________________
૭૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
હોય નહીં. મિથ્યાત્વ, અત્રત, પ્રમાદ, કષાય, ચૈાગ બધાથી મુકાણા તેને કર્મે આવતાં નથી; એટલે તેને કર્મ રાકવાનાં હોય નહીં. એક હજારની રકમ હોય; અને પછી ઘેાડે થાડે પૂરી કરી દીધી એટલે ખાતું બંધ થયું, તેની પેઠે. પાંચ કારણેા કર્મનાં હતાં તે સંવર, નિર્જરાથી પૂર્ણ કર્યાં એટલે પાંચ કારણારૂપી ખાતું બંધ થયું; એટલે પછી ફરી કોઈ રીતે પ્રાપ્ત થાય જ નહીં.
ધર્મસંન્યાસ = ક્રોધ, માન, માયા, લેાભ આદિ દોષા છેવા તે.
જીવ તે સદાય જીવતા જ છે. તે કઈ વખત ઊંધતા નથી કે મરતા નથી; મરવા સંભવતા નથી. સ્વભાવે સર્વે જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છ્વાસ વિના કોઈ જીવ ોવામાં આવતા નથી, તેમ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વિના કોઈ જીવ નથી.
આત્માને નિંદવે, અને એવા ભેદ કરવા કે જેથી વૈરાગ્ય આવે; સંસાર ખાટો લાગે. ગમે તે મરણ પામે, પણ જેની આંખમાંથી આંસુ આવે, સંસાર અસાર જાણી જન્મ, જરા, મરણુ મહાભયંકર જાણી વૈરાગ્ય પામી આંસુ આવે તે ઉત્તમ છે. પેાતાના છોકરા મરણ પામે, ને રુએ તેમાં કાંઈ વિશેષ નથી, તે તા મહુનું કારણ છે.
આત્મા પુરુષાર્થ કરે તે શું ન થાય ? મોટા મોટા પર્વતાના પર્વતે છેદી નાંખ્યા છે; અને કેવા કેવા વિચાર કરી તેને રેલવેના કામમાં લીધા છે! આ તા બહારનાં કામ છે છતાં જય કર્યાં છે. આત્માને વિચારવા એ કાંઈ બહારની વાત નથી. અજ્ઞાન છે તે મટે તે જ્ઞાન થાય.
અનુભવી વૈદ્ય તે દવા આપે, પણ દરદી ને ગળે ઉતારે તે રોગ મટે; તેમ સદ્ગુરુ અનુભવ કરીને જ્ઞાનરૂપ દવા આપે, પણ મુમુક્ષુ ગ્રહણ કરવારૂપ ગળે ઉતારે ત્યારે મિથ્યાત્વરૂપ રાગ ટળે. બે ઘડી પુરુષાર્થ કરે, તેા કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવા પુરુષાર્થ કરે, તાપણુ એ ઘડીમાં તૈયાર થાય નહીં; તે પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો.
જે વાતા જીવને મંદ કરી નાખે, પ્રમાદી કરી નાખે તેવી વાત સાંભળવી નહીં. એથી જ જીવ અનાદિથી રખડ્યો છે. ભવસ્થિતિ, કાળ આદિનાં આલંબન લેવાં નહીં. એ બધાં બહાનાં છે. જીવને સંસારી આણંખના, વિટંખણાએ મૂકવાં નથી; ને ખાટાં આર્લેખન લઈને કહે છે કે કર્મનાં દળિયાં છે એટલે મારાથી કાંઈ ખની શકતું નથી. આવાં આલંબને લઇ પુરુષાર્થ કરતા નથી. જો પુરુષાર્થ કરે, ને ભવસ્થિતિ કે કાળ નડે ત્યારે તેના ઉપાય કરીશું; પણ પ્રથમ પુરુષાર્થ કરવા. સાચા પુરુષની આજ્ઞા આરાધે તે પરમાર્થરૂપ જ છે. તેમાં લાભ થાય. એ વેપાર
લાભના જ છે.
જે માણસે લાખો રૂપિયા સામું પાછું વાળીને જોયું નથી, તે હવે હજારના વેપારમાં બહાનાં કાઢે છે; તેનું કારણ અંતરથી આત્માર્થે કરવાની ઇચ્છા નથી. જે આત્માર્થી થયા તે પાછું વાળીને સામું જોતા નથી. પુરુષાર્થ કરી સામા આવી જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે આવરણ, સ્વભાવ, ભવસ્થિતિ પાકે ત્યારે ? તે કહે કે પુરુષાર્થ કરે ત્યારે.
પાંચ કારણા મળે ત્યારે મુક્ત થાય. તે પાંચે કારણેા પુરુષાર્થમાં રહ્યાં છે. અનંતા ચેાથા આરા મળે, પણ પાતે જો પુરુષાર્થ કરે તે જ મુક્તિ પ્રાપ્ત થાય. જીવે અનંતા કાળથી પુરુષાર્થ કર્યાં નથી. બધાં ખાટાં આલંબને લઈ માર્ગ આડાં વિજ્ઞો નાંખ્યાં છે. કલ્યાણવૃત્તિ ઊગે ત્યારે ભવસ્થિતિ પાકી જાણવી. શૂરાતન હોય તેા વર્ષનું કામ એ ઘડીમાં કરી શકાય.
પ્રશ્ન :-વ્યવહારમાં ચેાથા ગુણસ્થાનકે કયા કયા વ્યવહાર લાગુ પડે? શુદ્ધે વ્યવહાર કે બીજા ખરા ?
ઉત્તર :~~~~ ખીજા બધાય લાગુ પડે. ઉદયથી શુભાશુભ વ્યવહાર છે; અને પરિણતિએ શુદ્ધ
વ્યવહાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org