________________
ઉપદેશ છાયા
૭૨૩ આખો દિવસ બન્યા કરે છે. બાહ્ય ઉપયોગ તૃષ્ણની વૃદ્ધિ થવાનું નિમિત્ત છે. જીવ મોટાઈને લીધે તૃષ્ણ વધારે છે. તે મેટાઈ રાખીને મુક્તપણું થતું નથી. જેમ બને તેમ મેટાઈ, તૃષ્ણ પાતળાં પાડવાં. નિર્ધન કેણુ? ધન માગે, ઈચ્છે તે નિર્ધન; જે ન માગે તે ધનવાન છે. જેને વિશેષ લક્ષ્મીની તૃષ્ણ તેની દુઃખધા, બળતરા છે, તેને જરા પણ સુખ નથી. લેક જાણે છે કે શ્રીમંત સુખી છે, પણ વસ્તુતઃ તેને રોમે રોમે બળતરા છે. માટે તૃષ્ણ ઘટાડવી.
આહારની વાત એટલે ખાવાના પદાર્થોની વાત તુચ્છ છે તે કરવી નહીં. વિહારની એટલે સ્ત્રી, કીડા આદિની વાત ઘણી તુચ્છ છે. નિહારની વાત તે પણ ઘણી તુચ્છ છે. શરીરનું શાતાપણું કે દીનપણું એ બધી તુચ્છપણની વાત કરવી નહીં. આહાર વિષ્ટા છે. વિચારે કે ખાધા પછી વિષ્ટા થાય છે. વિષ્ટા ગાય ખાય તે દૂધ થાય છે, ને વળી ખેતરમાં ખાતર નાખતાં અનાજ થાય છે. આવી રીતે ઉત્પન્ન થયેલ અનાજને જે આહાર તેને વિષ્ટાતુલ્ય જાણુ, તેની ચર્ચા ન કરવી. તે તુચ્છ વાત છે.
સામાન્ય જીવોથી સાવ મૌનપણે રહેવાય નહીં; ને રહે તે અંતરની કલપના મટે નહીં, અને જ્યાં સુધી ક૯૫ના હોય ત્યાં સુધી તેને માટે રસ્તો કાઢવો જ જોઈએ. એટલે પછી લખીને કલ્પના બહાર કાઢે. પરમાર્થકામમાં બોલવું, વ્યવહારકામમાં પ્રયોજન વગર લવારી કરવી નહીં. જ્યાં કડાકૂટ થતી હોય ત્યાંથી દૂર રહેવું, વૃત્તિ ઓછી કરવી.
ક્રોધ, માન, માયા, લેભ મારે પાતળાં પાડવાં છે એ જ્યારે લક્ષ થશે, જયારે એ લક્ષમાં થોડું થોડું પણ વર્તાશે ત્યાર પછી સહજરૂપ થશે. બાહ્ય પ્રતિબંધ, અંતર પ્રતિબંધ આદિ આત્માને આવરણ કરનાર દરેક દૂષણ જાણવામાં આવે કે તેને ખસેડવાને અભ્યાસ કરે. ક્રોધાદિ થડે થેડે પાતળા પાડ્યા પછી સહજરૂપે થશે. પછી નિયમમાં લેવા માટે જેમ બને તેમ અભ્યાસ રાખવો. અને તે વિચારમાં વખત ગાળવો. કોઈના પ્રસંગથી કોધાદિ ઊપજવાનું નિમિત્ત ગણીએ છીએ તે ગણવું નહીં. તેને ગણકારવું નહીં; કેમકે તે કોધ કરીએ તે થાય. જ્યારે પિતાના પ્રત્યે કઈ ક્રોધ કરે, ત્યારે વિચાર કરો કે તે બિચારાને હાલ તે પ્રકૃતિનો ઉદય છે; એની મેળે ઘડીએ, બે ઘડીએ શાંત થશે. માટે જેમ બને તેમ અંતવિચાર કરી પિતે સ્થિર રહેવું. ક્રોધાદિ કષાય આદિ દોષને હમેશાં વિચારી વિચારી પાતળા પાડવા. તૃણ ઓછી કરવી, કારણ કે તે એકાંત દુઃખદાયી છે. જેમ ઉદય હશે તેમ બનશે; માટે તૃષ્ણ અવશ્ય ઓછી કરવી. અંતરવૃત્તિને આવરણ છે માટે બાહ્ય પ્રસંગે જેમ બને તેમ ઓછા કરતા રહેવું.
ચેલાતીપુત્ર કેઈનું માથું કાપી લાવ્યો હતો. ત્યાર બાદ જ્ઞાનીને મળે; અને કહ્યું કે મેક્ષ આપ; નહીં તે માથું કાપી નાખીશ. પછી જ્ઞાનીએ કહ્યું કે બરાબર નક્કી કહે છે? વિવેક (સાચાને સાચું સમજવું), શમ (બધા ઉપર સમભાવ રાખ), અને ઉપશમ (વૃત્તિઓને બહાર જવા દેવી નહીં અને સંતવૃત્તિ રાખવી) વિશેષ વિશેષ આત્મામાં પરિણમાવવાથી આત્માને મેક્ષ થાય છે.
કે એક સંપ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુકિત કરતાં, એ જસદ% કરતાં ચાર ગતિ સારી, સુખદુઃખને પિતાને અનુભવ તે રહે.
વેદાંતવાળા બ્રહ્મમાં સમાઈ જવારૂપ મુક્તિ માને છે, તેથી ત્યાં પિતાને પિતાને અનુભવ રહેતા નથી. પૂર્વમીમાંસક દેવલોક માને છે, ફરી જન્મ, અવતાર થાય એ માક્ષ માને છે. સર્વયા મક્ષ થતું નથી, થતું હોય તે બંધાય નહીં, બંધાય તે છૂટે નહીં. શુક્રિયા કરે તેનું શુભફળ થાય, પાછું સંસારમાં આવવું-જવું થાય એમ સર્વથા મેક્ષ ના થાય એવું પૂર્વમીમાંસકે માને છે.
સિદ્ધમાં સંવર કહેવાય નહીં, કેમકે ત્યાં કર્મ આવતું નથી, એટલે પછી રોકવાનું પણ હોય નહીં. મુક્તને વિષે સ્વભાવ સંભવે, એક ગુણથી, અંશથી તે સંપૂર્ણ સુધી. સિદ્ધદશામાં સ્વભાવસુખ પ્રગટ્યું. કર્મનાં આવરણે મટ્યાં એટલે સંવર, નિર્જરા હવે કોને રહે? ત્રણ યોગ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org