________________
ઉપદેશ છાયા
૭૩૫
દેવતાને હીરામાણેક આદિ પરિગ્રહ વધારે છે, તેમાં અતિશય મમતા મૂર્ખ હાવાથી ત્યાંથી ચવીને તે હીરા આદિમાં એકેંદ્રિયપણે અવતરે છે.
જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણુ કેવી રીતે થાય ! તે તે અજાણપણું જ કહેવાય. જે જાણીને અજ્ઞાનને મૂકવાના ઉપાય કરે તે જાણપણું. પેાતાના દાષા ટળે એવા પ્રશ્ન કરે તે દોષ ટળવાનું કારણ થાય. જીવના દેષ ઘટે, ટળે તે મુક્તિ થાય.
જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કહી નથી. પણ નિરાવરણ થાય ત્યારે મેાક્ષ. પાંચ વરસ થયાં એક બીડી જેવું વ્યસન તે પ્રેરણા કર્યા વિના મૂકી શકાયું નહીં. અમારે ઉપદેશ તે જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવા. આ કાળમાં ઘણા જીવ વિરાધક હાય છે અને નહીં જેવા જ સંસ્કાર થાય છે.
આવી વાત તે સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તે સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ યાગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે. જ્યારે એ ત્રણ યાગ તે ત્યાગવાના છે ત્યારે આ મહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતા હશે ? એ આશ્ચર્ય ઊપજે છે! જીવ જે જે કુળમાં ઊપજે છે તેના તેના આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધા હોત તે તેના આગ્રહ થઈ જાત; જો તપામાં હોય તે તપાના આગ્રહ થઈ જાય. જીવનું સ્વરૂપ ઢૂંઢિયા નથી, તપા નથી, કુલ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવા એ કેવું અજ્ઞાન છે! જીવને લેાકને સારું દેખાડવાનું જ બહુ ગમે છે અને તેથી જીવ વૈરાગ્ય ઉપશમના માર્ગથી રાકાઈ જાય છે. હાલ હવેથી અને પ્રથમ કહ્યું છે, દુરાગ્રહ અર્થે જૈનનાં શાસ્ત્ર વાંચવાં નહીં. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવું જ કરવું. એમાં (માગધી ગાથાઓમાં) કયાં એવી વાત છે કે આને ઢૂંઢિયા કે આને તા માનવા ? એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી.
(ત્રિભાવનને) જીવને ઉપાધિ બહુ છે. આવે જોગ મનુષ્યભવ વગેરે સાધન મળ્યાં છે અને જીવ વિચાર ન કરે ત્યારે એ તે પશુના દેહમાં વિચાર કરશે ? કયાં કરશે?
જીવ જ પરમાધામી (જમ) જેવા છે, અને જમ છે, કારણ કે નરકગતિમાં જીવ જાય છે તેનું કારણ જીવ અહીંથી કરે છે.
પશુની જાતિનાં શરીરાનાં દુઃખ પ્રત્યક્ષ જીવ જુએ છે, જરા વિચાર આવે છે અને પા ભૂલી જાય છે. પ્રત્યક્ષ લેાક જુએ છે કે આ મરી ગયે, મારે મરવું છે, એવી પ્રત્યક્ષતા છે; તથાપિ શાસ્ત્રને વિષે પાછી તે વ્યાખ્યા હૃઢ કરવા સારુ વારંવાર તે જ વાત કહી છે. શાસ્ત્ર તે પક્ષ છે અને આ તે પ્રત્યક્ષ છે પણ જીવ પાછા ભૂલી જાય છે, તેથી તે ને તે વાત કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org