________________
૭૦૨
શ્રીમદ્ રાજચંદ્ર ઉપયોગશન્ય રહ્યો. જે આટલે બધો બોજો ન મૂકયો હોત, તે બીજી વસ્તુઓ લાવવાનું મન થાત, અને કાળે કરી પરિગ્રહ વધારી, મુનિપણું પેઈ બેસત. જ્ઞાનીએ આ આકરો માર્ગ પ્રરૂપે છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જીવ વિશ્વાસ કરવા યોગ્ય નથી; કારણ કે તે ભ્રાંતિવાળે છે. જે છૂટ આપી હશે તે કાળે કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પ્રવર્તશે એવું જાણી જ્ઞાનીએ સેય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી છે. લેકની દ્રષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મેટી લાગે છે.
- ત્રાષભદેવજી પાસે અઠ્ઠાણું પુત્રે “અમને રાજ આપ” એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા, ત્યાં તે ઋષભદેવે ઉપદેશ દઈ અઠ્ઠાણુંયને મૂંડી દીધા ! જુઓ મેટા પુરુષની કરુણા!
કેશીસ્વામી અને ગૌતમસ્વામી કેવા સરળ હતા! બન્નેને એક માર્ગ જાણવાથી પાંચ મહાવ્રત ગ્રહણ કર્યા. આજના કાળમાં બે પક્ષને ભેગું થવું હોય તે તે બને નહીં. આજના ઢુંઢિયા અને તપાને તેમ જ દરેક જુદા જુદા સંઘાડાને એકઠા થવું હોય તે તેમ બને નહીં. તેમાં કેટલેક કાળ જાય. તેમાં કાંઈ છે નહીં, પણ અસરળતાને લીધે બને જ નહીં.
સત્પરુષે કાંઈ સદ્અનુષ્ઠાનને ત્યાગ કરાવતા નથી, પણ જે તેને આગ્રહ થયે હોય છે તે આગ્રહ દૂર કરાવવા તેને એક વાર ત્યાગ કરાવે છે; આગ્રહ મટ્યા પછી પાછું તે ને તે ગ્રહણ કરવાનું કહે છે.
ચક્રવર્તી રાજાઓ જેવા પણ નગ્ન થઈ ચાલ્યા ગયા છે! ચક્રવતી રાજા હોય, તેણે રાજ્યને ત્યાગ કરી દીક્ષા લીધી હોય, અને તેની કોઈ ભૂલ હોય, અને તે ચક્રવર્તી રાજ્યપના વખતના સમયની દાસીને કરે તે ભૂલ ભાંગી શકે તેમ હોય તે તેની પાસે જઈ તેનું કહેવું ગ્રહણ કરવાની આજ્ઞા કરી છે. જે તેને દાસીના છોકરા પાસે જતાં એમ રહે કે, “મારાથી દાસીના છોકરા પાસે કેમ જવાય? તે તેને રખડી મરવાનું છે. આવા કારણમાં લેકલાજ છેડવાનું કહ્યું છે, અર્થાત્ આત્માને ઊંચે લાવવાનું કારણ હોય ત્યાં લેકલાજ ગણી નથી. પણ કોઈ મુનિ વિષય-ઈચ્છાથી વેશ્યાશાળામાં ગયો. ત્યાં જઈને તેને એમ થયું કે “મને લેક દેખશે તે મારી નિંદા થશે. માટે અહીંથી પાછું વળવું.” એટલે મુનિએ પરભવને ભય ગણે નહીં, આજ્ઞાભંગને પણ ભય ગણે નહીં, તે ત્યાં લોકલાજથી પણ બ્રહ્મચર્ય રહે તેવું છે તે માટે ત્યાં લેકલાજ ગણી પાછો ફર્યો, તે ત્યાં લેકલાજ રાખવી એમ કહ્યું છે, કેમકે આ સ્થળે લોકલાજને ડર ખાવાથી બ્રહ્મચર્ય રહે છે, જે ઉપકારક છે.
હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં, પણ લીલેતરીના રક્ષણ અર્થે તિથિ પાળવી. લીલેરીના રક્ષણ અર્થે આઠમાદિ તિથિ કહી છે. કાંઈ તિથિને અર્થે આઠમાદિ કહી નથી. માટે આઠમાદિ તિથિને કદાગ્રહ મટાડે. જે કાંઈ કહ્યું છે તે કદાગ્રહ કરવાને કહ્યું નથી. આત્માની શુદ્ધિથી જેટલું કરશે તેટલું હિતકારી છે. અશુદ્ધિથી કરશે તેટલું અહિતકારી છે, માટે શુદ્ધતાપૂર્વક સદ્વ્રત સેવવાં.
અમને તે બ્રાહ્મણ, વૈષ્ણવ ગમે તે સમાન છે. જૈન કહેવાતા હોય, અને મતવાળા હોય તે તે અહિતકારી છે મતરહિત હિતકારી છે.
સામાયિકશાસ્ત્રકારે વિચાર કર્યો કે કાયાને સ્થિર રાખવાની હશે, તે પછી વિચાર કરશે; બંધ નહીં બાંધ્યું હોય તે બીજાં કામે વળગશે એમ જાણી તેવા પ્રકારને બંધ બાંધ્યું. જેવાં મનપરિણામ રહે તેવું સામાયિક થાય. મનના ઘોડા દોડતા હોય તે કર્મબંધ થાય. મનના ઘડા દેડતા હોય, અને સામાયિક કર્યું હોય તે તેનું ફળ તે કેવું થાય?
કર્મબંધ છેડે થેડે છેડવા ઇચછે તે છૂટે. જેમ કેઠી ભરી હોય, પણ કાણું કરી કાઢે તે છેવટે ખાલી થાય. પણ દ્રઢ ઈચ્છાથી કર્મ છેડવાં એ જ સાર્થક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org