SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૬૯૯ સ્વાદ લે છે. શરીર, સ્પર્શનનો સ્વભાવ સ્પર્શ કરવાનો છે તે સ્પર્શે છે. એમ પ્રત્યેક ઈદ્રિય પિતપિતાને સ્વભાવ કર્યા કરે છે, પણ આત્માને ઉપગ તે રૂ૫ થઈ, તાદાભ્યરૂપ થઈ તેમાં હર્ષવિષાદ કરે નહીં તે કર્મબંધ થાય નહીં. ઇદ્રિયરૂપ આત્મા થાય તે કર્મબંધને હેતુ છે. ભાદરવા સુદ ૯, ૧૯૫૨ જેવું સિદ્ધનું સામર્થ્ય છે તેવું સર્વ જીવનું છે. માત્ર અજ્ઞાન વડે કરી ધ્યાનમાં આવતું નથી. વિચારવાન જીવ હોય તેણે તે તે સંબંધી નિત્ય વિચાર કરે. જીવ એમ સમજે છે કે હું જે ક્રિયા કરું છું એથી મોક્ષ છે. ક્રિયા કરવી એ સારી વાત છે, પણ લેકસંજ્ઞાએ કરે તે તેને તેનું ફળ હોય નહીં. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, પણ જે તેની તેને ખબર ન પડે તે નિષ્ફળ છે, જે ખબર પડે તે સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તે સફળ છે. જીવની અનાદિકાળથી ભૂલ ચાલી આવે છે. તે સમજવાને અર્થે જીવને જે ભૂલ મિથ્યાત્વ છે તેને મૂળથી છેદવી જોઈએ. જે મૂળથી છેદવામાં આવે છે તે પાછી ઊગે નહીં. નહીં તે તે પાછી ઊગી નીકળે છે, જેમ પૃથ્વીમાં મૂળ રહ્યું હોય તે ઝાડ ઊગી નીકળે છે તેમ. માટે જીવની મૂળ ભૂલ શું છે તે વિચારી વિચારી તેથી છૂટું થવું જોઈએ. “મને શાથી બંધન થાય છે?” બતે કેમ ટળે?' એ વિચાર પ્રથમ કર્તવ્ય છે. રાત્રિભૂજન કરવાથી આળસ, પ્રમાદ થાય; જાગૃતિ થાય નહીં, વિચાર આવે નહીં એ આદિ દેષના ઘણા પ્રકાર રાત્રિભેજનથી થાય છે, મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. કઈ લીલેરી મળતું હોય તે અમારાથી તે જોઈ શકાય નહીં. તેમ આત્મા ઉજજવળતા પામે તે ઘણું જ અનુકંપાબુદ્ધિ વર્તે છે. જ્ઞાનમાં સવળું ભાસે; અવળું ન ભાસે. જ્ઞાની મેહને પિસવા દેતા નથી. તેઓને જાગૃત ઉપયોગ હોય છે. જ્ઞાનીનાં જેવાં પરિણામ વર્તે તેવું કાર્ય જ્ઞાનીને થાય, અજ્ઞાનીને વર્તે તેવું અજ્ઞાનીને થાય. જ્ઞાનીનું ચાલવું સવળું, બોલવું સવળું, અને બધું જ સવળું જ હોય છે. અજ્ઞાનીનું બધું અવળું જ હોય છે; વર્તનના વિકલ્પ હોય છે. મેક્ષને ઉપાય છે. ઓઘભાવે ખબર હશે, વિચારભાવે પ્રતીતિ આવશે. - અજ્ઞાની પતે દરિદ્રી છે. જ્ઞાનીની આજ્ઞાથી કામક્રોધાદિ ઘટે છે. જ્ઞાની તેને વૈદ્ય છે. જ્ઞાનીના હાથે ચારિત્ર આવે તે મેક્ષ થાય. જ્ઞાની જે જે વ્રત આપે તે તે ઠેઠ લઈ જઈ પાર ઉતારનારા છે. સમકિત આવ્યા પછી આત્મા સમાધિ પામશે, કેમકે સાચે થયો છે. પ્ર :- જ્ઞાનથી કર્મ નિર્જરે ખરાં? ઉ૦ – સાર જાણો તે જ્ઞાન. સાર ન જાણ તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવર્સીએ, અથવા કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. પરમાર્થ સમજીને કર. અહંકારરહિત, કદાગ્રહરહિત, લેકસંજ્ઞારહિત, આત્મામાં પ્રવર્તવું તે “નિર્જરી - આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે, જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપને વિચાર કરે, એટલે પિતાનું સ્વરૂપ સમજાય. એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, ને તેની તેને ખબર (ઓળખાણ) છે તે તેના પ્રત્યે તેને ઘણું જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy