SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૨૧ ઝેર ને અમૃત સરખાં છે એમ જ્ઞાનીઓએ કહ્યું હોય તે તે અપેક્ષિત છે. ઝેર અને અમૃત સરખાં કહેવાથી ઝેર પ્રહણ કરવાનું કહ્યું છે એમ નથી. આ જ રીતે શુભ અને અશુભ બને કિયાના સંબંધમાં સમજવું. ક્રિયા, શુભ અને અશુભને નિષેધ કહ્યો હોય તે મોક્ષની અપેક્ષાએ છે. તેથી કરી શુભ અને અશુભ ક્રિયા સરખી છે એમ ગણી લઈ અશુભ ક્રિયા કરવી, એવું જ્ઞાની પુરુષનું કથન હોય જ નહીં. પુરુષનું વચન અધર્મમાં ધર્મનું સ્થાપન કરવાનું હોય જ નહીં. જે ક્રિયા કરવી તે નિ દંભ પણે, નિરહંકારપણે કરવી; ક્રિયાના ફળની આકાંક્ષા રાખવી નહીં. શુભ ક્રિયાને કાંઈ નિષેધ છે જ નહીં, પણ જ્યાં જ્યાં શુભ ક્રિયાથી મોક્ષ માને છે ત્યાં ત્યાં નિષેધ છે. શરીર ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. મન ઠીક રહે તે પણ એક જાતની સમાધિ. સહજસમાધિ એટલે બાહ્ય કારણ વગરની સમાધિ. તેનાથી પ્રમાદાદિ નાશ થાય. જેને આ સમાધિ વર્તે છે, તેને પુત્ર મરણાદિથી પણ અસમાધિ થાય નહીં, તેમ તેને કોઈ લાખ રૂપિયા આપે તે આનંદ થાય નહીં, કે કઈ પડાવી લે તે ખેદ થાય નહીં. જેને શાતા અશાતા અને સમાન છે તેને સહજસમાધિ કહી. સમતિદ્રષ્ટિને અલ્પ હર્ષ, અ૫ શેક ક્વચિત્ થઈ આવે પણ પાછો સમાવેશ પામી જાય, અંગને હર્ષ ન રહે, ખેદ થાય તે ખેંચી લે. તે “આમ થવું ન ઘટે એમ વિચારે છે, અને આત્માને નિંદે છે. હર્ષ શેક થાય તે પણ તેનું (સમકિતનું) મૂળ જાય નહીં. સમકિતદ્રષ્ટિને અંશે સહજપ્રતીતિ પ્રમાણે સદાય સમાધિ છે. કનકવાની દોરી જેમ હાથમાં છે તેમ સમક્તિદ્રષ્ટિના હાથમાં તેની વૃત્તિરૂપી દોરી છે. સમકિતવૃષ્ટિ જીવને સહજસમાધિ છે. સત્તામાં કર્મ રહ્યાં હોય, પણ પિતાને સહજસમાધિ છે. બહારનાં કારણેથી તેને સમાધિ નથી, આત્મામાંથી મેહ ગયે તે જ સમાધિ છે. પોતાના હાથમાં દોરી નથી તેથી મિથ્યાવૃષ્ટિ બહારનાં કારણેમાં તદાકાર થઈ જઈ તે રૂપ થઈ જાય છે. સમકિતવૃષ્ટિને બહારનાં દુઃખ આવ્યે ખેદ હોય નહીં; જેકે રેગ ના આવે એવું ઈચછે નહીં, રાગ આવ્યે રાગદ્વેષ પરિણામ થાય નહીં. શરીરને ધર્મ, રેગાદિ જે હોય તે કેવળીને પણ થાય; કેમકે વેદનીયકર્મ છે તે તે સર્વેએ ભેગવવું જ જોઈએ. સમક્તિ આવ્યા વગર કોઈને સહજસમાધિ થાય નહીં. સમકિત થવાથી સહેજે સમાધિ થાય. સમકિત થવાથી સહેજે આસક્તભાવ મટી જાય. બાકી આસક્તભાવને અમથી ના કહેવાથી બંધ રહે નહીં. પુરુષના વચન પ્રમાણે, તેની આજ્ઞા પ્રમાણે વર્તે તેને સમતિ અંશે થયું. બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી, પ્રત્યક્ષ સત્પરુષની આજ્ઞાએ વચન સાંભળવાં તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવાં તે સમતિ થાય. શાસ્ત્રમાં કહેલ મહાવીરસ્વામીની આજ્ઞાથી દરેક વર્તે તેવા પ્રકારના છ હાલમાં નથી; કેમકે તેમને થયાં ૨૫૦૦ વર્ષ થયાં માટે પ્રત્યક્ષજ્ઞાની જોઈએ. કાળ વિકરાળ છે. કુગુરુઓએ લોકોને અવળો માર્ગ બતાવી ભુલાવ્યા છે, મનુષ્યપણું લૂંટી લીધું છે, એટલે જીવ માર્ગમાં કેમ આવે? જેકે કુગુરુઓએ લૂંટી લીધા છે, પણ તેમાં તે બિચારાઓને વાંક નથી, કેમકે કુગુરુને પણ તે માર્ગની ખબર નથી. કુગુરુને કોઈ પ્રશ્નને જવાબ ના આવડે પણ કહે નહીં કે “મને આવડતું નથી. જે તેમ કહે તે કર્મ ડાં બાંધે. મિથ્યાત્વરૂપી બરોળની ગાંઠ મોટી છે, માટે બધે રોગ ક્યાંથી મટે ? જેની ગ્રંથિ છેદાઈ તેને સહજસમાધિ થાય, કેમકે જેનું મિથ્યાત્વ છેદયું તેની મૂળ ગાંઠ છેદાઈ અને તેથી બીજા ગુણે પ્રગટે જ, સમકિત છે તે દેશ ચારિત્ર છે દેશે કેવળજ્ઞાન છે. શાસ્ત્રમાં આ કાળમાં મેક્ષને સાવ નિષેધ નથી. જેમ આગગાડીને રસ્તે છે તેની મારફતે વહેલા જવાય, ને પગરસ્તે મેડા જવાય, તેમ આ કાળમાં મેક્ષને રસ્તે પગરસ્તા જે હોય તે તેથી ન પહોંચાય એમ કાંઈ નથી. વહેલા ચાલે તે વહેલા જવાય, કાંઈ રસ્તે બંધ નથી. આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy