________________
શ્રીમદ્ રાજચંદ્ર જોવામાં આવે. વળી તે કેવળજ્ઞાન શરીરથી કરી નીપજાવેલ છે એમ નથી, તે તે આત્મા વડે કરી પ્રગટ કરવામાં આવ્યું છે, તેને લીધે શરીરથી તફાવત જાણવાનું કારણ નથી; અને શરીર તફાવતવાળું લેકેના જોવામાં નહીં આવવાથી કે તેનું માહાસ્ય બહુ જાણી શકતા નથી.
૭૧ જેને મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનની અંશે પણ ખબર નથી તે જીવ કેવળજ્ઞાનનું સ્વરૂપ જાણવા ઈચ્છે તે શી રીતે બની શકવા યોગ્ય છે? અર્થાત્ બની શકવા યોગ્ય નથી.
૭૨ મતિ સ્કુરાયમાન થઈ જણાયેલું જે જ્ઞાન તે “મતિજ્ઞાન”, અને શ્રવણ થવાથી થયેલું જે જ્ઞાન તે “શ્રુતજ્ઞાન'; અને તે શ્રુતજ્ઞાનનું મનન થઈ અગમ્યું ત્યારે તે પાછું મતિજ્ઞાન થયું, અથવા તે “શ્રુતજ્ઞાન પ્રગમ્યાથી બીજાને કહેવામાં આવ્યું ત્યારે તે જ કહેનારને વિષે મતિજ્ઞાન અને સાંભળનારને માટે શ્રુતજ્ઞાન થાય છે. તેમ “શ્રુતજ્ઞાન” મતિ વિના થઈ શકતું નથી, અને તે જ મતિ પૂર્વે શ્રત હોવું જોઈએ. એમ એકબીજાને કાર્યકારણને સંબંધ છે. તેને ઘણું ભેદ છે, તે સર્વે ભેદને જેમ જોઈએ તેમ હેતુસહિત જાણ્યા નથી. હેતુસહિત જાણુંવા, સમજવા એ દુર્ઘટ છે. અને ત્યાર પછી આગળ વધતાં અવધિજ્ઞાન, જેના પણ ઘણા ભેદ છે, ને જે સઘળા રૂપી પદાર્થને જાણવાના વિષય છે તેને, અને તે જ પ્રમાણે મન:પર્યવના વિષય છે તે સઘળાઓને કંઈ અંશે પણ જાણવા સમજવાની જેને શક્તિ નથી એવાં મનુષ્ય પર અને અરૂપી પદાર્થના સઘળા ભાવને જાણનારું એવું જે “કેવળજ્ઞાને તેના વિષે જાણવા, સમજવાનું પ્રશ્ન કરે છે તે શી રીતે સમજી શકે? અર્થાત્ ન સમજી શકે.
૭૩ જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લેભાદિનો ત્યાં અભાવ છે, અને તે અભાવના હેતુએ કરી કર્મબંધ ન થાય. તેપણ “ઇરિયાપથને વિષે વહેતાં “ઈરિયાપથની ક્રિયા જ્ઞાનીને લાગે છે, અને જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ તે કિયા લાગે છે.
૭૪ જે વિદ્યાથી જીવ કર્મ બાંધે છે, તે જ વિદ્યાથી જીવ કર્મ છોડે છે.
૭૫ તે જ વિદ્યા સંસારી હેતુના પ્રાગે વિચાર કરવાથી કર્મબંધ કરે છે, અને તે જ વિદ્યાથી દ્રવ્યનું સ્વરૂપ સમજવાના પ્રયોગથી વિચાર કરે છે ત્યાં કર્મ છોડે છે.
૭૬ ક્ષેત્રસમાસ’માં ક્ષેત્ર સંબંધાદિની જે જે વાતે છે, તે અનુમાનથી માનવાની છે. તેમાં અનુભવ હેતે નથી, પરંતુ તે સઘળું કારણેને લઈને વર્ણવવામાં આવે છે. તેની શ્રદ્ધા વિશ્વાસપૂર્વક રાખવાની છે. મૂળ શ્રદ્ધામાં ફેર હોઈને આગળ સમજવામાં ઠેઠ સુધી ભૂલ ચાલી આવે છે. જેમ ગણિતમાં પ્રથમ ભૂલ થઈ તે પછી તે ભૂલ ઠેઠ સુધી ચાલી આવે છે તેમ.
૭૭ જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જે સમ્યકત્વવિનાનું મિથ્યાત્વસહિત હોય તે “મતિ અજ્ઞાન “શ્રુત અજ્ઞાન અને “અવધિ અજ્ઞાન” એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે.
૭૮ મતિ, શ્રત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તે તે “અજ્ઞાન” છે, અને સમ્યકત્વસહિત હોય તે “જ્ઞાન” છે. તે સિવાય બીજો ફેર નથી.
૭૯ રાગાદિસહિત જીવ કંઈ પણ પ્રવૃત્તિ કરે તે તેનું નામ “કર્મ” છે, શુભ અથવા અશુભ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ” કહેવાય અને શુદ્ધ અધ્યવસાયવાળું પરિણમન તે કર્મ નથી પણ “નિર્જરા” છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org