________________
૫૮ *
મેરબી, સંવત ૧૯૫૪-૫૫
વ્યાખ્યાનમાર-૧
૧ પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શક્તો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતે જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે, તે ગ્રંથિભેદ કરવામાં મેળે પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે છે; હિમ્મત કરી આગળ વધવા ધારે છે, પણ મેહનીયના કારણથી રૂપાંતર સમજાઈ પિતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે અને ઊલટું તે સમજવારૂપ મેહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી કેઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ બળવાન થઈ તે ગ્રંથિને મળી પાડી અથવા પિચી કરી આગળ વધી જાય છે. જે અવિરતિસમ્યફદૃષ્ટિનામાં શું ગુણસ્થાનક છે, જ્યાં મોક્ષમાર્ગની સુપ્રતીતિ થાય છે. આનું બીજું નામ “ધબીજ” છે. અહીં આત્માના અનુભવની શરૂઆત થાય છે, અર્થાત્ મોક્ષ થવાનું બીજ અહીં રોપાય છે.
૨ આ “બેધબીજ ગુણસ્થાનક'–ચેથા ગુણસ્થાનક–થી તેરમા ગુણસ્થાનક સુધી આત્મઅનુભવ એકસરખો છે; પરંતુ જ્ઞાનાવરણીય કર્મની નિરાવરણુતાનુસાર જ્ઞાનની વિશુદ્ધતા ઓછી અદકી હોય છે, તેના પ્રમાણમાં અનુભવનું પ્રકાશવું કહી શકે છે.
૩ જ્ઞાનાવરણનું સર્વ પ્રકારે નિરાવરણ થવું તે કેવળજ્ઞાન એટલે “મોક્ષ; જે બુદ્ધિબળથી કહેવામાં આવે છે એમ નથી, પરંતુ અનુભવગમ્ય છે.
૪ બુદ્ધિબળથી નિશ્ચય કરેલે સિદ્ધાંત તેથી વિશેષ બુદ્ધિબળ અથવા તકથી વખતે ફરી શકે છે; પરંતુ જે વસ્તુ અનુભવગમ્ય (અનુભવસિદ્ધ) થઈ છે તે ત્રણે કાળમાં ફરી શકતી નથી.
શ્રદ વિ. સંવત ૧૯૫૪ ના માહથી ચૈત્ર માસ સુધીમાં તેમજ સં. ૧૯૫૫ ના તે અરસામાં શ્રીમદની મોરબીમાં લાંબે વખત સ્થિતિ હતી. તે વેળા તેમણે કરેલાં વ્યાખ્યાનને એક મુમુક્ષ શ્રાતાએ સ્મૃતિ ઉપરથી ટાંકલ આ સાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org