SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૦૯ શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તેય જીવને જુદું ભાસે, અને જાણે કે આપણે ધર્મ નહીં. જે જીવ કદાગ્રહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણું પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારને હોય. વિચારવાનેને તે કલ્યાણને માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. જેમ પિતાનું છેકરું કૂબડું હોય અને બીજાનું છોકરું ઘણું રૂપાળું હોય, પણ રાગ પિતાના છેકરા પર આવે, ને તે સારું લાગે તેવી જ રીતે જે કુળધર્મ પિતે માન્યા છે તે ગમે તેવા દૂષણવાળા હોય તે પણ સાચા લાગે છે. વૈષ્ણવ, બૌદ્ધ, શ્વેતાંબર, ઢુંઢિયા, દિગંબર જૈનાદિ ગમે તે હેય પણ જે કદાગ્રહરહિતપણે શુદ્ધ સમતાથી પિતાનાં આવરણ ઘટાડશે તેનું જ કલ્યાણ થશે. સામાયિક કાયાને વેગ રેકે, આત્માને નિર્મળ કરવા માટે કાયાને વેગ રોક. રકવાથી પરિણામે કલ્યાણ થાય. કાયાની સામાયિક કરવા કરતાં આત્માની સામાયિક એક વાર કરે. જ્ઞાનીપુરુષનાં વચને સાંભળી સાંભળીને ગાંઠે બાંધે તે આત્માની સામાયિક થશે. આ કાળમાં આત્માની સામાયિક થાય છે. મોક્ષને ઉપાય અનુભવગેચર છે. જેમ અભ્યાસે અભ્યાસ કરી આગળ જવાય છે તેમ મેક્ષને માટે પણ છે. જ્યારે આત્મા કંઈ પણ ક્રિયા કરે નહીં ત્યારે અબંધ કહેવાય. પુરુષાર્થ કરે તે કર્મથી મુક્ત થાય. અનંતકાળનાં કર્મો હોય, અને જો યથાર્થ પુરુષાર્થ કરે તે કર્મ એમ ન કહે કે હું નહીં જાઉં. બે ઘડીમાં અનંતાં કર્મો નાશ પામે છે. આત્માની ઓળખાણ થાય તે કર્મ નાશ પામે. પ્રવ–સમ્યકત્વ શાથી પ્રગટે? ઉ૦–આત્માને યથાર્થ લક્ષ થાય તેથી. સમ્યક્ત્વના બે પ્રકાર છે -- (૧) વ્યવહાર અને (૨) પરમાર્થ. સદ્ગુરુનાં વચનનું સાંભળવું, તે વચનેને વિચાર કરે તેની પ્રતીતિ કરવી; તે “વ્યવહારસમ્યકત્વર આત્માની ઓળખાણ થાય તે પરમાર્થસભ્યત્વ. અંતઃકરણની શુદ્ધિ વિના બેધ અસર પામતે નથી; માટે પ્રથમ અંતઃકરણમાં કમળતા લાવવી. વ્યવહાર અને નિશ્ચય એ આદિની મિથ્યાચર્ચામાં નિરાગ્રહ રહેવું; મધ્યસ્થભાવે રહેવું; આત્માના સ્વભાવને જે આવરણ તેને જ્ઞાનીઓ “કર્મ કહે છે. સાત પ્રકૃતિ ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રગટે. અનંતાનુબંધી ચાર કષાય, મિથ્યાત્વમેહનીય, મિશ્રમેહનીય, સમકિતનેહનીય એ સાત ક્ષય થાય ત્યારે સમ્યકત્વ પ્રકટે. પ્ર–કષાય તે શું? ઉ– સત્પરુષે મળે, જીવને તે બતાવે કે તું જે વિચાર કર્યા વિના કર્યે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય. ઉન્માર્ગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાર્ગને ઉન્માર્ગ માને તે “મિથ્યાત્વમેહનીયર ઉન્માર્ગથી મોક્ષ થાય નહીં, માટે માર્ગ બીજે હવે જોઈએ એ જે ભાવ તે “મિશ્રમેહનીયર “આત્મા આ હશે ?” તેવું જ્ઞાન થાય તે “સમ્યકત્વ મેહનીય આત્મા આ છે એવો નિશ્ચયભાવ તે “સમ્યકત્વ? જ્ઞાની પ્રત્યે બરાબર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વગ સાંભર્યા કરે તે સાચી ભક્તિ પ્રાપ્ત થાય. નિયમથી જીવ કમળ થાય છે, દયા આવે છે. મનનાં પરિણામો ઉપગ સહિત જે હોય તે કર્મ ઓછાં લાગે, ઉપગરહિત હોય તે કર્મ વધારે લાગે. અંતઃકરણ કમળ કરવા, શુદ્ધ કરવા વ્રતાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવો. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડે આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy