________________
૭૪૦
શ્રીમદ્ રાજચંદ્ર
૩૦ જીવ પહેલા ગુણસ્થાનકમાં ગ્રંથિભેદ સુધી અનંતીવાર આવ્યું ને ત્યાંથી પાછા વળી ગયો છે.
૩૧ જીવને એ ભાવ રહે છે કે સમ્યકત્વ અનાયાસે આવતું હશે; પરંતુ તે તે પ્રયાસ (પુરુષાર્થ) કર્યા વિના પ્રાપ્ત થતું નથી.
૩૨ કર્મપ્રકૃતિ ૧૫૮ છે. સમ્યકત્વ આવ્યા વિના તેમાંની કઈ પણ પ્રકૃતિ સમૂળગી ક્ષય થાય નહીં. અનાદિથી જીવ નિર્જરા કરે છે, પરંતુ મૂળમાંથી એક પણ પ્રકૃતિ ક્ષય થતી નથી ! સમ્યકત્વમાં એવું સામર્થ્ય છે, કે તે પ્રકૃતિને મૂળમાંથી ક્ષય કરે છે. તે આવી રીતે કે - અમુક પ્રકૃતિ ક્ષય થયા પછી તે આવે છે અને જીવ બળિયે થાય તો આતે આતે સર્વ પ્રકૃતિ અપાવે છે.
૩૩ સમ્યકત્વ સર્વને જણાય એમ પણ નહીં, તેમ કોઈને પણ ન જણાય એમ પણ નહીં. વિચારવાનને તે જણાય છે.
૩૪ જીવને સમજાય તે સમજવા પછીથી બહુ સુગમ છે; પણ સમજવા સારુ જીવે આજ દિવસ સુધી ખરેખરે લક્ષ આપે નથી. સમ્યકત્વ પ્રાપ્ત થવાના જીવને જ્યારે જ્યારે જગ બન્યા છે ત્યારે ત્યારે બરાબર ધ્યાન આપ્યું નથી, કારણ કે જીવને અંતરાય ઘણા છે. કેટલાક અંતરાય તે પ્રત્યક્ષ છે, છતાં જાણવામાં આવતા નથી. જે જણાવનાર મળે તે પણ અંતરાયના જેગથી ધ્યાનમાં લેવાનું બનતું નથી. કેટલાક અંતરાયે તે અવ્યક્ત છે કે જે ધ્યાનમાં આવવા જ મુશ્કેલ છે.
૩૫ સમ્યકત્વનું સ્વરૂપ માત્ર વાણીયેગથી કહી શકાય; જે એકદમ કહેવામાં આવે તે ત્યાં આગળ જીવને ઊલટો ભાવ ભાસે; તથા સમ્યકત્વ ઉપર ઊલટો અભાવ થવા માંડે, પરંતુ તે જ સ્વરૂપ જે અનુક્રમે જેમ જેમ દશા વધતી જાય તેમ તેમ કહેવામાં અથવા સમજાવવામાં આવે તે તે સમજવામાં આવી શકવા યોગ્ય છે.
૩૬ આ કાળને વિષે મેક્ષ છે એમ બીજા માર્ગમાં કહેવામાં આવે છે. જેનમાર્ગમાં આ કાળને વિષે અમુક ક્ષેત્રમાં તેમ થવું જોકે કહેવામાં આવતું નથી, છતાં તે જ ક્ષેત્રમાં આ કાળને વિષે સમ્યકત્વ થઈ શકે છે, એમ કહેવામાં આવ્યું છે.
૩૭ જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે. પ્રજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાની તેને લઈને સુપ્રતીતિ તે “દર્શન અને તેથી થતી કિયા તે “ચારિત્ર છે. આ ચારિત્ર આ કાળને વિષે જૈનમાર્ગમાં સમ્યકત્વ પછી સાતમાં ગુણસ્થાનક સુધી પ્રાપ્ત કરી શકવાનું સ્વીકારવામાં આવ્યું છે.
૩૮ સાતમા સુધી પહોંચે તે પણ મોટી વાત છે.
૩૯ સાતમા સુધી પહોંચે તે તેમાં સમ્યકત્વ સમાઈ જાય છે અને જે ત્યાં સુધી પહોંચે તે તેને ખાતરી થાય છે કે આગલી દશાનું કેવી રીતે છે? પરંતુ સાતમા સુધી પહોંચ્યા વિના આગલી વાત ખ્યાલમાં આવી શકતી નથી.
૪૦ વધતી દશા થતી હોય તે તેને નિષેધવાની જરૂર નથી, અને ન હોય તે માનવા જરૂર નથી. નિષેધ કર્યા વિના આગળ વધતા જવું.
૪૧ સામાયિક, છ આઠ કોટિને વિવાદ મૂકી દીધા પછી નવ વિના નથી થતું, અને છેવટે નવ કેટિ વૃત્તિયે મૂક્યા વિના મોક્ષ નથી.
૪૨ અગિયાર પ્રકૃતિ ખપાવ્યા વિના સામાયિક આવે નહીં. સામાયિક થાય તેની દશા તે અદૂભુત થાય. ત્યાંથી છ, સાત અને આઠમા ગુણસ્થાનકે જાય; ને ત્યાંથી બે ઘડીમાં મેક્ષ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org