________________
૭૧૭
ઉપદેશ છાયા નય આત્માને સમજવા અર્થે કહ્યા છે પણ જો તે નયવાદમાં ગૂંચવાઈ જાય છે. આત્મા સમજાવવા જતાં નયમાં ગૂંચવાઈ જવાથી તે પ્રગ અવળી પડ્યો. સમકિતદ્રષ્ટિ જીવને “કેવળજ્ઞાન” કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે માટે “દેશે કેવળજ્ઞાન થયું કહેવાય; બાકી તે આત્માનું ભાન થયું એટલે કેવળજ્ઞાન. તે આ રીતે કહેવાય :- સમકિતવૃષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટ્યું; અને ભાન પ્રગટ્યું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું માટે આ અપેક્ષાએ સમકિતદ્રષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં, ફળ શેડાં ખાધાં, ખાતાં ખાતાં આયુષ પૂરું થયું તે પછી બીજે ભવ ફળ ખવાય. માટે . કેવળજ્ઞાન” આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં; અને કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડે રહ્યો; માટે સમ્યકત્વ ઉત્કૃષ્ટ છે. આત્મામાં કેવળજ્ઞાન છે, પણ આવરણ ટળે કેવળજ્ઞાન હેય. આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં, એક ભવ બાકી રહે એટલે જેટલું કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમકિત આવ્યે માંહી – અંતરમાં – દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. સદ્ગુરુ વિના માર્ગ નથી, એમ મેટા પુરુષોએ કહ્યું છે. આ ઉપદેશ વગર કારણે કર્યો નથી.
સમક્તિી એટલે મિથ્યાત્વમુક્ત; કેવળજ્ઞાની એટલે ચારિત્રાવરણથી સંપૂર્ણપણે મુક્ત; અને સિદ્ધ એટલે દેહાદિથી સંપૂર્ણપણે મુક્ત.
પ્રશ્ન :- કર્મ ઓછાં કેમ થાય ? * ઉત્તર – ક્રોધ ન કરે, માન ન કરે, માયા ન કરે, લેભ ન કરે, તેથી કર્મ ઓછાં થાય.
બાહ્ય ક્રિયા કરીશ ત્યારે મનુષ્યપણું મળશે અને કઈ દિવસ સાચા પુરુષને જેગ મળશે. પ્રશ્ન - વતનિયમ કરવાં કે નહીં?
ઉત્તર – વ્રતનિયમ કરવાનાં છે. તેની સાથે કજિયા, કંકાસ, છેકરા છેયાં અને ઘરમાં મારાપણું કરવું નહીં. ઊંચી દશાએ જવા માટે વ્રતનિયમ કરવાં.
સાચા ખોટાની પરીક્ષા કરવી તે ઉપર એક સાચા ભક્તનું દૃષ્ટાંત - એક રાજા બહુ ભક્તિવાળો હતે; અને તેથી ભક્તોની સેવા બહુ કરતા; ઘણું ભક્તોનું અન્નવસ્ત્રાદિથી પિષણ કરતાં ઘણું ભક્તો ભેગા થયા. પ્રધાને જાણ્યું કે રાજા ભેળે છે; ભક્તો ઠગી ખાનારા છે, માટે તેની રાજાને પરીક્ષા કરાવવી, પણ હાલ રાજાને પ્રેમ બહુ છે તેથી માનશે નહીં, માટે કોઈ અવસરે વાત; એમ વિચારી કેટલેક વખત ખમી જતાં કઈ અવસર મળવાથી તેણે રાજાને કહ્યું “આપ ઘણે વખત થયાં બધા ભક્તોની સરખી સેવાચાકરી કરે છે, પણ તેમાં કોઈ મોટા હશે, કોઈ નાના હશે. માટે બધાને ઓળખીને ભક્તિ કરે ત્યારે રાજાએ હા કહી કહ્યું : “ત્યારે કેમ કરવું?” રાજાની રજા લઈ પ્રધાને બે હજાર ભક્તો હતા તે બધાને ભેગા કરી કહેવરાવ્યું કે તમે દરવાજા બહાર આવજો, કેમકે રાજાને જરૂર હોવાથી આજે ભક્ત તેલ કાઢવું છે. તમે બધા ઘણું દિવસ થયાં રાજાનો માલમસાલે ખાઓ છે તે આજે રાજાનું આટલું કામ તમારે કરવું જ જોઈએ. ઘાણીમાં ઘાલી તેલ કાઢવાનું સાંભળ્યું કે બધા ભક્તોએ તે ભાગવા માંડ્યું, અને નાસી ગયા. એક સાથે ભક્ત હતે તેણે વિચાર કર્યો કે રાજાનું નિમક, લૂણ ખાધું છે તે તેના પ્રત્યે નિમકહરામ કેમ થવાય? રાજાએ પરમાર્થ જાણું અન્ન દીધું છે, માટે રાજા ગમે તેમ કરે તેમ કરવા દેવું. આમ વિચારી ઘાણી પાસે જઈ કહ્યું કે “તમારે “ભક્ત તેલ કાઢવું હોય તે કાઢે” પછી પ્રધાને રાજાને કહ્યું : “જુઓ, તમે બધા ભક્તોની સેવા કરતા હતા; પણ સાચા ખોટાની પરીક્ષા નહોતી.” જુઓ, આ રીતે સાચા છે તે વિરલા જ હોય; અને તેવા વિરલ સાચા સદ્ગુરુની ભક્તિ શ્રેયસ્કર છે. સાચા સદ્ગુરુની ભક્તિ મન, વચન અને કાયાએ કરવી.
એક વાત સમજાય નહીં ત્યાં સુધી બીજી વાત સાંભળવી શું કામની? એક વાર સાંભળ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org