________________
ઉપદેશ છાયા
૭૫ પરમાર્થથી શુદ્ધ કર્તા કહેવાય. પ્રત્યાખ્યાની, અપ્રત્યાખ્યાની ખપાવ્યા છે માટે શુદ્ધ વ્યવહારના કર્તા છે. સમકિતીને અશુદ્ધ વ્યવહાર ટાળવાને છે. સમકિતી પરમાર્થથી શુદ્ધ કર્યા છે.
નયના પ્રકાર ઘણા છે; પણ જે પ્રકાર વડે આત્મા ઊંચે આવે, પુરુષાર્થ વર્ધમાન થાય તે જ પ્રકાર વિચારો. પ્રત્યેક કાર્ય કરતાં પિતાની ભૂલ ઉપર લક્ષ રાખે. એક સમ્યફ ઉપગ થાય, તે પિતાને અનુભવ થાય કે કેવી અનુભવદશા પ્રગટે છે!
સત્સંગ હોય તે બધા ગુણે સહેજે થાય. દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અધરહિત કરવાં, લેકેને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. મનષ્ય અવતાર માન્યો છે, ને સદાચાર નહીં સેવે, તે પસ્તાવાનું થશે. મનુષ્ય અવતારમાં સત્યરુષનું વચન સાંભળવાને, વિચારવાને વેગ મળે છે.
સત્ય બોલવું એ કાંઈ મુશકેલ નથી, સાવ સહજ છે. જે વેપારાદિ સત્ય વડે થાય તે જ કરવાં. જે છ મહિના સુધી એમ વર્તાય તે પછી સત્ય બોલવું સહજ થઈ જાય છે. સત્ય બોલતાં કદાચ છેડે વખત પ્રથમ થોડું નુકસાન પણ થાય; પણ પછી અનંત ગુણને ધણી જે આત્મા તે આખે લૂંટાઈ જાય છે તે લૂંટાતે બંધ પડે. સત્ય બેલતાં ધીમે ધીમે સહજ થઈ જાય છે, અને થયા પછી વ્રત લેવું, અભ્યાસ રાખ; કેમકે ઉત્કૃષ્ટ પરિણામવાળા આત્મા વિરલા છે.
જીવ જે લૌકિક ભયથી ભય પામે તેનાથી કાંઈ પણ થાય નહીં. લેક ગમે તેમ બેલે તેની દરકાર ન કરતાં આત્મહિત જેનાથી થાય તેવાં સદાચરણ સેવવાં. '
જ્ઞાન જે કામ કરે છે તે અદ્દભુત છે. પુરુષનાં વચન વગર વિચાર આવતું નથીવિચાર વિના વૈરાગ્ય આવે નહીં, વૈરાગ્ય, વિચાર વગર જ્ઞાન આવે નહીં. આ કારણથી પુરુષનાં વચને વારંવાર વિચારવાં.
ખરેખરી આશંકા ટળે તે ઘણી નિર્જરા થાય છે. જીવ જે સપુરુષને માર્ગ જાણતા હોય, તેને તેને વારંવાર બોધ થતું હોય, તે ઘણું ફળ થાય.
સાત નય અથવા અનંત નય છે, તે બધા એક આત્માર્થે જ છે, અને આત્માર્થ તે જ એક ખરે નય. નયન પરમાર્થ જીવથી નીકળે તે ફળ થાય? છેવટે ઉપશમભાવ આવે તે ફળ થાય; નહીં તે જીવને નયનું જ્ઞાન જાળરૂપ થઈ પડે, અને તે વળી અહંકાર વધવાનું ઠેકાણું છે. સત્યરુષના આશ્રયે જાળ ટળે.
વ્યાખ્યાનમાં ભંગાળ, રાગ (સ્વર) કહી સંભળાવે છે, પણ તેમાં આત્માર્થ નથી. જે સતપુરુષના આશ્રયે કષાયાદિ મેળા પાડો, ને સદાચાર સેવી અહંકારરહિત થાઓ, તે તમારું અને બીજાનું હિત થાય. દંભરહિત, આત્માર્થે સદાચાર સેવવા જેથી ઉપકાર થાય.
ખારી જમીન હોય, ને તેમાં વરસાદ પડે તે શું કામ આવે? તેમ જ્યાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં તેવી સ્થિતિ હોય ત્યાં સુધી તે શું કામની? જયાં સુધી ઉપદેશવાત આત્મામાં પરિણમે નહીં ત્યાં સુધી ફરી ફરી સાંભળવી, વિચારવી, તેને કેડે મૂકે નહીં, કાયર થવું નહીં, કાયર થાય તે આત્મા ઊંચે આવે નહીં. જ્ઞાનને અભ્યાસ જેમ બને તેમ વધાર; અભ્યાસ રાખવે તેમાં કુટિલતા કે અહંકાર રાખવાં નહીં.
આત્મા અનંત જ્ઞાનમય છે. એટલે અભ્યાસ વધે તેટલો ઓછે છે. “સુંદરવિલાસ વગેરે વાંચવાને અભ્યાસ રાખવો. ગચ્છનાં કે મતમતાંતરનાં પુસ્તક હાથમાં લેવાં નહીં. પરંપરાએ પણ કદાગ્રહ આવ્યો, તે જીવ પાછો માર્યો જાય; માટે તેના કદાગ્રહની વાતમાં પડવું નહીં. તેથી છેટે રહેવું, દૂર રહેવું. જે પુસ્તકથી વૈરાગ્ય ઉપશમ થાય તે સમકિતવૃષ્ટિનાં પુસ્તક છે. વૈરાગ્યવાળાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org