________________
૭૧૬
શ્રીમદ્ રાજચંદ્ર છે નહીં. કેટલેક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તે તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. આ પંચમકાળમાં સપુરુષને જેગ મળ દુર્લભ છે, તેમાં હાલમાં તે વિશેષ દુર્લભ જોવામાં આવે છે; ઘણું કરી પૂર્વના સંસ્કારી જીવ લેવામાં આવતા નથી. ઘણું જેમાં કઈક ખરે મુમુક્ષુ, જિજ્ઞાસુ જોવામાં આવે છે, બાકી તે ત્રણ પ્રકારના જે જોવામાં આવે છે જે બાહ્યદૃષ્ટિવાળા છે –
(૧) “ક્રિયા કરવી નહીં, ક્રિયાથી દેવગતિ પ્રાપ્ત થાય; બીજું કાંઈ પ્રાપ્ત થતું નથી. જેથી ચાર ગતિ રઝળવાનું મટે તે ખરું. એમ કહી સદાચરણ, પુણ્યના હેત જાણી કરતા નથી; અને પાપનાં કારણે સેવતાં અટક્તા નથી. આ પ્રકારના જીએ કાંઈ કરવું જ નહીં, અને મેટી મટી વાતો કરવી એટલું જ છે. આ જીવોને “અજ્ઞાનવાદી' તરીકે મૂકી શકાય.
(૨) “એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતાં નથી. આવા જીવને કિયાવાદી” અથવા “ક્રિયાજડ” ગણવા. ક્રિયાજડને આત્માને લક્ષ હોય નહીં.
(૩) “અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં, આત્મા કર્તાય નથી, ને ભાય નથી, માટે કાંઈ નથી. આવું બોલનારાઓ “શુષ્ક અધ્યાત્મીક, પિલા જ્ઞાની થઈ બેસી અનાચાર સેવતાં અટકે નહીં.
આવા ત્રણ પ્રકારના છેહાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઈ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. હાલમાં જૈનમાં ચેરાસીથી સે ગચ્છ થઈ ગયા છે. તે બધામાં કદાગ્રહો થઈ ગયા છે, છતાં તેઓ બધા કહે છે કે “જૈનધર્મમાં અમે જ છીએ. જૈન ધર્મ અમારે છે?
પડિસ્કમામિ, નિંદામિ, ગરિહામિ, અખાણું સિરામિ, આદિ પાઠને લૌકિકમાં હાલ એ અર્થ થઈ ગયે જણાય છે કે “આત્માને સરાવું છું એટલે જેને અર્થ, આત્માને ઉપકાર કરવાને છે તેને જ, આત્માને જ ભૂલી ગયા છે. જેમ જાન જોડી હોય, અને વિધવિધ વૈભવ વગેરે હોય, પણ જે એક વર ન હોય તે ન શોભે અને વર હોય તે શોભે તેવી રીતે કિયા હૈરાગ્યાદિ જે આત્માનું જ્ઞાન હોય તે શોભે નહીં તે ન શોભે. જૈનમાં હાલમાં આત્માને ભુલ થઈ ગયું છે.
, ચૌદપૂર્વનું જ્ઞાન, મુનિપણું, શ્રાવકપણું, હજારે જાતનાં સદાચરણ, તપશ્ચર્યા આદિ જે જે સાધને, જે જે મહેનત, જે જે પુરુષાર્થ કહ્યા છે તે એક આત્માને ઓળખવા માટે, શોધી કાઢવા માટે કહ્યાં છે. તે પ્રયત્ન ને આત્માને ઓળખવા માટે, શેધી કાઢવા માટે, આત્માને અર્થે, થાય તે સફળ છે; નહીં તે નિષ્ફળ છે, જોકે તેથી બાહ્ય ફળ થાય; પણ ચાર ગતિને છેદ થાય નહીં. જીવને સંપુરૂષને જગ થાય, અને લક્ષ થાય, તે તે સહેજે 5 જીવ થાય; અને પછી સદ્દગુરુની આસ્થા હોય તે સમ્યકત્વ થાય.
(૧) શમ = ક્રોધાદિ પાતળાં પાડવાં તે. (૨) સંવેગ = મોક્ષમાર્ગ સિવાય બીજી કોઈ ઈચ્છા નહીં તે. (૩) નિર્વેદ = સંસારથી થાકી જવું તે – સંસારથી અટકી જવું તે. (૪) આસ્થા = સાચા ગુરુની, સદ્ગુરુની આસ્થા થવી તે. (૫) અનુકંપા = સર્વ પ્રાણ પર સમભાવ રાખ તે, નિર્ધર બુદ્ધિ રાખવી તે.
આ ગુણે સમકિતી જીવમાં સહેજે હોય. પ્રથમ સાચા પુરુષનું ઓળખાણ થાય, તે પછી આ ચાર ગુણે આવે. | વેદાંતમાં વિચાર અર્થે ષ સંપત્તિ બતાવી છે. વિવેક, વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org