________________
૭૦૧
ઉપદેશ છાયા બાહા ઇદ્રિયે વશ કરી હોય, તે સત્પષના આશ્રયથી અંતર્લક્ષ થઈ શકે. આ કારણથી બાહ્ય ઇઢિયે વશ કરવી તે શ્રેષ્ઠ છે. બાહ્ય ઇદ્રિ વશ હોય, અને પુરુષને આશ્રય ન હોય, તે લૌકિક ભાવમાં જવાનો સંભવ રહે.
ઉપાય કર્યા વિના કાંઈ દરદ મટતું નથી. તેમ લેભરૂપી જીવને દરદ છે તેને ઉપાય કર્યા વિના તે ન જાય. આવા દેષ ટાળવા માટે જીવ લગાર માત્ર ઉપાય કરતું નથી. જે ઉપાય કરે તે તે દેવ હાલ ભાગી જાય. કારણ ઊભું કરે તે કાર્ય થાય. કારણ વિના કાર્ય ન થાય.
સાચા ઉપાય જીવ શે તે નથી. જ્ઞાની પુરુષનાં વચન સાંભળે તે પ્રતીતિ નથી. મારે લેભ મૂકે છે, “ક્રોધ માનાદિ મૂકવાં છે એવી બીજભૂત લાગણી થાય ને મૂકે, તે દેવ ટળી જઈ અનુક્રમે બીજજ્ઞાન” પ્રગટે.
પ્ર. - આત્મા એક છે કે અનેક છે?
ઉ૦ :- જે આત્મા એક જ હોય તે પૂર્વે રામચંદ્રજી મુક્ત થયા છે, અને તેથી સર્વની મુક્તિ થવી જોઈએ; અર્થાત્ એકની મુક્તિ થઈ હોય તે સર્વની મુક્તિ થાય; અને તે પછી બીજાને સશાસ્ત્ર, સદ્દગુરુ આદિ સાધનની જરૂર નથી.
પ્ર. – મુક્તિ થયા પછી એકાકાર થઈ જાય છે?
ઉ૦ :- જે મુક્ત થયા પછી એકાકાર થઈ જતું હોય, તે સ્વાનુભવ આનંદ અનુભવે નહીં. એક પુરુષ અહીં આવી બેઠે; અને તે વિદેહ મુક્ત થયે. ત્યાર પછી બીજે અહીં આવી બેઠો. તે પણ મુક્ત થયે. આથી કરી કાંઈ ત્રીજે મુક્ત થયે નહીં. એક આત્મા છે તેને આશય એ છે કે સર્વ આત્મા વસ્તુપણે સરખા છે; પણ સ્વતંત્ર છે, સ્વાનુભવ કરે છે. આ કારણથી આત્મા પ્રત્યેક છે. “આત્મા એક છે, માટે તારે બીજી કાંઈ ભ્રાંતિ રાખવાની જરૂર નથી, જગત કાંઈ છે જ નહીં એવા ભ્રાંતિરહિતપણા સહિત વર્તવાથી મુક્તિ છે એમ જે કહે છે તેણે વિચારવું જોઈએ કે, તે એકની મુક્તિએ સર્વની મુક્તિ થવી જ જોઈએ. પણ એમ નથી થતું માટે આત્મા પ્રત્યેક છે. જગતની બ્રાંતિ ટળી ગઈ એટલે એમ સમજવાનું નથી કે ચંદ્રસૂર્યાદિ ઉચેથી પડી જાય છે, આત્માને વિષેથી બ્રાંતિ ટળી ગઈ એમ આશય સમજવાને છે.
રૂઢિએ કાંઈ કલ્યાણ નથી. આત્મા શુદ્ધ વિચારને પામ્યા વિના કલ્યાણ થાય નહીં.
માયા કપટથી જૂઠું બોલવું તેમાં ઘણું પાપ છે. તે પાપના બે પ્રકાર છે. માન અને ધન મેળવવા માટે જૂઠું બોલે તે તેમાં ઘણું પાપ છે. આજીવિકા અર્થે જૂઠું બોલવું પડ્યું હોય અને પશ્ચાત્તાપ કરે, તે પ્રથમવાળા કરતાં કાંઈક ઓછું પાપ લાગે.
સત અને લેભ એ બે ભેળાં શું કરવા જીવ જાણે છે?
બાપ પિતે પચાસ વર્ષને હોય, અને તેને એક વીશ વર્ષને મરી જાય તે તે બાપ તેની પાસેના જે દાગીના હોય તે કાઢી લે છે! પુત્રના દેહાંતક્ષણે જે વૈરાગ્ય હતા તે સ્મશાન વૈરાગ્ય હતે.
કંઈ પણ પદાર્થ બીજાને આપવાની મુનિને ભગવાને આજ્ઞા આપી નથી. દેહને ધર્મસાધન ગણું તેને નિભાવવા માટે જે કાંઈ આજ્ઞા આપી છે તે આપી છે, બાકી બીજાને કંઈ પણ આપવાની ભગવાને આજ્ઞા આપી નથી. આજ્ઞા આપી હોત તે પરિગ્રહ વધત, અને તેથી કરી અનુક્રમે અન્ન, પાણુ વગેરે લાવીને કુટુંબનું અથવા બીજાનું પિષણ કરીને દાનેશ્વરી થાત. માટે મુનિએ વિચારવું કે તીર્થકરે જે કાંઈ રાખવાની આજ્ઞા આપી છે તે માત્ર તારા પિતાને માટે, અને તે પણ લૌકિક દ્રષ્ટિ મુકાવી સંયમમાં જોડવાને આપી છે. | મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સંય લાવ્યો હોય, અને તે ખવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તે તેણે ત્રણ ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે, તેનું કારણ એ છે કે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org