________________
વ્યાખ્યાનસાર–૧
૭૫૫
૧૬૯ કર્મપ્રકૃતિ, તેના જે સૂક્રમમાં સૂક્ષ્મ ભાવ, તેનાં અંધ, ઉદ્દય, ઉદીરણા, સંક્રમણુ, સત્તા, અને ક્ષયભાવ જે બતાવવામાં આવ્યાં છે (વર્ણવવામાં આવ્યાં છે), તે પરમ સામર્થ્ય વિના વર્ણવી શકાય નહીં. આ વર્ણવનાર જીવટિના પુરુષ નહીં, પરંતુ ઇશ્વરકોટિના પુરુષ જોઇએ, એવી સુપ્રતીતિ થાય છે.
૧૭૦ કઈ કઈ પ્રકૃતિના કેવા રસથી ક્ષય થયેલા હાવા જોઈએ ? કઈ પ્રકૃતિ સત્તામાં છે? કઈ ઉદયમાં છે ? કઈ સંક્રમણ કરી છે ? આ આદિની રચના કહેનારે, ઉપર મુજબ પ્રકૃતિનું સ્વરૂપ માપીને કહ્યું છે, તે તેમના પરમજ્ઞાનની વાત બાજુએ મૂકીએ તેપણ તે કહેનાર ઈશ્વરકોટિના પુરુષ હાવા જોઇએ એ ચેાક્કસ થાય છે.
૧૭૧ જાતિસ્મરણુજ્ઞાન એ મતિજ્ઞાનના ધારણા’ નામના ભેદમાં સમાય છે. તે પાછલા ભવ જાણી શકે છે. તે જ્યાં સુધી પાછલા ભવમાં અસંગ઼ીપણું ન આવ્યું હોય ત્યાં સુધી આગળ ચાલી શકે છે. ૧૭૨ (૧) તીર્થંકરે આજ્ઞા ન આપી હોય અને જીવ પાતાના સિવાય પરવસ્તુનું જે કાંઈ ગ્રહણ કરે તે પારકું લીધેલું, ને તે અદત્ત ગણાય. તે અદ્યત્તમાંથી તીર્થંકરે પરવસ્તુ જેટલી ગ્રહણ કરવાની છૂટ આપી છે, તેટલાને અદત્ત ગણવામાં નથી આવતું. (૨) ગુરુની આજ્ઞા પ્રમાણે કરેલા વર્તનના સંબંધે અદત્ત ગણવામાં આવતું નથી.
૧૭૩ ઉપદેશના ચાર મુખ્ય પ્રકાર છે :– (૧) દ્રવ્યાનુયાગ. (૨) ચરણાનુયાગ. (૩) ગણિતાનુયાગ. (૪) ધર્મકથાનુયાગ.
(૧) લેાકને વિષે રહેલાં દ્રવ્યો, તેનાં સ્વરૂપ, તેના ગુણુ, ધર્મ, હેતુ, અહેતુ, પર્યાયાદિ અનંત અનંત પ્રકારે છે, તેનું જેમાં વર્ણન છે તે ‘દ્રવ્યાનુયેાગ’
(૨) આ દ્રવ્યાનુયાગનું સ્વરૂપ સમજાયા પછી કેમ ચાલવું તે સંબંધીનું વર્ણન તે ‘ચરણાનુયાગ’
(૩) દ્રવ્યાનુયાગ તથા ચરણાનુયાગથી તેની ગણતરીનું પ્રમાણ, તથા લોકને વિષે રહેલા પદાર્થ, ભાવે, ક્ષેત્ર, કાળાદ્મિની ગણતરીના પ્રમાણની જે વાત તે ગણિતાનુયાગ’
(૪) સત્પુરુષાનાં ધર્મચરિત્રની કથાઓ કે જેના ધડા લઈ જીવને પડતાં અવલંબનકારી થઇ પરિણમે તે ધર્મકથાનુયોગ
૧૭૪ પરમાણુમાં રહેલા ગુણુ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. દૃષ્ટાંત તરીકે :પાણીમાં રહેલા શીતગુણુ એ કરતા નથી, પણ પાણીમાં જે તરંગે ઊઠે છે તે ક્રૂ છે, અર્થાત્ તે એક પછી એક ઊઠી તેમાં સમાઈ જાય છે. આ પ્રમાણે પર્યાય, અવસ્થા અવસ્થાંતર થયા કરે છે, તેથી કરી પાણીને વિષે રહેલ જે શીતલતા અથવા પાણીપણું તે ફરી જતાં નથી, પણ કાયમ રહે છે; અને પર્યાયરૂપ તરંગ તે કર્યાં કરે છે. તેમજ તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે.
૧૭પ તેજસ અને કામેણુ શરીર સ્થૂલદેહપ્રમાંણુ છે. તેજસ શરીર ગરમી કરે છે, તથા આહાર પચાવવાનું કામ કરે છે. શરીરનાં અમુક અમુક અંગ ઘસવાથી ગરમ જણાય છે, તે તેજસના કારણથી જણાય છે. માથા ઉપર ધૃતાદિ મૂકી તે શરીરની પરીક્ષા કરવાની રૂઢિ છે. તેના અર્થ એ કે તે શરીર સ્થૂલ શરીરમાં છે કે શી રીતે ? અર્થાત્ સ્થૂલ શરીરમાં જીવની માફક તે આખા શરીરમાં રહે છે.
૧૭૬ તેમ જ કાર્મણુ શરીર પણ છે; જે તેજસ કરતાં રહે છે. સ્થૂલ શરીરની અંદર પીડા થાય છે, અથવા ક્રોધાદ્રિ કાર્યણથી ક્રોધાદ્ધિ થઇ તેોલેશ્યાદિ ઉત્પન્ન થાય છે. વેદનાનેા
Jain Education International
For Private & Personal Use Only
સૂક્ષ્મ છે, તે પણ તેજસની માફક થાય છે તે જ કાર્પણુ શરીર છે. અનુભવ જીવ કરે છે, પરંતુ વેદના
www.jainelibrary.org