SearchBrowseAboutContactDonate
Page Preview
Page 796
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૦૭ સ્વછંદમાં અહંકાર છે. રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્ચર્યા કરી તેનું ફળ શું? “જનકવિદેહીમાં વિદેહીપણું હેય નહીં, ક૯૫ના છે, સંસારમાં વિદેહીપણું રહે નહી” એમ ચિતવવું નહીં. પિતાપણું મટે તેનાથી રહેવાય. મારું તે કાંઈ નથી, મારી તે કાયા પણ નથી માટે મારું કાંઈ નથી. એમ થાય તે અહંકાર મટે એ યથાર્થ છે. જનકવિદેહીની દશા બબર છે. વસિષ્ઠજીએ રામને ઉપદેશ દીધો ત્યારે રામે ગુરુને રાજ અર્પણ કરવા માંડ્યું પણ ગુરુએ રાજ લીધું જ નહીં. પણ અજ્ઞાન ટાળવાનું છે, એ ઉપદેશ દઈ પિતાપણું મટાડ્યું. અજ્ઞાન ગયું તેનું દુઃખ ગયું. શિષ્ય અને ગુરુ આવા જઈએ. જ્ઞાની ગૃહસ્થાવાસમાં બાહ્ય ઉપદેશ, વ્રત દે કે નહીં? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માર્ગ ચલાવે નહીં – માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં; પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં, પણ અજ્ઞાની એમ કરે. માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણેમાં વિરોધ આવે. આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તે વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. સકામ ભક્તિથી જ્ઞાન થાય નહીં. નિષ્કામ ભક્તિથી જ્ઞાન થાય. જ્ઞાનીને ઉપદેશને વિષે અભુતપણું છે, તેઓ નિરિચછાપણે ઉપદેશ દે છે, સ્પૃહારહિત હોય છે. ઉપદેશ એ જ્ઞાનનું માહાસ્ય છે, માટે સહેજે માહાભ્યને લઈને ઘણા જ બૂઝે છે. અજ્ઞાનીને સકામ ઉપદેશ હોય છે; જે સંસારફળનું કારણ છે. તે રૂચિકર, રાગપષક ને સંસારફળ દેનાર હોવાથી કોને પ્રિય લાગે છે અને તેથી જગતમાં અજ્ઞાનીને માર્ગ વધારે ચાલે છે. જ્ઞાનીને મિથ્યાભાવને ક્ષય થયા છે અહંભાવ મટી ગયો છે, માટે અમૂલ્ય વચને નીકળે. બાલજીને જ્ઞાની અજ્ઞાનીનું ઓળખાણ હોય નહીં. વિચાર કરે, “હું વાણિયે છું, ઈત્યાદિ આત્મામાં રમે રેમે વ્યાખ્યું છે તે ટાળવાનું છે. આચાર્યજીએ અને સ્વભાવ પ્રમાદી જાણી, બબ્બે ત્રણ ત્રણ દિવસને આંતરે નિયમ પાળવાની આજ્ઞા કરી છે. સંવત્સરીને દિવસ કંઈ સાઠ ઘડીથી વધતે ઓછો થતો નથી; તિથિમાં કંઈ ફેર નથી. પિતાની કલપનાએ કરી કંઈ ફેર થતા નથી. ક્વચિત્ માંદગી આદિ કારણે પાંચમને દિવસ ન પળા અને છઠ પાળે અને આત્મામાં કમળતા હોય તે તે ફળવાન થાય. હાલમાં ઘણાં વર્ષો થયાં પર્યુષણમાં તિથિઓની બ્રાંતિ ચાલે છે. બીજા આઠ દિવસ ધર્મ કરે તે કંઈ ફળ ઓછું થાય એમ નથી. માટે તિથિઓને બેટો કદાગ્રહ ન રાખતાં મૂકો. કદાગ્રહ મુકાવવા અર્થે તિથિઓ કરી છે તેને બદલે તે જ દિવસે કદાગ્રહ વધારે છે. હૂંઢિયા અને તપ તિથિઓને વધ કાઢી – જુદા પડી – “હું જુદો છું એમ સિદ્ધ કરવા તકરાર કરે છે તે મિક્ષ જવાને રસ્તે નથી. ઝાડને ભાન વગર કર્મ ભેગવવાં પડે છે તે મનુષ્યને શુભાશુભ ક્રિયાનું ફળ કેમ નહીં ભેગવવું પડે? * જેથી ખરેખરું પાપ લાગે છે તે રોકવાનું પિતાના હાથમાં છે, પિતાથી બને તેવું છે તે રક્ત નથી; ને બીજી તિથિ આદિની ને પાપની ભળતી ફિકર કર્યે જાય છે. અનાદિથી શબ્દ, રૂપ, રસ, ગંધ ને સ્પર્શને મેહ રહ્યો છે. તે મેહ અટકાવવાને છે. મોટું પાપ અજ્ઞાનનું છે. અવિરતિના પાપની ચિંતા થતી હોય તેનાથી જગ્યામાં રહેવાય કેમ? પિતે ત્યાગ કરી શકે નહીં, અને બહાનાં કાઢે કે મારે અંતરાયે ઘણું છે. ધર્મને પ્રસંગ ઉદય” છે એમ કહે, “ઉદય ઉદય” કહ્યા કરે, પણ કાંઈ કૂવામાં પડતું નથી. ગાડામાં બેઠો હોય, અને ઘાંચ આવે તે સાચવી સંભાળીને ચાલે. તે વખતે ઉદય ભૂલી જાય. અર્થાત પિતાની શિથિલતા હોય તેને બદલે ઉદયને દોષ કાઢે છે, એમ અજ્ઞાનીની વર્તન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy