SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ શ્રીમદ્ રાજચંદ્ર ૫૪ મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં, વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે. ૫૫ મતિજ્ઞાન એ લિંગ એટલે ચિહ્નથી જાણી શકાય છે, અને મન:પર્યવજ્ઞાનમાં લિગ અથવા ચિહની જરૂર રહેતી નથી. ૫૬ મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જ્યારે મન:પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળ સ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે તેમ જ શરીરની ચેષ્ટા કેઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે મન:પર્યવજ્ઞાન છે. પ૭ લેકમાં ઘસંજ્ઞાએ એમ માનવામાં આવતું કે “આપણને સમ્યકત્વ છે કે શી રીતે તે કેવળી જાણે, નિશ્ચય સમ્યકત્વ છે એ વાત તે કેવળગમ્ય છે. ચાલતી રૂઢિ પ્રમાણે એમ માનવામાં આવતું, પરંતુ બનારસીદાસ અને બીજા તે દશાના પુરુષે એમ કહે છે કે અમને સમ્યક્ત્વ થયું છે, એ નિશ્ચયથી કહીએ છીએ. ૫૮ શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે “નિશ્ચય સમ્યક્ત્વ છે કે શી રીતે તે કેવળી જાણે તે વાત અમુક નયથી સત્ય છે તેમ કેવળજ્ઞાની સિવાય પણ બનારસીદાસ વગેરેએ મેઘમપણે એમ કહ્યું છે કે “અમને સમ્યકત્વ છે, અથવા પ્રાપ્ત થયું છે, તે વાત પણ સત્ય છે; કારણ નિશ્ચયસમ્યકત્વ” છે તે દરેક રહસ્યના પર્યાયસહિત કેવળી જાણી શકે છે અથવા દરેક પ્રજનન ભૂત પદાર્થના હેતુ અહેતુ સંપૂર્ણપણે જાણવા એ કેવળી સિવાય બીજાથી બની શકતું નથી, ત્યાં આગળ ‘નિશ્ચયસમ્યકત્વ” કેવળગમ્ય કહ્યું છે. તે પ્રયજનભૂત પદાર્થના સામાન્યપણે અથવા સ્થળપણે હેતઅહેતુ સમજી શકાય એ બનવા ગ્ય છે, અને તે કારણને લઈને મહાન બનારસીદાસ વગેરેએ પિતાને સમ્યક્ત્વ છે એમ કહેલું છે. ૫૯ “સમયસારમાં મહાન બનારસીદાસે કરેલી કવિતામાં “અમારે હદયને વિષે બેધબીજ થયું છે એમ કહેલું છે, અર્થાત્ પિતાને વિષે સમ્યક્ત્વ છે એમ કહ્યું છે. ૬૦ સમ્યકત્વ પ્રાપ્ત થથા પછી વધારેમાં વધારે પંદર ભવની અંદર મુક્તિ છે, અને જે ત્યાંથી તે પડે છે તે અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય. અર્ધપુદ્ગલપરાવર્તનકાળ ગણાય તે પણ તે સાદિસતના ભાંગવામાં આવી જાય છે, એ વાત નિઃશંક છે. - ૬૧ સમ્યક્ત્વનાં લક્ષણે : (૧) કષાયનું મંદપણું અથવા તેને રસનું મેળાપણું. (૨) મોક્ષમાર્ગ તરફ વલણ. (૩) સંસાર બંધનરૂપ લાગે અથવા સંસાર ખારે ઝેર લાગે. (૪) સર્વ પ્રાણી ઉપર દયાભાવ, તેમાં વિશેષ કરી પિતાના આત્મા તરફ દયાભાવ. (૫) સદેવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા. ૬૨ આત્મજ્ઞાન, અથવા આત્માથી પર એવું જે કર્મ સ્વરૂપ, અથવા પુદ્ગલાસ્તિકાય વગેરેનું જે સ્વરૂપ જુદા જુદા પ્રકારે, જુદે જુદે પ્રસંગે, અતિ સૂક્ષ્મમાં સૂક્ષમ અને અતિ વિસ્તારવાળું જ્ઞાનીથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy