________________
ઉપદેશ છાયા
૧૨૯
આંખે પાટા બાંધે છે; તેને ચાલવાના માર્ગમાં સંકડાઈ રહેવું પડે છે; લાકડીના માર ખાય છે; ચારે બાજુ ફર્યાં કરવું પડે છે; છૂટવાનું મન થાય પણ છૂટી શકાય નહીં; ભૂખ્યાતરસ્યાનું કહેવાય નહીં, શ્વાસેાશ્ર્વાસ નિરાંતે લેવાય નહીં; તેની પેઠે જીવ પરાધીન છે. જે સંસારમાં પ્રીતિ કરે છે તે આવા પ્રકારનું દુઃખ સહન કરે છે.
ધુમાડા જેવાં લૂગડાં પહેરી તેઓ આડંબર કરે છે, પણ તે ધુમાડાની માફક નાશ પામવા યેાગ્ય છે. આત્માનું જ્ઞાન માયાને લઈને દખાઈ રહે છે.
જે જીવ આભેચ્છા રાખે છે તે નાણાને નાકના મેલની પેઠે ત્યાગે છે. માખી ગળપણમાં વળગી છે તેની પેઠે આ અભાગિયા જીવ કુટુંબના સુખમાં વળગ્યેા છે.
વૃદ્ધ, જુવાન, ખાળ એ સર્વે સંસારમાં મૂક્યાં છે, કાળના મુખમાં છે એમ ભય રાખવે. તે ભય રાખીને સંસારમાં ઉદાસીનપણે રહેવું.
સેા ઉપવાસ કરે, પણ જ્યાં સુધી માંહીથી ખરેખરા દોષ જાય નહીં ત્યાં સુધી ફળ થાય નહીં. શ્રાવક કોને કહેવા ? જેને સંતેષ આવ્યો હેાય; કષાય પાતળા પડ્યા હાય; માંહીથી ગુણ આવ્યા હાય; સાચા સંગ મન્યે હાય તેને શ્રાવક કહેવા. આવા જીવને આધ લાગે, તેા બધું વલણ ફરી જાય, દશા ફરી જાય. સાચા સંગ મળવા તે પુણ્યના જોગ છે.
જીવા અવિચારથી ભૂલ્યા છે; જરા કાઈ કહે કે તરત ખોટું લાગે, પણ વિચારે નહીં કે મારે શું ? તે કહેશે તે તેને કર્મ બંધાશે. શું તારે તારી ગતિ ખગાડવી છે? ક્રોધ કરી સામું ખેલે તે તું પાતે જ ભૂલ્યા. ક્રોધ કરે તે જ ભૂંડા છે. આ ઉપર સંન્યાસી ને ચાંડાળનું દૃષ્ટાંત છે.
રસસરા વહુના દૃષ્ટાંતે સામાયિક સમતાને કહેવાય. જીવ અહંકાર કરી ખાદ્ઘક્રિયા કરે છે; અહંકારથી માયા ખર્ચે છે; તે માઢી ગતિનાં કારણે છે. સાચા સંગ વગર આ દોષ ઘટે નહીં. જીવને પાતાને ડાહ્યા કહેવરાવવું બહુ ગમે છે. વગર એલાવ્યે ડહાપણ કરી મોટાઇ લે છે. જે જીવને વિચાર નહીં તેના છૂટવાના આરેા નહીં. જો વિચાર કરે, અને સાચા માર્ગે ચાલે તે છૂટવાના આરે આવે.
બાહુબલીજીના દૃષ્ટાંતે અહંકારથી, માનથી "કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મૉટા—નાનાની કલ્પના છે.
૧૩
આણંદ, ભા. ૧. ૧૪, સામ, ૧૯૫૨ પંદર ભેદે સિદ્ધ કહ્યા તેનું કારણ રાગ, દ્વેષ અને અજ્ઞાન જેના ગયા તેનું ગમે તે વેષે, ગમે તે જગાએ, ગમે તે લિંગે કલ્યાણ થાય તે છે.
સાચેા માર્ગ એક જ છે; માટે આગ્રહ રાખવા નહીં. હું હુંઢિયે છું, હું તપા છું, એવી કલ્પના રાખવી નહીં. દયા, સત્ય આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે; માટે સદાચરણુ સેવવાં.
લેચ કરવા શા માટે કહ્યો છે? શરીરની મમતાની તે પરીક્ષા છે માટે. ( માથે વાળ) તે મેહુ વધવાનું કારણ છે. નાહવાનું મન થાય; આરીસેા લેવાનું મન થાય; તેમાં મેઢું જોવાનું મન થાય; અને એ ઉપરાંત તેનાં સાધના માટે ઉપાધિ કરવી પડે. આ કારણથી જ્ઞાનીઓએ લેચ કરવાનું કહ્યું છે. જાત્રાએ જવાના હેતુ એક તા એ છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સે ખસે રૂપિયા ઉપરથી મૂર્છા આછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ સત્પુરુષ શેાધતાં જડે તે કલ્યાણ થાય. આ કારણથી જાત્રા કરવાનું બતાવ્યું છે.
૧. ક્રોધ ચડાળ છે. એક સંન્યાસી સ્નાન કરવા જતા હતા. રસ્તામાં સામેા ચાંડાળ આવતા હતા. સંન્યાસીએ તેને કારે ખસવા કહ્યું. પણ તેણે સાંભળ્યું નહીં. તેથી સંન્યાસી ક્રોધે ભરાયા. ચ ́ડાળ તેમને ભેટી પડ્યો કે મારા ભાગ તમારામાં છે. ૨, સસરા કયાં ગયા છે? ઢેડવાડે. ૩. જુએ પૃષ્ઠ ૬૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org