________________
૭૧૪
શ્રીમદ્ રાજચંદ્ર જે સાધને બતાવે તે તરવાનાં સાધને હોય તે જ ખરાં સાધન. બાકી નિષ્ફળ સાધન છે. વ્યવહારમાં અનંતા ભાંગી ઊઠે છે, તે કેમ પાર આવે? કોઈ માણસ ઉતાવળો બોલે તેને કષાય કહેવાય, કેઈ ધીરજથી બેલે તેને શાંતિ દેખાય, પણ અંતર્પરિણામ હોય તે જ શાંતિ કહેવાય.
જેને સૂવાની એક પથારી જોઈએ તે દશ ઘર મેકળાં રાખે છે તેવાની વૃત્તિ કયારે સંકેચાય? વૃત્તિ રેકે તેને પાપ નહીં. કેટલાક જીવે એવા છે કે વૃત્તિ ન રેકાય એવાં કારણે ભેગાં કરે, આથી પાપ રેકાય નહીં. '
૧૦
ભાદ્રપદ સુદ ૧૫, ૧૯૫૨ ચૌદ રાજલેકની કામના છે તે પાપ છે. માટે પરિણામ જોવાં. ચૌદ રાજલેકની ખબર નથી એમ કદાચ કહે, તે પણ જેટલું ધાર્યું તેટલું તે નક્કી પાપ થયું. મુનિને તણખલું પણ ગ્રહવાની છૂટ નથી. ગૃહસ્થ એટલું ગ્રહે તે તેટલું તેને પાપ છે.
જડ ને આત્મા તન્મયપણે થાય નહીં. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી; પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે; જોકે સૂતર ઘટે નહીં ને વધે નહીં. તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.
સપુરુષ અને સ@ાસ્ત્ર એ વ્યવહાર કાંઈ કલ્પિત નથી. સદ્ગુરુ, સલ્ફાસ્રરૂપી વ્યવહારથી સ્વરૂપ શુદ્ધ થાય, કેવળ વર્તે, પિતાનું સ્વરૂપ સમજે તે સમકિત. સપુરુષનું વચન સાંભળવું દુર્લભ છે, શ્રદ્ધવું દુર્લભ છે, વિચારવું દુર્લભ છે, તે અનુભવવું દુર્લભ હોય તેમાં શી નવાઈ?
ઉપદેશજ્ઞાન અનાદિનું ચાલ્યું આવે છે. એકલાં પુસ્તકથી જ્ઞાન થાય નહીં. પુસ્તકથી જ્ઞાન થતું હોય તે પુસ્તકને મેક્ષ થાય! સદ્ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલવું, એમાં ભૂલી જવાય તે પુસ્તક અવલંબનભૂત છે. ચૈતન્યપણું ગમે તે ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. સદ્દગુરુનું વચન શ્રવણ કરે, મનન કરે, ને આત્મામાં પરિણમાવે તે કલ્યાણ થાય.
જ્ઞાન અને અનુભવ હોય તો મોક્ષ થાય. વ્યવહારને નિષેધ નહીં, એકલા વ્યવહારને વળગી રહેવું નહીં.
આત્મજ્ઞાનની વાત સામાન્ય થઈ જાય એવી રીતે કરવી ઘટે નહીં. આત્મજ્ઞાનની વાત એકાંતે કહેવી. આત્માનું હોવાપણું વિચારવામાં આવે તે અનુભવવામાં આવે નહીં તે તેમાં શંકા થાય છે. જેમાં એક માણસને વધારે પડળથી દેખાતું નથી તેમ આવરણની વળગણને લીધે આત્માને થાય છે. ઊંઘમાં પણ આત્માને સામાન્યપણે જાગૃતિ છે. આત્મા કેવળ ઊંધે નહીં, તેને આવરણ આવે. આત્મા હોય તે જ્ઞાન થાય. જડ હેય તે જ્ઞાન કેને થાય?
પિતાને પિતાનું ભાન થવું, પિતે પિતાનું જ્ઞાન પામવું, જીવન્મુક્ત થવું.
ચૈતન્ય એક હોય તે બ્રાંતિ કેને થઈ ? મેક્ષ કેને થયે? બધાં ચૈતન્યની જાતિ એક પણુ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જુદું છે. ચૈતન્યને સ્વભાવ એક છે. મોક્ષ સ્વાનુભવગોચર છે. નિરાવરણમાં ભેદ નથી. પરમાણુ ભેળાં થાય નહીં એટલે કે આત્માને પરમાણુને સંબંધ નહીં ત્યારે મુક્તિ, પરસ્વરૂપમાં નહીં મળવું તે મુક્તિ.
કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી, પણ જીવને પિતાપણું રાખવું છે. બંધ કયાં સુધી થાય? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. એ કેંદ્રિયાદિક નિ હોય તો પણ જીવને જ્ઞાનસ્વભાવ કેવળ લેપાઈ જાય નહીં, અંશે ખુલ્લો રહે છે. અનાદિકાળથી જીવ બંધાય છે. નિરાવરણ થયા પછી બંધાતે નથી. “હું જાણું છું” એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું. આ જગતમાં બંધ ને મિક્ષ ન હોત તે કૃતિને ઉપદેશ કેને અર્થે? આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રવેગે ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org