________________
ઉપદેશ છાયા
૭૧૯ ભવસ્થિતિ, પંચમકાળમાં મોક્ષને અભાવ આદિ શંકાઓથી જીવે બાહ્ય વૃત્તિ કરી નાખી છે; પણ જે આવા જીવો પુરુષાર્થ કરે, ને પંચમકાળ મેક્ષ થતાં હાથ ઝાલવા આવે ત્યારે તેને ઉપાય અમે લઈશું. તે ઉપાય કાંઈ હાથી નથી, ઝળહળતે અગ્નિ નથી. મફતને જીવને ભડકાવી દીધું છે. જ્ઞાનીનાં વચન સાંભળી યાદ રાખવાં નથી, જીવને પુરુષાર્થ કરે નથી; અને તેને લઈને બહાનાં કાઢવાં છે. આ પિતાને વાંક સમજ. સમતાની, વૈરાગ્યની વાત સાંભળવી, વિચારવી. બાહા વાતે જેમ બને તેમ મૂકી દેવી. જીવ તરવાને કામી હોય, ને સદ્દગુરુની આજ્ઞાએ વર્તે, તે બધી વાસનાઓ જતી રહે.
સદૂગુરુની આજ્ઞામાં બધાં સાધને સમાઈ ગયાં. જે જીવે તરવાના કામી હોય છે તેની બધી વાસનાને નાશ થાય છે. જેમ કેઈ સે પચાસ ગાઉ વેગળ હોય, તે બેચાર દિવસે પણ ઘર ભેગો થાય, પણ લાખો ગાઉ વેગળો હોય તે એકદમ ઘર ભેગો ક્યાંથી થાય ? તેમ આ જીવ કલ્યાણમાર્ગથી થડ વેગળા હોય, તે તે કેઈક દિવસ કલ્યાણ પામે, પણ જ્યાં સાવ ઊંધે રસ્તે હોય ત્યાં ક્યાંથી પાર પામે?
દેહાદિનો અભાવ થવે, મૂછને નાશ થવે તે જ મુક્તિ. એક ભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઈએ. અજ્ઞાન ગયા પછી એક ભવ કાંઈ વિસાતમાં નથી. લાખે ભવ ગયા ત્યારે એક ભવ તે શું હિસાબમાં ? - હાય મિથ્યાત્વ ને માને છઠું કે સાતમું ગુણસ્થાનક, તેનું શું કરવું? ચેથા ગુણસ્થાનકની સ્થિતિ કેવી હોય? ગણધર જેવી મોક્ષમાર્ગની પરમ પ્રતીતિ આવે એવી.
તરવાને કામી હોય તે માથું કાપીને આપતાં પાછા હઠે નહીં. શિથિલ હોય તે સહેજ પગ ધોવા જેવું કુલક્ષણ હોય તે પણ મૂકી શકે નહીં, અને વીતરાગની વાત મેળવવા જાય. વીતરાગ જે વચન કહેતાં ડર્યા છે તે અજ્ઞાની સ્વછંદે કરી કહે છે, તે તે કેમ છૂટશે?
મહાવીર સ્વામીના દીક્ષાના વરઘેડાની વાતનું સ્વરૂપ જે વિચારે તે વૈરાગ્ય થાય. એ વાત અદૂભુત છે. તે ભગવાન અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્યચારિત્ર લીધું ત્યારે મેક્ષે ગયા.
જ અવિરતિ શિષ્ય હોય તે તેની સરભરા કેમ કરાય? રાગદ્વેષ મારવા માટે નીકળ્યા, અને તેને તે કામમાં આણ્યા ત્યારે રાગદ્વેષ કયાંથી જાય? જિનનાં આગમને જે સમાગમ થયે હોય,
પિતાના ક્ષયપશમ પ્રમાણે થયા હોય, પણ સદ્ગુરુના જોગ પ્રમાણે ન થયા હોય. સદ્દગુરુને જોગ મળે તેની આજ્ઞા પ્રમાણે ચાલ્યો તેને ખરેખ રાગદ્વેષ ગયે.
ગંભીર રોગ મટાડવા માટે ખરી દવા તરત ફળ આપે છે. તાવ તે એક બે દિવસે પણ મટે.
માર્ગ અને ઉન્માર્ગનું ઓળખાણ થવું જોઈએ. “તરવાને કામી' એ શબ્દ વાપરે ત્યાં અભવ્યનું પ્રશ્ન થતું નથી. કામી કામમાં પણ ભેદ છે.
પ્રશ્ન :- પુરુષ કેમ ઓળખાય?
ઉત્તર :- સત્પરુષે તેમનાં લક્ષણથી ઓળખાય. સત્પરુષોનાં લક્ષણ - તેઓની વાણીમાં પૂર્વાપર અવિરેધ હોય, તેઓ ક્રોધને જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, મનને જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણું પરમાર્થરૂપ જ હોય છે, તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણું સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રે પણ છાશબાકળ જેવાં લાગે. સદ્ગુરુ અને અસદ્દગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઈએ. તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તે કર્મ ટળે. સદ્દગુરૂ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણે મળે તે કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org