________________
કારણે
૭૩૦
શ્રીમદ્ રાજચંદ્ર જે પુરુષ બીજા ને ઉપદેશ દઈ લ્યાણ બતાવે છે તે પુરુષને અનંતે લાભ પ્રાપ્ત થયેલ છે. સત્પષે પરજીવની નિષ્કામ કરુણના સાગર છે. વાણુના ઉદય પ્રમાણે તેમની વાણી નીકળે છે. તેઓ કઈ જીવને “દીક્ષા લે તેવું કહે નહીં. તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે દવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે. બાકી તે ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિબ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પિતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ તે થયેલું જ છે. તે ત્રણ લેકના નાથ તે તરીને જ બેઠા છે. સત્પરુષ કે સમકિતીને પણ એવી (સકામ) ઉપદેશ દેવાની ઈચ્છા હોય નહીં. તે પણ નિષ્કારણ દયાની ખાતર ઉપદેશ દે છે.
મહાવીર સ્વામી ગ્રહવાસમાં રહેતા છતાં પણ ત્યાગી જેવા હતા.
હજાર વર્ષના સંયમી પણ જે વૈરાગ્ય રાખી શકે નહીં તે વૈરાગ્ય ભગવાનને હતે. જ્યાં જ્યાં ભગવાન વર્તે છે, ત્યાં ત્યાં બધા પ્રકારના અર્થ પણ વર્તે છે. તેઓની વાણુ ઉદય પ્રમાણે શાંતિપૂર્વક પરમાર્થ હેતુથી નીકળે છે, અર્થાત્ તેમની વાણી કલ્યાણ અર્થે જ છે. તેઓને જન્મથી મતિ, શ્રત, અવધિ એ ત્રણ જ્ઞાન હતાં. તે પુરુષના ગુણગ્રામ કરતાં અનંતી નિર્જરા છે. જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓને અભિપ્રાય જણાય નહીં. જ્ઞાની પુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવાં રાગદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે. એ ભગવાનની અનંત કૃપા છે. તેને પચીસ વર્ષ થયાં છતાં તેમનાં દયા આદિ હાલ વર્તે છે. એ તેમને અનંત ઉપકાર છે. જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે.
રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ ક્લાસમાં બેસે તે તે દેહની શાતાને અર્થે નહીં. શાતા લાગે તે થર્ડ ક્લાસ કરતાંય નીચેના ક્લાસમાં બેસે, તે દિવસે આહાર લે નહીં, પણ જ્ઞાનીને દેહનું મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દેષને છેદી નાખે છેત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દેષ, સ્ત્રીઆદિના છેડી શકતું નથી. જ્ઞાની તે દોષ, મમત્વ, કષાયને તે સંગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્ભુત છે
વાડામાં કલ્યાણ નથી; અજ્ઞાનીના વાડા હોય. ટુંઢિયા શું? તપા શું? મૂર્તિ માને નહીં ને મુમતિ બાંધે તે ઢંઢિયામૂર્તિ માને ને મુમતિ ન બાંધે તે તપા; એમ તે કંઈ ધર્મ હેય ! એ તે લેટું પિતે તરે નહીં, અને બીજાને તારે નહીં તેમ. વીતરાગને માર્ગ અનાદિને છે. જેનાં રાગ, દ્વેષ અને અજ્ઞાન ગયાં તેનું કલ્યાણ; બાકી અજ્ઞાની કહે કે મારા ધર્મથી કલ્યાણ છે તે તે માનવું નહીં, એમ કલ્યાણ હેય નહીં. ઢુંઢિયાપણું કે તપાપણું માન્યું તે કષાય ચઢે. તપ ટુંઢિયા સાથે બેઠો હોય તે કષાય ચઢે, અને ઢુંઢિયે તપ સાથે બેઠાં કષાય ચઢે, આ અજ્ઞાની સમજવા. બન્ને સમજ્યા વગર વાડા બાંધી કર્મ ઉપાર્જન કરી રખડે છે. વહેરાના નાડાની માફક મતાગ્રહ પકડી બેઠા છે. મુમતિ આદિને આગ્રહ મૂકી દે.
જેમ માર્ગ શું? રાગ, દ્વેષ અને અજ્ઞાનનું જવું તે. અજ્ઞાની સાધુઓએ ભેળા જેને સમજાવી તેને મારી નાંખ્યા જેવું કર્યું છે. પિતે જે પ્રથમ વિચાર કરે કે મારા દોષ શું ઘટ્યા છે? તે તે જણાય કે જૈનધર્મ મારાથી વેગળ રહ્યો છે. જીવ અવળી સમજણ કરી પિતાનું કલ્યાણ ભૂલી જઈ, બીજાનું અકલ્યાણ કરે છે. તપા ઢુંઢિયાના સાધુને, અને ઢુંઢિયા તપાના સાધુને અન્નપાણું ન આપવા માટે પોતાના શિષ્યોને ઉપદેશ આપે છે. કુગુરુઓ એકબીજાને મળવા દેતા નથી; એકબીજાને મળવા દે તે તે કષાય ઓછા થાય, નિંદા ઘટે.
૧. માલ ભરીને નાડીથી બાંધેલા ગાડા ઉપર એક વહરાજી બેઠા હતા. તેમને ગાડું હાંકનારે કહ્યું, “રસ્તે ખરાબ છે માટે, વહોરાજી, નાડી પકડજે; નહીં તો પડી જશે.” રસ્તામાં ઘાંચ આવવાથી આંચકે આ કે વહોરાજી નીચે પડયા. ગાડાવાળાએ કહ્યું કે, “ચેતાવ્યા હતા ને નાડી કેમ ન પકડી?” વહેરાઇ બાલ્યા, “આ નાડું પકડી રાખ્યું, હજી છેાડ્યું નથી” એમ કહી સૂ થણુનું પકડલું નાડુ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org