SearchBrowseAboutContactDonate
Page Preview
Page 817
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૮ શ્રીમદ રાજચંદ્ર સંતેષ કરી ધર્મધ્યાન કરવું; છોકરઐયાં વગેરે અન્યની ન જોઈતી ચિંતા કરવી નહીં. એક સ્થાનકે બેસી, વિચારી, સત્ પુરુષના સંગે, જ્ઞાનીનાં વચન સાંભળી, વિચારીને ધન આદિની મર્યાદા કરવી. - બ્રહ્મચર્ય યથાતથ્ય રીતે તે કોઈ વિરલા જીવ પાળી શકે છે તે પણ લેલાજથી બ્રહ્મચર્ય પળાય તે તે ઉત્તમ છે. મિથ્યાત્વ ગયું હોય તે ચાર ગતિ ટળે. સમકિત ન આવ્યું હોય અને બ્રહ્મચર્ય પાળે તે દેવલેક મળે. વાણિયે, બ્રાહ્મણ, પશુ, પુરુષ, સ્ત્રી આદિ કલ્પનાએ કરી “હું વાણિયે, બ્રાહ્મણ, પુરુષ, સ્ત્રી, પશુ છું એમ માને છે, પણ વિચાર કરે તે પિતે તેમને કોઈ નથી, “મારું સ્વરૂપ તેથી જુદું જ છે. T સૂર્યના ઉદ્યોતની પેઠે દિવસ ચાલ્યો જાય; તેમ અંજળિજળની માફક આયુષ ચાલ્યું જાય. લાકડું કરવતથી વહેરાય તેમ આયુષ્ય ચાલ્યું જાય છે, તેય મૂર્ણ પરમાર્થ સાધતે નથી; ને મેહના જથ્થા ભેળા કરે છે. “બધા કરતાં હું જગતમાં મેટો થાઉં એવી મેટાઈ મેળવવાની તૃગણામાં, પાંચ ઇદ્રિને વિષે લયલીન, મદ્ય પીધે હોય તેની પેઠે, ઝાંઝવાના પાણીની માફક સંસારમાં જીવ ભમે છે; અને કુળ, ગામ, ગતિએને વિષે મેહના નચાવવાથી નાગ્યા કરે છે ! આંધળો વણે ને વાછડે ચાવે તેની પેઠે અજ્ઞાનીની ક્રિયા નિષ્ફળ જાય છે. હું કર્તા” “કરું છું હું કેવું કરું છું?” આદિ જે વિભાવ છે તે જ મિથ્યાત્વ. અહંકારથી કરી સંસારમાં અનંત દુખ પ્રાપ્ત થાય; ચારે ગતિમાં રઝળે. કોઈનું દીધું દેવાતું નથી, કેઈનું લીધું લેવાતું નથી, જીવ ફેકટ કલ્પના કરી રઝળે છે. જે પ્રમાણે કર્મ ઉપાર્જન કરેલાં હોય તે પ્રમાણે લાભ, અલાભ, આયુષ, શાતા, અશાતા મળે છે. પિતાથી કાંઈ અપાતું લેવાતું નથી. અહંકારે કરી “મેં આને સુખ આપ્યું; “મેં દુઃખ આપ્યું; મેં અન્ન આપ્યું” એવી મિથ્યા ભાવના કરે છે, ને તેને લઈને કર્મ ઉપાર્જન કરે છે. મિથ્યાત્વે કરી છેટો ધર્મ ઉપાર્જન કરે છે. - જગતમાં અને આ પિતા, આને આ પુત્ર એમ કહેવાય છે પણ કોઈ કોઈનું નથી. પૂર્વના કર્મના ઉદયે સઘળું બન્યું છે. * અહંકારે કરી જે આવી મિથ્થાબુદ્ધિ કરે છે તે ભૂલ્યા છે. ચાર ગતિમાં રઝળે છે, અને દુઃખ ભેગવે છે. અધમાધમ પુરુષનાં લક્ષણે - સાચા પુરુષને દેખી તેને રેષ ઉત્પન્ન થાય તેનાં સાચાં વચન સાંભળી નિંદા કરે, બેટી બુદ્ધિવાળા સાચી બુદ્ધિવાળાને દેખી રેષ કરે, સરળને મૂર્ખ કહે વિનય કરે તેને ધનના ખુશામતિયા કહે; પાંચ ઇદ્રિય વશ કરી હોય તેને ભાગ્યહીન કહે સાચા ગુણવાળાને દેખી રોષ કરે, સ્ત્રીપુરુષના સુખમાં લયલીન, આવા જ માઠી ગતિને પ્રાપ્ત થાય. જીવ કર્મને લઈને, પિતાનાં સ્વરૂપજ્ઞાનથી અંધ છે, તેને જ્ઞાનની ખબર નથી. એક નાકને માટે, મારું નાક રહે તે સારું એવી કલ્પનાને લીધે પિતાનું શૂરવીરપણું દેખાડવા લડાઈમાં ઊતરે છે, નાકની તે રાખ થવાની છે ! દેહ કે છે? રેતીના ઘર જે, મસાણની મઢી જે. પર્વતની ગુફાની માફક દેહમાં અંધારું છે. ચામડીને લીધે દેહ ઉપરથી રૂપાળે લાગે છે. દેહ અવગુણની ઓરડી, માયા અને મેલને રહેવાનું ઠેકાણું છે. દેહમાં પ્રેમ રાખવાથી જીવ રખડ્યો છે. તે દેહ અનિત્ય છે. બદફેલની ખાણ છે. તેમાં મેહ રાખવાથી જીવ ચારે ગતિમાં રઝળે છે. કેવા રઝળે છે? ઘાણીના બળદની માફક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy