________________
શ્રીમદ્ રાજચંદ્ર ૧૧ સર્વ પ્રાણીમાં ૧૨ કિવા કોઈ પ્રાણીને જીવિતવ્યરહિત કરવાં નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ૧૩ કિંવા સત્પષે જે રસ્તે ચાલ્યા તે.
૧૪ મૂળતત્વમાં કયાંય ભેદ નથી, માત્ર દૃષ્ટિમાં ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં પ્રવર્તન કરજે.
૧૫ તું ગમે તે ધર્મ માનતે હોય તેને મને પક્ષપાત નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને તે સદાચારને તું સેવજે.
૧૬ ગમે તેટલો પરતંત્ર હો તે પણ મનથી પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજને દિવસ રમણીય કરજે.
૧૭ આજે જે તું દુષ્કૃતમાં દોરતે હે તે મરણને સમર. ૧૮ તારા દુઃખ-સુખના બનાવની નોંધ આજે કઈને દુઃખ આપવા તત્પર થાય તે સંભારી જા.
૧૯ રાજા છે કે રંક હો–ગમે તે હે, પરંતુ આ વિચાર વિચારી સદાચાર ભણી આવજે કે આ કાયાનાં પુદ્ગલ થડા વખતને માટે માત્ર સાડાત્રણ હાથ ભૂમિ માંગનાર છે.
૨૦ તું રાજા હો તે ફિકર નહીં, પણ પ્રમાદ ન કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારને, ગર્ભપાતને, નિર્વશને, ચંડાલને, કસાઈને અને વેશ્યાને એ કણ તું ખાય છે. તે પછી?
૨૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને ઘેર આવેલે પરૂણો છે.
૨૨ વકીલ હો તે એથી અર્ધા વિચારને મનન કરી જજે. ૨૩ શ્રીમંત હો તે પૈસાના ઉપગને વિચારજે. રળવાનું કારણ આજે શેધીને કહેજે.
૨૪ ધાન્યાદિકમાં વ્યાપારથી થતી અસંખ્ય હિંસા સંભારી ન્યાયસંપન્ન વ્યાપારમાં આજે તારું ચિત્ત ખેંચ.
૨૫ જે તું કસાઈ હોય તે તારા જીવના સુખને વિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર. ૨૬ જે તું સમજણે બાલક હોય તે વિદ્યા ભણું અને આજ્ઞા ભણી દ્રષ્ટિ કર. ૨૭ જે તે યુવાન હોય તે ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણું દ્રષ્ટિ કર. ૨૮ જે તે વૃદ્ધ હોય તે મત ભણી દ્રષ્ટિ કરી આજના દિવસમાં પ્રવેશ કર.
૨૯ જે તે સ્ત્રી હોય તે તારા પતિ પ્રત્યેની ધર્મકરણને સંભાર– દોષ થયા હોય તેની ક્ષમા યાચ અને કુટુંબ ભણી દૃષ્ટિ કર,
૩૦ જે તું કવિ હોય તે અસંભવિત પ્રશંસાને સંભારી જઈ આજના દિવસમાં પ્રવેશ કર. ૩૧ જે તે કૃપણ હોય તે – ૩૨ જે તું અમલમસ્ત હોય તે નેપોલિયન બોનાપાર્ટને બન્ને સ્થિતિથી સ્મરણ કર.
૩૩ ગઈ કાલે કઈ કૃત્ય અપૂર્ણ રહ્યું હોય તે પૂર્ણ કરવાને સુવિચાર કરી આજના દિવસમાં પ્રવેશ કર.
૩૪ આજે કોઈ કૃત્યને આરંભ કરવા ધારતે હે તે વિવેકથી સમય, શક્તિ અને પરિણામને વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.
૩૫ પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.
9
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org