________________
શ્રીમદ રાજચંદ્ર પ્રભુપ્રાર્થના
(દેહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૩ નિત્ય નિરંજન નિત્ય છે, રંજન ગજ ગુમાન;
અભિનંદન અભિવંદના, ભયભંજન ભગવાન. ધર્મધરણ તારણતરણ, શરણ ચરણ સન્માન વિઘહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. પ ભદ્રભરણ ભીતિહરણ, સુધાઝરણુ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૬ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન, અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. ૭ આનંદી અપવર્ગી તું, અકળ ગતિ અનુમાન આશિષ અનુક્ળ આપજે, ભયભંજન ભગવાન. ૮ નિરાકાર નિર્લેપ છે, નિર્મળ નીતિનિધાન; નિમક નારાયણ, ભયભંજન ભગવાન. ૯ સચરાચર સ્વયંભૂ પ્રભુ, સુખદ સોંપજે સાન; સૃષ્ટિનાથ સર્વેશ્વરા, ભયભંજન ભગવાન. ૧૦ સંકટ શેક સકળ હરણ, નૌતમ જ્ઞાન નિદાન ઈચ્છા વિકળ અચળ કરે, ભયભંજન ભગવાન. ૧૧ આધિ વ્યાધિ ઉપાધિને, હરે તંત તેફાન; કરુણાળું કરુણા કરે, ભયભંજન ભગવાન. ૧૨ કિંકરની કંકર મતિ, ભૂલ ભયંકર ભાન; શંકર તે નેહે હિરે, ભયભંજન ભગવાન. ૧૩ શક્તિ શિશુને આપશે, ભક્તિ મુક્તિનું દાન; તુજ જુક્તિ જાહેર છે, ભયભંજન ભગવાન. ૧૪ નીતિ પ્રીતિ નમ્રતા, ભલી ભક્તિનું ભાન; આર્ય પ્રજાને આપશે, ભયભંજન ભગવાન. ૧૫ દયા શાંતિ ઔદાર્યતા, ધર્મ મર્મ મનધ્યાન; સંપ જપ વણ કપ દે, ભયભંજન ભગવાન. ૧૬ હર આળસ એદીપણું, હર અઘ ને અજ્ઞાન; હર ભ્રમણ ભારત તણી, ભયભંજન ભગવાન. ૧૭ તન મન ધન ને અન્નનું, દે સુખ સુધાસમાન; આ અવનીનું કર ભલું, ભયભંજન ભગવાન. ૧૮ વિનય વિનંતી રાયની, ધરે કૃપાથી ધ્યાન, માન્ય કરે મહારાજ તે, ભયભંજન ભગવાન. ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org