________________
ઉપદેશ નેધ
૬૭૮ સિક્ઝતિ,’ પછી ‘બુર્ઝાતિ,' પછી “મુચંતિ,” પછી પરિણિવ્યાયંતિ,” પછી “સબદુખ્ખાણમંતકરંતિ,” એ શબ્દના રહસ્યાર્થ વિચારવા ગ્ય છે. “સિક્ઝતિ' અર્થાત્ સિદ્ધ થાય, તે પછી બુર્ઝાતિ બેધસહિત, જ્ઞાન સહિત હોય એમ સૂચવ્યું. સિદ્ધ થયા પછી શૂન્ય (જ્ઞાનરહિત) દશા આત્માની કઈ માને છે તેને નિષેધ “બુઝંતિથી સૂચવ્યો. એમ સિદ્ધ થાય, બુદ્ધ થાય, તે પાછા મુરચંતિ એટલે સર્વ કર્મથી રહિત થાય અને તેથી પાછા “પરિણિવ્યાયંતિ” અર્થાત્ નિર્વાણ પામે, કર્મરહિત થયા હોવાથી ફરી જન્મ અવતાર ધારણ ન કરે. મુક્ત જીવ કારણવિશેષે અવતાર ધારણ કરે તે મતને “પરિણિવાયંતિ કરી નિષેધ સૂચવ્યો. ભવનું કારણ કર્મ, તેથી સર્વથા જે મુકાયા છે તે ફરી ભવ ધારણ ન કરે. કારણ વિના કાર્ય ન નીપજે. આમ નિર્વાણ પામેલા “સબૂદુખાણુમંતકરંતિ અર્થાત્ સર્વ દુઃખને અંત કરે, તેમને દુઃખને સર્વથા અભાવ થાય, તે સહજ સ્વાભાવિક સુખ આનંદ અનુભવે. આમ કહી મુક્ત આત્માઓને શૂન્યતા છે, આનંદ નથી એ મતને નિષેધ સૂચવ્યો.
૩૭ 'अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकयाः
नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः" અજ્ઞાનરૂપી તિમિર, અંધકારથી જે અંધ તેનાં નેત્ર જેણે જ્ઞાનરૂપી અંજનશલાકા, આંજવાની સળીથી ખેલ્યાં તે શ્રી સદ્ગુરુને નમસ્કાર,
'मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृताम् ,
ज्ञातारं विश्वतत्त्वानां वंदे तद्गुणलब्धये.' મોક્ષમાર્ગના નેતા, મોક્ષમાર્ગે લઈ જનાર, કર્મરૂપ પર્વતના ક્ષેત્તા, ભેદનાર, સમગ્ર તત્ત્વના જ્ઞાતા, જાણનાર, તેને તે ગુણેની પ્રાપ્તિ અર્થે હું વંદું છું.
અત્રે મેક્ષમાર્ગના નેતા એમ કહી આત્માના અસ્તિત્વથી માંડી તેના મેક્ષ અને મોક્ષના ઉપાયસહિત બધાં પદે તથા મોક્ષ પામેલાને સ્વીકાર કર્યો, તેમ જ જીવ, અજીવ આદિ બધાં તત્ત્વનો સ્વીકાર કર્યો. મેક્ષ, બંધની અપેક્ષા રાખે છે, બંધ, બંધનાં કારણે આસવ, પુણ્ય પાપ કર્મ, અને બંધાનાર એવા નિત્ય અવિનાશી આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મેક્ષ, મોક્ષના માર્ગની સંવરની, નિર્જરાની, બંધનાં કારણે ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ છે. જાણ્ય, અનુભવ્યો હોય તે નેતા થઈ શકે. એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ સર્વદર્શી વીતરાગને સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી છતઅછવાદિ ન તત્વ, છયે દ્રવ્ય, આત્માના હેવાપણુ આદિ છયે પદ અને મુક્ત આત્માને સ્વીકાર કર્યો.
મોક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહરહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે. એવા દેહધારી મુક્ત પુરુષ જ બંધ કરી શકે છે એમ સૂચવ્યું, દેહરહિત અપૌરુષેય બોધને નિષેધ કર્યો.
કર્મરૂપ પર્વતના ભેદનાર એમ કહી કર્મરૂપ પર્વતે તેડવાથી મેક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત કર્મરૂપ પર્વતે સ્વવીર્ય કરી દેહધારીપણે તેડ્યા, અને તેથી જીવન્મુક્ત થઈ મેક્ષમાર્ગના નેતા.. મોક્ષમાર્ગના બતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનું, જન્મવા મરવારૂપ સંસારનું કારણ કર્મ છે. તેને સમૂળાં છેવાથી, નાશ કર્યાથી, તેમને ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એમ સૂચવ્યું.
વિશ્વતત્વના જ્ઞાતા, સમસ્ત દ્રવ્યપર્યાયાત્મક લેકાલેકના, વિશ્વના જાણનાર એમ કહી મુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org