________________
૭૪૬
શ્રીમદ્ રાજચંદ્ર ૮૮ પદાર્થને વિષે અચિત્ય શક્તિ છે. દરેક પદાર્થ પિતપોતાના ધર્મને ત્યાગતા નથી. એક જીવે પરમાણુરૂપે ગ્રહેલાં એવાં જે કર્મ તે અનંત છે. તેવા અનંતા જીવ જેની પાસે કર્મરૂપી પરમાણુ અનંતા અનંત છે તે સઘળા નિગદ આશ્રયી થેડા અવકાશમાં રહેલા છે, તે વાત પણ શંકા કરવા એગ્ય નથી. સાધારણ ગણતરી પ્રમાણે એક પરમાણુ એક આકાશપ્રદેશ અવગાહે છે, પરંતુ તેનામાં અચિંત્ય સામર્થ્ય છે, તે સામર્થ્ય ધર્મે કરી છેડા આકાશને વિષે અનંતા પરમાણુ રહ્યા છે. એક અરીસે તે સામે તેથી ઘણી મોટી વસ્તુ મૂકવામાં આવે, તેપણ તેવડે આકાર તેમાં સમાઈને રહે છે. આંખ એક નાની વસ્તુ છે છતાં તેની નાની વસ્તુમાં સૂર્ય ચંદ્રાદિ મેટા પદાર્થોનું સ્વરૂપે જોવામાં આવે છે. તે જ રીતે આકાશ જે ઘણું વિશાળ ક્ષેત્ર છે તે પણ એક આંખને વિષે દેખાવારૂપે સમાય છે. મોટાં મોટાં એવાં ઘણાં ઘરે તેને નાની વસ્તુ એવી જે આંખ તે જોઈ શકે છે. થોડા આકાશમાં જે અનંત પરમાણુ અચિત્ય સામર્થ્યને લીધે ન સમાઈ શકતાં હોય તે, આંખથી કરી પિતાના કદ જેવડી જ વસ્તુ જોઈ શકાય, પણ વધારે મોટો ભાગ જોઈ ન શકાય; અથવા અરીસામાં ઘણું ઘરે આદિ મોટી વસ્તુનું પ્રતિબિંબ પડે નહીં. આ જ કારણથી પરમાણુનું પણ અચિંત્ય સામર્થ્ય છે, અને તેને લઈને ચેડા આકાશને વિષે અનંતા પરમાણુ સમાઈ રહી શકે છે.
૮૯ આ પ્રમાણે પરમાણુ આદિ દ્રવ્યનું સૂક્ષ્મભાવથી નિરૂપણ કરવામાં આવ્યું છે, તે જે કે પરભાવનું વિવેચન છે, પણ તે કારણસર છે, અને સહેતુ કરવામાં આવેલું છે.
૯૦ ચિત્ત સ્થિર કરવા સારુ, અથવા વૃત્તિને બહાર ન જવા દેતાં અંતરંગમાં લઈ જવા સારુ પરદ્રવ્યના સ્વરૂપનું સમજવું કામ લાગે છે.
૯૧ પરદ્રવ્યનું સ્વરૂપ વિચારવાથી વૃત્તિ બહાર ન જતાં અંતરંગને વિષે રહે છે અને સ્વરૂપ સમજ્યા પછી તેના થયેલા જ્ઞાનથી તે તેને વિષય થઈ રહેતાં અથવા અમુક અંશે સમજવાથી તેટલે તેને વિષય થઈ રહેતાં, વૃત્તિ પાધરી બહાર નીકળી પરપદાર્થો વિષે રમણ કરવા દોડે છે, ત્યારે પદ્રવ્ય કે જેનું જ્ઞાન થયું છે, તેને સૂકમભાવે ફરી સમજવા માંડતાં વૃત્તિને પાછી અંતરંગમાં લાવવી પડે છે અને તેમ લાવ્યા પછી વિશેષપણે સ્વરૂપ સમજાયાથી જ્ઞાને કરી એટલે તેને વિષય થઈ રહેતાં વળી વૃત્તિ બહાર દોડવા માંડે છે, ત્યારે જાણ્યું હોય તેથી વિશેષ સૂમભાવે ફરી વિચારવા માંડતાં વળી પણ વૃત્તિ પાછી અંતરંગને વિષે પ્રેરાય છે. એમ કરતાં કરતાં વૃત્તિને વારંવાર અંતરંગભાવમાં લાવી શાંત કરવામાં આવે છે, અને એ પ્રમાણે વૃત્તિને અંતરંગમાં લાવતાં લાવતાં આત્માને અનુભવ વખતે થઈ જાય છે, અને જ્યારે એ પ્રમાણે થાય છે ત્યારે વૃત્તિ બહાર જતી નથી, પરંતુ આત્માને વિષે શુદ્ધ પરિણતિરૂપ થઈ પરિણમે છે, અને તે પ્રમાણે પરિણમવાથી બાહ્ય પદાર્થનું દર્શન સહજ થાય છે. આ કારણથી પરદ્રવ્યનું વિવેચન કામનું અથવા હેતુરૂપ થાય છે.
૯૨ જીવ પિતાને જે અપજ્ઞાન હોય છે તેના વડે મોટો એ જે પદાર્થ તેનું સ્વરૂપ જાણવા ઈચ્છે છે, તે કયાંથી થઈ શકે? અર્થાત્ ન થઈ શકે. યપદાર્થનું સ્વરૂપ જાણવાનું ન થઈ શકે ત્યાં આગળ પિતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયાનું કારણ ન માનતાં તેથી મેટો શેયપદાર્થ તેને વિષે દેષ કાઢે છે, પરંતુ સવળીએ આવી પોતાના અલ્પજ્ઞપણાથી ન સમજાયા વિષેનું કારણું માન નથી.
૯૩ જીવ પિતાનું સ્વરૂપ જાણી શકતા નથી, તે પછી પરનું સ્વરૂપ જાણવા ઇચછે તે તેનાથી શી રીતે જાણી, સમજી શકાય ? અને જ્યાં સુધી ન સમજવામાં આવે ત્યાં સુધી ત્યાં રહી ગૂંચાઈ ડિહોળાયા કરે છે. શ્રેયકારી એવું જે નિજસ્વરૂપનું જ્ઞાન તે જ્યાં સુધી પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી પદ્રવ્યનું ગમે તેટલું જ્ઞાન મેળવે તે પણ તે કશા કામનું નથી, માટે ઉત્તમ રસ્તે એ છે કે બીજી બધી વાતે મૂકી દઈ પિતાના આત્માને ઓળખવા પ્રયત્ન કરે. જે સારભૂત છે તે જોવા સારુ આ “આત્મા સદુભાવવાળો છે “તે કર્મને કર્તા છે અને તેથી (કર્મથી) તેને બંધ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org