________________
શ્રીમદ્ રાજચંદ્ર
લૌકિક અને લોકોત્તર ખુલાસા જુદા હોય છે. ઉદયના દોષ કાઢવા એ લૌકિક ખુલાસા છે. અનાદિકાળનાં કર્યાં એ ઘડીમાં નાશ પામે છે; માટે કર્મના દોષ કાઢવે નહીં. આત્માને નિંદવે. ધર્મ કરવાની વાત આવે ત્યારે પૂર્વકર્મના દોષની વાત આગળ કરે છે. ધર્મને આગળ કરે તેને ધર્મ નીપજે; કર્મને આગળ કરે તેને કર્મ આડાં આવે, માટે પુરુષાર્થ કરવે શ્રેષ્ઠ છે. પુરુષાર્થ પહેલા કરવા. મિથ્યાત્વ, પ્રમાદ, અશુભયેાગ મૂકવા.
પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઈએ. સર્વનાં પરિણામ પ્રમાણે શુદ્ધતા, અશુદ્ધતા છે. કર્મ ટાળ્યા વગર ટળવાનાં નથી. તેટલા માટે જ જ્ઞાનીઓએ શાસ્રો વર્ણવ્યાં છે. શિથિલ થવાને સાધના ખતાનાં નથી. પરિણામ ઊંચાં આવવાં જોઈએ. કર્મ ઉડ્ડય આવશે એવું મનમાં રહે તે કર્મ ઉદયમાં આવે! બાકી પુરુષાર્થ કરે, તા તા કર્મ ટળી જાય. ઉપકાર થાય તે જ• લક્ષ રાખવા.
200
.
વડવા, ભાદ્રપદ સુદ ૧૦, ગુરુ, ૧૯૫૨ કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તે સામટા ગોટો વાળી નાશ કરે છે. વિચારવાને ખીજાં આલંબના મૂકી દઇ, આત્માના પુરૂષાર્થનો જય થાય તેવું આલંબન લેવું. કર્મબંધનનું આલંબન લેવું નહીં. આત્મામાં પરિણામ પામે તે અનુપ્રેક્ષા.
માટીમાં ઘડા થવાની સત્તા છે; પણ દંડ, ચક્ર, કુંભારાદિ મળે તેા થાય; તેમ આત્મા માટીરૂપ છે, તેને સદ્ગુરુ આદિ સાધન મળે તે આત્મજ્ઞાન થાય. જે જ્ઞાન થયું હોય તે પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીઓએ સંપાદન કરેલું છે તેને પૂર્વાપર મળતું આવવું જોઈએ; અને વર્તમાનમાં પણ જે જ્ઞાનીપુરુષાએ જ્ઞાન સંપાદન કરેલું છે તેનાં વચનાને મળતું આવવું જોઈએ; નહીં તે અજ્ઞાનને જ્ઞાન માન્યું છે એમ કહેવાય.
જ્ઞાન એ પ્રકારનાં છે :~ એક ખીજભૂત જ્ઞાન; અને બીજું વૃક્ષભૂત જ્ઞાન. પ્રતીતિએ બન્ને સરખાં છે; તેમાં ભેદ નથી. વૃક્ષભૂત જ્ઞાન, કેવળ નિરાવરણ થાય ત્યારે તે જ ભવે મેક્ષ થાય; અને ખીજભૂત જ્ઞાન થાય ત્યારે છેવટે પંદર ભવે મેક્ષ થાય.
આત્મા અરૂપી છે; એટલે વર્ણગંધરસસ્પર્શરહિત વસ્તુ છે; અવસ્તુ નથી.
ષદર્શન જેણે ખાંધ્યાં છે તેણે બહુ જ ડહાપણ વાપર્યું છે.
બંધ ઘણી અપેક્ષાએ થાય છે; પણ મૂળ પ્રકૃતિ આઠ છે, તે કર્મની આંટી ઉકેલવા માટે આઠ પ્રકારે કહી છે.
આયુષકર્મ એક જ ભવનું ખંધાય. વિશેષ ભવનું આયુષ બંધાય નહીં. જો બંધાતું હોય તે કેઈને કેવળજ્ઞાન ઊપજે નહીં,
જ્ઞાનીપુરુષ સમતાથી કલ્યાણુનું જે સ્વરૂપ બતાવે છે તે ઉપકારને અર્થે બતાવે છે. જ્ઞાનીપુરુષા માર્ગમાં ભૂલા પડેલા જીવને સીધા રસ્તા બતાવે છે. જ્ઞાનીને માર્ગે ચાલે તેનું કલ્યાણ થાય. જ્ઞાનીના વિરહ પછી ઘણા કાળ જાય એટલે અંધકાર થઈ જવાથી અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષાનાં વચને ન સમજાય; તેથી લેકને અવળું ભાસે. ન સમજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગના લેપ કરે છે. જ્ઞાની થાય ત્યારે માર્ગના ઉદ્યોત કરે છે. અજ્ઞાનીએ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઇએ, કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી.
ખાલ અને અજ્ઞાની જીવા નાની નાની ખાખતામાં ભેદ પાડે છે. ચાંલ્લા અને મુખપટ્ટી વગેરેના આગ્રહમાં કલ્યાણુ નથી. અજ્ઞાનીને મતભેદ કરતાં વાર લાગતી નથી. જ્ઞાનીપુરુષા રૂઢિમાર્ગને બદલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org