુ જુદા જુદા રહેવાને બદલે એક સમૂહ થઈ રહે છે. તેનું કારણ એ છે કે કાળ છે તે પ્રદેશાત્મક નથી, પણ અણુ હોઈને પૃથફ પૃથક છે, અને ધર્માસ્તિકાયાદિ ચાર દ્રવ્ય પ્રદેશાત્મક છે.
૨૦૮ વસ્તુને સમજાવવા માટે અમુક નયથી ભેદરૂપે વર્ણન કરવામાં આવ્યું છે. વાસ્તવિક રીતે વસ્તુ, તેના ગુણ અને પર્યાય એમ ત્રણ જુદા જુદા નથી, એક જ છે. ગુણ અને પર્યાને લઈને વસ્તુનું સ્વરૂપ સમજાય છે. જેમ સાકર એ વસ્તુ, મીઠાશ એ ગુણ, ખડબચડો આકાર એ પર્યાય છે. એ ત્રણને લઈને સાકર છે. મીઠાશવાળા ગુણ વિના સાકર ઓળખી શકાતી નથી. તે જ એક ખડબચડા આકારવાળે કટકે હોય પણ તેમાં ખારાશને ગુણ હોય તે તે સાકર નહીં, પરંતુ મીઠું અર્થાત્ લુણ છે. આ ઠેકાણે પદાર્થની પ્રતીતિ અથવા જ્ઞાન, ગુણને લઈને થાય છે એ પ્રમાણે ગુણી અને ગુણ જુદા નથી. છતાં અમુક કારણને લઈને પદાર્થનું સ્વરૂપ સમજાવવા માટે જુદા કહેવામાં આવે છે.
૨૦૯ ગુણ અને પર્યાયને લઈને પદાર્થ છે. જે તે બે ન હોય તે પછી પદાર્થ છે તે ન હોવા બરાબર છે. કારણ કે તે શા કામને છે?
૨૧૦ એકબીજાથી વિરુદ્ધ પદવાળી એવી ત્રિપદી પદાર્થમાત્રને વિષે રહી છે. ધ્રુવ અર્થાત્ સત્તા, હેવાપણું પદાર્થનું હંમેશાં છે. તે છતાં તે પદાર્થમાં ઉત્પાદ અને વ્યય એવાં બે પદ વર્તે છે. તે પૂર્વપર્યાયને વ્યય અને ઉત્તર પર્યાયને ઉત્પાદ થયા કરે છે.
૨૧૧ આ પર્યાયના પરિવર્તનથી કાળ જણાય છે. અથવા તે પર્યાયને પરિવર્તન થવામાં કાળ સહાયકારી છે.
૨૧૨ દરેક પદાર્થમાં સમય સમય ખટચક્ર ઊઠે છે, તે એ કે સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ, સંખ્યાતગુણહાનિ, અસંખ્યાતગુણહાનિ અને અનંતગુણહાનિ, જેનું સ્વરૂપ શ્રી વીતરાગદેવ અવાગોચર કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org