________________
૭૨૦
શ્રીમદ્ રાજચંદ્ર કારણો મળે તે કર્મ ટળે. તરવાના કામી હોય તે ભવસ્થિતિ આદિનાં આલંબન ખેતાં કહે છે. તરવાના કામી કોને કહેવાય? જે પદાર્થને જ્ઞાની ઝેર કહે તેને ઝેર જાણી મૂકે, અને જ્ઞાનીની આજ્ઞા આરાધે તેને તરવાના કામી કહેવાય.
ઉપદેશ સાંભળવાની ખાતર સાંભળવાના કામીએ કર્મરૂપ ગોદડું ઓઢ્યું છે તેથી ઉપદેશરૂપ લાકડી લાગતી નથી. તરવાના કામી હોય તેણે ધેતિયારૂપ કર્મ ત્યાં છે તેથી ઉપદેશરૂપ લાકડી પહેલી લાગે. શાસ્ત્રમાં અભયના તાર્યા તરે એમ કહ્યું નથી. ભંગીમાં એમ અર્થ નથી. ટુંઢિયાના ધરમશી નામના મુનિએ એની ટીકા કરી છે. પિતે તર્યા નથી, ને બીજાને તારે છે એને અર્થ આંધળે માર્ગ બતાવે તેવો છે. અસગુરુઓ આવાં છેટાં આલંબન દે છે.
જ્ઞાનાપેક્ષાએ સર્વવ્યાપક, સચ્ચિદાનંદ એ હું આત્મા એક છું” એમ વિચારવું, ધ્યાવવું. નિર્મળ, અત્યંત નિર્મળ, પરમશુદ્ધ, ચૈતન્યઘન, પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે તે “આત્મા” છે. જે સર્વને જાણે છે તે “આત્મા” છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે “આત્મા” છે. ઉપગમય “આત્મા” છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ “આત્મા” છે.
આત્મા છે. આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે. અનુત્પન્ન અને અમિલનસ્વરૂપ હોવાથી “આત્મા નિત્ય છેભ્રાંતિપણે પરભાવને કર્તા છે. તેના “ફળને ભક્તા છે?” ભાન થયે “સ્વભાવપરિણામી છે. સર્વથા સ્વભાવપરિણામ તે મિક્ષ છે? સદ્ગુરુ, સત્સંગ, સન્શાસ્ત્ર, સવિચાર અને સંયમાદિ તેનાં “સાધન છે. આત્માના અસ્તિત્વથી માંડી નિર્વાણ સુધીનાં પદ સાચાં છે, અત્યંત સાચાં છે. કેમકે પ્રગટ અનુભવમાં આવે છે. બ્રાંતિ પણે આત્મા પરભાવને કર્તા હોવાથી શુભાશુભ કર્મની ઉત્પત્તિ થાય છે. કર્મ સફળ હોવાથી તે શુભાશુભ કર્મ આત્મા ભેગવે છે. માટે ઉત્કૃષ્ટ શુભથી ઉત્કૃષ્ટ અશુભ સુધીનાં ન્યૂનાધિક પર્યાય ભેગવવારૂપ ક્ષેત્ર અવશ્ય છે.
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપગે, તન્મયાકાર, સહજસ્વભાવે, નિવિકલ્પપણે આત્મા પરિણમે તે કેવળજ્ઞાન છે. તથારૂપ પ્રતીતિ પણે પરિણમે તે “સમ્યક્ત્વ છે. નિરંતર તે પ્રતીતિ વત્ય કરે તે “ક્ષાયિકસમ્યકત્વ' કહીએ છીએ. ક્વચિત મંદ, ક્વચિત તીવ્ર, વચિત વિસર્જન, ચિત સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને “ક્ષયોપશમ સમ્યકત્વ' કહીએ છીએ. તે પ્રતીતિને સત્તાગત આવરણ ઉદય આવ્યાં નથી ત્યાં સુધી “ઉપશમ સમ્યકત્વ' કહીએ છીએ. આત્માને આવરણ ઉદય આવે ત્યારે તે પ્રતીતિથી પડી જાય છે, તેને “સાસ્વાદન સમ્યકત્વ' કહીએ છીએ. અત્યંત પ્રતીતિ થવાના યોગમાં સત્તાગત અ૯૫ પુદ્ગલનું વેદવું જ્યાં રહ્યું છે, તેને “વેદક સમ્યકત્વ” કહીએ છીએ. તથારૂપ પ્રતીતિ થયે અન્યભાવ સંબંધી અહંમમત્વાદિ, હર્ષ, શેક કમે કરી ક્ષય થાય. મનરૂપ ગમાં તારતમ્યસહિત જે કોઈ ચારિત્ર આરાધે તે સિદ્ધિ પામે છે અને જે સ્વરૂપસ્થિરતા ભજે તે “સ્વભાવસ્થિતિ પામે છે. નિરંતર સ્વરૂપલાભ, સ્વરૂપાકાર ઉપગનું પરિણમન એ આદિ સ્વભાવ અંતરાયકર્મના ક્ષયે પ્રગટે છે. કેવળ–સ્વભાવપરિણામી જ્ઞાન તે “કેવળજ્ઞાન” છે.
૧૧ આણંદ, ભાદરવા વદ ૧, ભેમ, ૧૯૫૨ જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ’ નામના જૈનસૂત્રમાં એમ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી. આ ઉપરથી એમ ન સમજવું કે મિથ્યાત્વનું ટાળવું, અને તે મિથ્યાત્વ ટળવારૂપ મોક્ષ નથી. મિથ્યાત્વ
મક્ષ છે; પણ સર્વથા એટલે આત્યંતિક દેહરહિત મોક્ષ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે સર્વ પ્રકારનું કેવળજ્ઞાન હોય નહીં, બાકી સમ્યકત્વ હોય નહીં, એમ હોય નહીં. આ કાળમાં મોક્ષના નહીં હોવાપણુની આવી વાત કોઈ કહે તે સાંભળવી નહીં. સત્પષની વાત પુરુષાર્થને મંદ કરવાની હોય નહીં, પુરુષાર્થને ઉત્તેજન આપવાની હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org