SearchBrowseAboutContactDonate
Page Preview
Page 832
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાર–૧ ૭૪૩ પ્રકાશવું થયું છે, તેમાં કંઇ હેતુ સમાય છે કે શી રીતે? અને સમાય છે તે શું? તે વિષે વિચાર કરવાથી સાત કારણેા તેમાં સમાયેલાં છે, એમ માલૂમ પડે છે: સભૃતાર્થપ્રકાશ, તેના વિચાર, તેની પ્રતીતિ, જીવસંરક્ષણ, વગેરે. તે સાતે હેતુનું ફળ મેાક્ષની પ્રાપ્તિ થાય તે છે. તેમ જ મેાક્ષની પ્રાપ્તિના જે માર્ગ તે આ હેતુથી સુપ્રતીતરૂપ થાય છે. ૬૩ કર્મ અનંત પ્રકારનાં છે. તેમાં મુખ્ય ૧૫૮ છે. તેમાં મુખ્ય આઠ કર્મપ્રકૃતિ વર્ણવવામાં આવી છે. આ બધાં કર્મમાં મુખ્ય, પ્રાધાન્ય એવું માહનીય છે; જેનું સામર્થ્ય ખીજાં કરતાં અત્યંત છે; અને તેની સ્થિતિ પણ સર્વ કરતાં વધારે છે. ૬૪ આઠ કર્મમાં ચાર ઘનઘાતી છે. તે ચારમાં પણ માહનીય અત્યંત પ્રમળપણે ઘનઘાતી છે. મેહનીયકર્મ સિવાય સાત કર્મ છે, તે મેહનીયકર્મના પ્રતાપથી પ્રખળપણે થાય છે. જો મેાહનીય ખસે તેા ખીજાં નિર્બળ થઈ જાય છે. મેાહનીય ખસવાથી બીજાંઓના પગ ટકી શકતા નથી. ૬૫ કર્મબંધના ચાર પ્રકાર છે – પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ, અને રસબંધ; તેમાં પ્રદેશ, સ્થિતિ અને રસ એ ત્રણ બંધના સરવાળાનું નામ પ્રકૃતિ આપવામાં આવ્યું છે. પ્રદેશબંધ છે તે આત્માના પ્રદેશની સાથે પુદ્ગલના જમાત્ર અર્થાત્ જોડાણુ છે; ત્યાં તેનું પ્રખળપણું હતું નથી; તે ખેરવવા ચાહે તે ખરી શકે તેમ છે, માહને લઈને સ્થિતિ તથા રસના બંધ પડે છે, અને તે સ્થિતિ તથા રસના બંધ છે તે જીવ ફેરવવા ધારે તા ફરી જ શકે એમ ખનવું અશકય છે. આવું મેહને લઈને એ સ્થિતિ તથા રસનું પ્રખળપણું છે. ૬૬ સમ્યક્ત્વ અન્યાક્ત રીતે પેાતાનું દૂષણુ ખતાવે છે — - મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈચ્છા ન થાય તાપણુ મારે તેને પરાણે મેક્ષે લઇ જવા પડે છે; માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરવા કે માક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તેપણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તે મારે તેને મેક્ષે પહોંચાડવા જોઇએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તાપણુ અને તે તે જ ભવે, અને ન બને તે વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મેક્ષે પહાંચાડવા જોઇએ. કદાચ મને છેડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રખળમાં પ્રમળ એવા મહુને ધારણ કરે તેાપણુ અર્ધપુદ્ગલપરાવર્તનની અંદર મારે તેને માફ઼ે પહોંચાડવા એ મારી પ્રતિજ્ઞા છે'! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે. ૬૭ સમ્યક્ત્વ કેવળજ્ઞાનને કહે છે : ‘હું જીવને મેક્ષે પહાંચાડું એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તું પણુ જ કાર્ય કરે છેઃ તું તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તે પછી તારા કરતાં મારામાં ન્યૂનતા શાની? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર રહે છે. ૬૮ ગ્રંથાદિ વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું અને તે ગ્રંથ ફરીથી વાંચતાં અથવા ગમે તે ભાગથી તે વાંચવાનું શરૂ કરતાં પ્રથમ મંગળાચરણ કરવું એવી શાસ્ત્રપદ્ધતિ છે. તેનું મુખ્ય કારણ એ છે કે બાહ્યવૃત્તિમાંથી આત્મવૃત્તિ કરવી છે, માટે તેમ કરવામાં પ્રથમ શાંતપણું કરવાની જરૂર છે, અને તે પ્રમાણે પ્રથમ મંગળાચરણ કરવાથી શાંતપણું પ્રવેશ કરે છે. વાંચવાના અનુક્રમ જે હોય તે બનતાં સુધી ન જ તેડવા જોઈએ; તેમાં જ્ઞાનીના દાખલા લેવા જરૂર નથી. ૬૯ આત્મઅનુભવગમ્ય અથવા આત્મજનિત સુખ અને મોક્ષસુખ તે એક જ છે. માત્ર શબ્દ જુદા છે. ૭૦ કેવળજ્ઞાની શરીરને લઈને નથી કે ખીજાના શરીર કરતાં તેમનું શરીર તફાવતવાળું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy