SearchBrowseAboutContactDonate
Page Preview
Page 849
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર ૨૧૩ આકાશના પ્રદેશની શ્રેણિ સમ છે. વિષમમાત્ર એક પ્રદેશની વિદિશાની શ્રેણિ છે. સમશ્રેણિ છ છે, અને તે બે પ્રદેશી છે. પદાર્થમાત્રનું ગમન સમશ્રેણિએ થાય છે, વિષમશ્રેણિએ થતું નથી. કારણ કે આકાશના પ્રદેશની સમશ્રેણિ છે. તેમ જ પદાર્થમાત્રમાં અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મે કરીને પઢાર્થ વિષમશ્રેણિએ ગમન નથી કરી શકતા. ૭૬૦ ૨૧૪ ચક્ષુદ્રિય સિવાય ખીજી દ્રિયાથી જે જાણી શકાય તેના જાણવામાં સમાવેશ થાય છે. ૨૧૫ ચક્ષુદ્રિયથી જે દેખાય છે તે પણ જાણવું છે. જ્યાં સુધી સંપૂર્ણ જાણુવા દેખવામાં ના આવે ત્યાં સુધી જાણવાપણું અધૂરું ગણાય; કેવળજ્ઞાન ન ગણાય. ૨૧૬ ત્રિકાળ અવમેધ ત્યાં સંપૂર્ણ જાણુવાનું થાય છે. ૨૧૭ ભાસન શબ્દમાં જાણવા અને દેખવા બન્નેને સમાવેશ થાય છે. ૨૧૮ કેવળજ્ઞાન છે તે આત્મપ્રત્યક્ષ છે અથવા અતીદ્રિય છે. દેખવાના વ્યાઘાત છે. તે વ્યાઘાત અતંદ્રિયને નડવા સંભવ નથી. ચાર ઘનઘાતી કર્મો નાશ પામે ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. તે ચાર ધનઘાતીમાં એક દર્શનાવરણીય છે. તેની ઉત્તર પ્રકૃતિમાં એક ચક્ષુદર્શનાવરણીય છે. તે ક્ષય થયા ખાદ્ય કેવળજ્ઞાન ઊપજે. અથવા જન્માંધપણાનું કે અંધપણાનું આવરણુ ક્ષય થયેથી કેવળજ્ઞાન ઊપજે. અંધપણું છે તે ઇંદ્રિય વડે અચક્ષુદર્શન આંખ સિવાયની ખીજી ઇંદ્રિયા અને મનથી થાય છે. તેનું પણ જ્યાં સુધી આવરણ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન ઊપજતું નથી. તેથી જેમ ચક્ષુને માટે છે તેમ બીજી ઇન્દ્રિયાને માટે પણ જણાય છે. ૨૧૯ જ્ઞાન એ પ્રકારે બતાવવામાં આવ્યું છે. આત્મા ઇંદ્રિયાની સહાય વિના સ્વતંત્રપણે જાણે દેખે તે આત્મપ્રત્યક્ષ. આત્મા ઇંદ્રિયાની સહાય વડે કરી એટલે આંખ, કાન, જિહ્માદિક વડે જાણે દેખે તે ઇન્દ્રિયપ્રત્યક્ષ છે. વ્યાધાત અને આવરણના કારણને લઈને ઇંદ્રિયપ્રત્યક્ષ ન હેાય તેથી આત્મપ્રત્યક્ષને ખાધ નથી. જ્યારે આત્માને પ્રત્યક્ષ થાય છે ત્યારે ઇંદ્રિયપ્રત્યક્ષ સ્વયમેવ થાય છે, અર્થાત્ ઇંદ્રિયપ્રત્યક્ષનું જે આવરણ તે દૂર થયે જ આત્મપ્રત્યક્ષ છે. ૨૨૦ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ ભાસ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ જો એક વખત પણ ભાસે તા તે દૃષ્ટિની માક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતા નથી. જો આગળ વધે તાપણ પગ પાછા પડે છે, અર્થાત્ પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યક્ત્વ આવ્યા પછી તે પડે તે પા ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું છે તે છે. ને કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હોય તેાપણ તે ખેલવામાત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ૨૨૧ જેણે વડનું વૃક્ષ જોયું ના હોય તેવાને જો એમ કહેવામાં આવે કે આ રાઈના દાણા જેવડા વડના બીજમાંથી આશરે એક માઈલના વિસ્તારમાં સમાય એવું મેટું ઝાડ થઈ શકે છે તે તે વાત તેના માનવામાં ન આવતાં કહેનારને ઊલટા રૂપમાં લઈ જાય છે. પણ જેણે વડનું વૃક્ષ જોયું છે અને આ વાતનો અનુભવ છે તેને વડના બીજમાં ડાળ, મૂળ, પાન, શાખા, ફળ, ફૂલાવાળું મોટું વૃક્ષ સમાયું છે એ વાત માનવામાં આવે છે, પ્રતીત થાય છે. પુદ્ગલ જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy