SearchBrowseAboutContactDonate
Page Preview
Page 815
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨૬ શ્રીમદ્ રાજચંદ્ર પુસ્તક વાંચવાં, “મેહમુદ્ગર, મણિરત્નમાળા” વગેરે. દયા, સત્ય આદિ જે સાધને છે તે વિભાવને ત્યાગવાનાં સાધન છે. અંતરસ્પર્શે તે વિચારને મેટો ટેકે મળે છે. અત્યાર સુધીનાં સાધને વિભાવના ટેકા હતા; તેને સાચાં સાધનેથી જ્ઞાનીપુરુષ હલાવે છે. કલ્યાણ કરવાનું હોય તેને સત્સાધન અવશ્ય કરવાનાં છે. સત્સમાગમમાં જીવ આવ્યો, ને ઇદ્રિનું લુબ્ધપણું ન જાય તે સત્સમાગમમાં આવ્યું નથી એમ સમજવું. સત્ય બેલે નહીં ત્યાં સુધી ગુણ પ્રગટે નહીં. પુરુષ હાથે ઝાલીને વ્રત આપે ત્યારે લે. જ્ઞાની પુરુષ પરમાર્થને જ ઉપદેશ આપે છે. મુમુક્ષુઓએ સાચાં સાધને સેવવાં મેગ્ય છે. સમકિતનાં મૂળ બાર વ્રત – સ્થૂળ પ્રાણાતિપાત, સ્થૂળ મૃષાવાદ આદિ. બધાં સ્થૂળ કહી જ્ઞાનીએ આત્માને ઓર જ માર્ગ સમજાવ્યો છે. વ્રત બે પ્રકારનાં છે – (૧) સમકિત વગર બાહ્યવ્રત છે, (૨) સમકિતસહિત અંતત્રત છે. સમકિતસહિત બાર વ્રતને પરમાર્થ સમજાય તે ફળ થાય. આધવ્રત અંતરદ્રતને અર્થે છે. જેવી રીતે એકડો શીખવા માટે લીટોડા છે તેમાં પ્રથમ તે લીડા કરતાં એકડો વાંકોચૂકે થાય; અને એમ કરતાં કરતાં પછી એકડે બરાબર થાય. જીવે જે જે સાંભળ્યું છે તે તે અવળું જ ગ્રહણ કર્યું છે. જ્ઞાની બિચારા શું કરે? કેટલુંક સમજાવે? સમજાવવાની રીતે સમજાવે. મારી કૂટીને સમજાવ્યું આત્મજ્ઞાન થાય નહીં. આગળ જે જે વ્રતાદિ ક્યાં છે તે અફળ ગયાં, માટે હવે પુરુષની દ્રષ્ટિએ તેને પરમાર્થ જુદો જ સમજાશે. સમજીને કરો. એક ને એક વ્રત હોય પણ મિથ્યાવૃષ્ટિની અપેક્ષાએ બંધ છે; અને સમ્યફદ્રષ્ટિની અપેક્ષાએ નિર્જરા છે. પૂર્વે જે વ્રતાદિ નિષ્ફળ ગયાં છે તે હવે સફળ થવા યોગ્ય સન્દુરુષને જગ થયું છે, માટે પુરુષાર્થ કરવે; સદાચરણ ટેકસહિત સેવવાં, મરણ આવ્યું પણ પાછા હઠવું નહીં. આરંભ, પરિગ્રહથી જ્ઞાનીનાં વચને શ્રવણ થતાં નથી, મનન થતાં નથી, નહીં તે દશા બદલાયા વિના કેમ રહે? આરંભ પરિગ્રહનું સંક્ષેપણું કરવું. વાંચવામાં ચિત્ત ચોંટે નહીં તેનું કારણ નીરસપણું લાગે છે. જેવી રીતે માણસ નીરસ આહાર કરી બેસે તે પછી ઉત્તમ ભેજન ભાવે નહીં તેવી રીતે. જ્ઞાનીઓએ કહ્યું છે તેથી જીવ અવળે ચાલે છે એટલે સત્પષની વાણી ક્યાંથી પરિણામ પામે? લોકલાજ પરિગ્રહ આદિ શલ્ય છે. એ શલ્યને લઈને જીવનું પાણી ભભકતું નથી. તે શલ્યને સંપુરૂષનાં વચનરૂપી ટાંકણે કરી તડ પડે તે પાણી ભભકી ઊઠે. જીવના શલ્ય, દેશે હજાર દિવસના પ્રયત્ન પણ જાતે ન ટળે, પણ સત્સંગને વેગ એક મહિના સુધી થાય, તે ટળે; ને રસ્તે જીવ ચાલ્યા જાય. કેટલાક હળુકર્મી સંસારી જી ને છોકરા ઉપર મેહ કરતાં જેટલે અરેરાટ આવે છે તેટલે પણ હાલના કેટલાક સાધુઓને શિષ્યો ઉપર મોહ કરતાં આવતું નથી તૃષ્ણાવાળે નર નિત્ય ભિખારી; સંતેજવાળે જીવ સદા સુખી. સાચા દેવનું, સાચા ગુરુનું, સાચા ધર્મનું એાળખાણ થવું બહુ મુશ્કેલ છે. સાચા ગુરુનું ઓળખાણ થાય, તેને ઉપદેશ હોય, તે દેવ, સિદ્ધ, ધર્મ એ બધાનું ઓળખાણ થાય. બધાનું સ્વરૂપ સદ્ગુરુમાં સમાય. સાચા દેવ અહંત, સાચા ગુરુ નિગ્રંથ, સાચા હરિ રાગદ્વેષ ને અજ્ઞાન જેનાં ગયાં છે તે. ગ્રંથિરહિત એટલે ગાંડરહિત. મિથ્યાત્વ તે અંતરુગ્રંથિ છે; પરિગ્રહ તે બાહ્યગ્રંથિ છે. મૂળમાં અત્યંતરગ્રંથિ ન છેદાય ત્યાં સુધી ધર્મનું સ્વરૂપ સમજાય નહીં. જેની ગ્રંથિ ગઈ છે તેવા પુરૂષ મળે તે ખરેખરું કામ થાય; તેમાં વળી તેના સમાગમમાં રહે, તે વિશેષ કલ્યાણ થાય. જે મૂળ ગાંઠ દવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે, ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુક્તિ થતી નથી તે દુઃખ દવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy