SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૧૫ નથી. આત્મા અહંતપદ વિચારે તે અહત થાય. સિદ્ધપદ વિચારે તે સિદ્ધ થાય. આચાર્યપદ વિચારે તે આચાર્ય થાય. ઉપાધ્યાયનો વિચાર કરે તે ઉપાધ્યાય થાય. સ્ત્રીરૂપ વિચારે તે આત્મા સ્ત્રી, અર્થાત્ જે સ્વરૂપને વિચારે તે રૂ૫ ભાવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિતા કરવી નહીં. આ આપણે તે એ વિચારવાની જરૂર છે કે હું એક છે. જગતને ભેળવવાની શી જરૂર છે? એક અનેકને વિચાર ઘણી આધી દશાએ પહોંચ્યા પછી વિચારવાનું છે. જગત ને આત્મા સ્વપ્ન પણ એક જાણશે નહીં. આત્મા અચળ છે નિરાવરણ છે. વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખવે. આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહને વિષે છે તે પ્રત્યક્ષ અનુભવગમ્ય છે. બધા ધર્મનું તાત્પર્ય એ છે કે આત્માને ઓળખવે. બીજાં બધાં સાધન છે તે જે ઠેકાણે જોઈએ (ઘટે) તે જ્ઞાનીની આજ્ઞાએ વાપરતાં અધિકારી જીવને ફળ થાય. દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધન છે. - મિથ્યાત્વ, પ્રમાદ, અવ્રત, અશુભગ, એ અનુક્રમે જાય તે પુરુષનું વચન આત્મામાં પરિણામ પામે તેથી બધા દોષે અનુક્રમે નાશ પામે. આત્મજ્ઞાન વિચારથી થાય છે. પુરુષ તે પિકારી પિકારીને કહી ગયા છે, પણ જીવ લેકમાર્ગ પડ્યો છે, ને તેને લેકોરમાર્ગ માને છે. આથી કરી કેમે ય દોષ જતા નથી. લેકને ભય મૂકી સત્યરુષોનાં વચને આત્મામાં પરિણમવે તે સર્વ દોષ જાય. જીવે મારાપણું લાવવું નહીં, મેટાઈ અને મહત્તા મૂકયા વગર સમ્યફમાર્ગ આત્મામાં પરિણામ પામે નહીં. બ્રહ્મચર્ય વિષે – પરમાર્થહેતુ માટે નદી ઊતરવાને ટાઢા પાણીની મુનિને આજ્ઞા આપી, પણ અબ્રહ્મચર્યની આજ્ઞા આપી નથી; ને તેને માટે કહ્યું છે કે અલ્પ આહાર કરજે, ઉપવાસ કરજે, એકાંતર કરજે, છેવટે ઝેર ખાઈને મરજે, પણ બ્રહ્મચર્ય ભાંગીશ નહીં. દેહની મૂછ હોય તેને કલ્યાણ કેમ ભાસે ? સર્પ કરડે ને ભય ન થાય ત્યારે સમજવું કે, આત્મજ્ઞાન પ્રગટ્યું છે. આત્મા અજર, અમર છે. “હું મરવાને નથી; તે મરણને ભય છે? જેને દેહની મૂછ ગઈ તેને આત્મજ્ઞાન થયું કહેવાય. પ્રશ્ન – જીવે કેમ વર્તવું? સમાધાન :- સત્સંગને વેગે આત્માનું શુદ્ધપણું પ્રાપ્ત થાય તેમ. પણ સત્સંગને સદા યુગ નથી મળત. છ યેગ્ય થવા માટે હિંસા કરવી નહીં; સત્ય બોલવું; અદત્ત લેવું નહીં, બ્રહ્મચર્ય પાળવું; પરિગ્રહની મર્યાદા કરવી; રાત્રિભોજન કરવું નહીં એ આદિ સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે, તે પણ જે આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તે ઉપકારી છે, નહીં તે પુણ્યાગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે, રાજ્ય મળે, એક ભવનું સુખ મળે, ને પાછું ચાર ગતિમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે, તે પરમજ્ઞાની પિતે પણ જગતના ઉપકારને અર્થે નિશ્ચય કરી સેવે છે. મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ લેકના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યા. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પિતે વલદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. માતાપિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે. નહીં તે પિતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પિતાને તે સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. હાલ જૈનમાં ઘણે વખત થયાં અવાવરૂ કૂવાની માફક આવરણ આવી ગયું છે, કઈ જ્ઞાની પુરુષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy