________________
વ્યાખ્યાનસાર–૧
(૪) આત્મજ્ઞાન ઉત્પન્ન થયું અથવા તે આત્મજ્ઞાન થયું, એ આત્મજ્ઞાન ઉત્પન્ન થવાથી આત્મઅનુભવ થવા ઉપરાંત શું શું થવું આવ્યું છે તે બુદ્ધિબળથી કહેલું, એમ ધારી શકાય છે.
( 6 ) ઇંદ્રિયના સંયોગથી જે કંઇ દેખવું જાણવું થાય તે જોકે અનુભવગમ્યમાં સમાય છે ખરું, પરંતુ અહીં તેા અનુભવગમ્ય આત્મતત્ત્વને વિષે કહેવાનું છે; જેમાં ઇંદ્રિયાની સહાયતા અથવા તે સંબંધની જરૂર છે નહીં, તે સિવાયની વાત છે. કેવળજ્ઞાની સહજ દેખી જાણી રહ્યા છે; અર્થાત્ લેકના સર્વ પદાર્થને અનુભવ્યા છે એમ જે કહેવામાં આવે છે તેમાં ઉપયેગના સંબંધ રહે છે; કારણ કે કેવળજ્ઞાનીના તેરમા અને ચૌદમા ગુણસ્થાનક એવા બે વિભાગ કરવામાં આવ્યા છે, તેમાં તેરમા ગુણુસ્થાનકવાળા કેવળજ્ઞાનીને ચેગ છે એમ સ્પષ્ટ છે, અને જ્યાં એ પ્રમાણે છે ત્યાં ઉપયેગની ખાસ રીતે જરૂર છે, અને જયાં ખાસ રીતે જરૂર છે ત્યાં બુદ્ધિબળ છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી; અને જ્યાં એ પ્રમાણે કરે છે ત્યાં અનુભવ સાથે બુદ્ધિબળ પણ ડરે છે.
૩૯
વાત અનુભવગમ્ય છે. તે જોઈએ એમ જે કહેવામાં
(૭) આ પ્રમાણે ઉપયાગ ઠરવાથી આત્માને જે જડ પદાર્થ નજીક છે તેના તા અનુભવ થાય છે; પણ જે નજીક નથી અર્થાત્ જેના યાગ નથી તેના અનુભવ થવા એમ કહેવું એ મુશ્કેલી વાળું છે; અને તેની સાથે છેટના પદાર્થના અનુભવ ગમ્ય નથી એમ કહેવાથી કહેવાતા કેવળજ્ઞાનના અર્થને વિરાધ આવે છે, તેથી ત્યાં બુદ્ધિબળથી સર્વ પદાર્થનું, સર્વ પ્રકારે, સર્વ કાળનું જ્ઞાન થાય છે એમ ફરે છે.
૨૫ એક કાળના કપેલા સમય જે અનંત છે, તેને લઈને અનંતકાળ કહેવાય છે. તેમાંના વર્તમાનકાળ પહેલાંના જે સમય વ્યતીત થયા છે તે ફરીથી આવવાના નથી એ વાત ન્યાયસંપન્ન છે; તે સમય અનુભવગમ્ય શી રીતે થઈ શકે એ વિચારવાનું છે.
૨૬ અનુભવગમ્ય જે સમય થયા છે તેનું જે સ્વરૂપ છે તે તથા તે સ્વરૂપ સિવાય . તેનું ખીજું સ્વરૂપ થતું નથી, અને તે જ પ્રમાણે અનાદિ અનંત કાળના બીજા જે સમય તેનું પણ તેવું જ સ્વરૂપ છે; એમ બુદ્ધિબળથી નિીત થયેલું જણાય છે.
૨૭ આ કાળને વિષે જ્ઞાન ક્ષીણ થયું છે; અને જ્ઞાન ક્ષીણ થવાથી મતભેદ ઘણા થયા છે. જેમ જ્ઞાન ઓછું તેમ મતભેદ વધારે, અને જ્ઞાન વધુ તેમ મતભેદ એછા, નાણાંની પેઠે. જ્યાં નાણું ઘટ્યું ત્યાં કંકાસ વધારે, અને જ્યાં નાણું વધ્યું ત્યાં કંકાસ એછા હેાય છે.
૨૮ જ્ઞાન વિના સમ્યક્ત્વના વિચાર સૂઝતા નથી. મતભેદ ઉત્પન્ન નથી કરવા એવું જેના મનમાં છે તે જે જે વાંચે અથવા સાંભળે તે તે તેને ફળે છે. મતભેદાદિ કારણુને લઈને શ્રુતશ્રવણાદિ ફળતાં નથી.
૨૯ વાટે ચાલતાં એક ફાળિયું કાંટામાં ભરાયું અને રસ્તાની મુસાફરી હજી છે, તેા બની શકે તેા કાંટા દૂર કરવા, પરંતુ કાંટા કાઢવાનું ન બની શકે તે તેટલા સારુ ત્યાં રાકાઈ રાત ન રહેવું; પણ ફાળિયું મૂકી દઇ ચાલી નીકળવું. તેવી જ રીતે જિનમાર્ગનું સ્વરૂપ તથા તેનું રહસ્ય શું છે તે સમજ્યા વિના, અથવા તેના વિચાર કર્યા વિના અલ્પ અલ્પ શંકાઓ માટે એસી રહી આગળ ન વધવું તે ઉચિત નથી. જિનમાર્ગ ખરી રીતે જોતાં તે જીવને કર્મક્ષય કરવાને ઉપાય છે, પણ જીવ પેાતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org