SearchBrowseAboutContactDonate
Page Preview
Page 845
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૬ શ્રીમદ્ રાજચંદ્ર થવી તે કાર્મણ શરીરને લઈને થાય છે. કાર્પણ શરીર એ જીવનું અવલંબન છે. ૧૭૭ ઉપર જણાવેલ ચાર અનુગનું તથા તેના સૂક્ષ્મ ભાવનું જે સ્વરૂપ, તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણામે નિર્જરાને હેતુ થાય છે, વા નિર્જરા થાય છે. ચિત્તની સ્થિરતા કરવા માટે સઘળું કહેવામાં આવ્યું છે, કારણ કે એ સૂક્ષ્મમાં સૂક્ષમ સ્વરૂપ છે જે કાંઈ જાણ્યું હોય તે તેને વાતે વારંવાર વિચાર કરવાનું બને છે અને તેવા વિચારથી જીવની બાહ્યવૃત્તિ નહીં થતાં અંદરની અંદર વિચારતાં સુધી સમાયેલી રહે છે. ૧૭૮ અંતરવિચારનું સાધન ન હોય તે જીવની બાહ્યવસ્તુ ઉપર વૃત્તિ જઈ અનેક જાતના ઘાટ ઘડાય છે. જીવને અવલંબન જોઈએ છે. તેને નવરે બેસી રહેવાનું ઠીક પડતું નથી. એવી જ ટેવ પડી ગઈ છે, તેથી જે ઉપલા પદાર્થનું જાણપણું થયું હોય તે તેના વિચારને લીધે સચિવૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે, અને તેમ થવાથી નિર્જરા થાય છે. ૧૭૯ પુદ્ગલ, પરમાણુ અને તેના પર્યાયાદિનું સૂકમપણું છે, તે જેટલું વાણીગોચર થઈ શકે તેટલું કહેવામાં આવ્યું છે. તે એટલા સારુ કે એ પદાર્થો મૂર્તિમાન છે, અમૂર્તિમાન નથી. મૂર્તિમાન છતાં આ પ્રમાણે સૂકમ છે, તેના વારંવાર વિચારથી સ્વરૂપ સમજાય છે, અને તે પ્રમાણે સમજાયાથી તેથી સૂવમ અરૂપી એ જે આત્મા તે સંબંધી જાણવાનું કામ સહેલું થાય છે. ૧૮૦ માન અને મતાગ્રહ એ માર્ગ પામવામાં આડા સ્તંભરૂપ છે. તે મૂકી શકાતાં નથી, અને તેથી સમજાતું નથી. સમજવામાં વિનયભક્તિની પહેલી જરૂર પડે છે. તે ભક્તિ માન, મતાગ્રહના કારણથી આદરી શકાતી નથી. - ૧૮૧ (૧) વાંચવું. (૨) પૂછવું. (૩) વારંવાર ફેરવવું. (૪) ચિત્તને નિશ્ચયમાં આણવું. (૫) ધર્મકથા. વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. ૧૮૨ “ઉત્તરાધ્યયન’માં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છે –(૧) મનુષ્યપણું. (૨) પુરુષના વચનનું શ્રવણ. (૩) તેની પ્રતીતિ. (૪) ધર્મમાં પ્રવર્તવું. આ ચાર વસ્તુ દુર્લભ છે. ૧૮૩ મિથ્યાત્વના બે ભેદ છે. (૧) વ્યક્ત. (૨) અવ્યક્ત. તેના ત્રણ ભેદ પણ કર્યા છે – (૧) ઉત્કૃષ્ટ. (૨) મધ્યમ. (૩) જઘન્ય. મિથ્યાત્વ હોય ત્યાં સુધી પહેલા ગુણસ્થાનકમાંથી બહાર નીકળતું નથી. ઉત્કૃષ્ટ મિથ્યાત્વ હોય ત્યાં સુધી તે મિથ્યાત્વ ગુણસ્થાનક ન ગણાય. ગુણસ્થાનક એ જીવઆશ્રયી છે. ૧૮૪ મિથ્યાત્વ વડે કરી મિથ્યાત્વ મેળું પડે છે, અને તે કારણથી તે જરા આગળ ચાલે કે તરત તે મિથ્યાત્વગુણસ્થાનકમાં આવે છે. ૧૮૫ ગુણસ્થાનક એ આત્માના ગુણને લઈને છે. ૧૮૬ મિથ્યાત્વમાંથી સાવ ખસ્ય ન હોય પણ થોડો ખચ્ચે હોય તે પણ તેથી મિથ્યાત્વ મેવું પડે છે. આ મિથ્યાત્વ પણ મિથ્યાત્વે કરીને મેળું પડે છે. મિથ્યાત્વગુણસ્થાનકે પણ મિથ્યાત્વને અંશ કષાય હોય તે અંશથી પણ મિથ્યાત્વમાંથી મિથ્યાત્વગુણસ્થાનક કહેવામાં આવે છે. ૧૮૭ પ્રજનભૂત જ્ઞાનના મૂળમાં, પૂર્ણ પ્રતીતિમાં, તેવા જ આકારમાં મળતા આવતા અન્ય માર્ગની સરખામણીના અંશે સરખાપણારૂપ પ્રતીત થવું તે મિશ્રગુણસ્થાનક છે, પરંતુ ફલાણું દર્શન સત્ય છે, અને ફલાણું દર્શન પણ સત્ય છે, એવી બને ઉપર સરખી પ્રતીતિ તે મિશ્ર નહીં પણ મિથ્યાત્વગુણસ્થાનક છે. અમુકથી અમુક દર્શન અમુક અંશે મળતું આવે છે, એમ કહેવામાં સમ્યકત્વને બાધ નથી; કારણ કે ત્યાં તે અમુક દર્શનની બીના દર્શનની સરખામણીમાં પહેલું દર્શન સવાંગે પ્રતીતિરૂપ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy