________________
૬૭૮
શ્રીમદ્ રાજચંદ્ર વિષયાદિને, રાગદ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેધાં પડે છે, ભાવતાં નથી, અને બીજા પાંચ કૂટવૈદ્યો છે, તે કુદર્શને છે તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાત કરે છે, તેટલા પૂરતી તે રેગ દૂર કરવાની વાત છે, પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે, અને તે સંસારરૂપ રેગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતે તે મીઠી લાગે છે, અર્થાત્ સસ્તી પડે છે, એટલે કૂટવૈદ્ય તરફ ખેંચાય છે, પણ પરિણામે વધારે રેગી થાય છે.
વીતરાગ દર્શન ત્રિવૈદ્ય જેવું છે, અર્થાત્ (૧) રોગીને રેગ ટાળે છે, (૨) નીરોગીને રોગ થવા દેતું નથી, અને (૩) આરોગ્યની પુષ્ટિ કરે છે. અર્થાત્ (૧) જીવને સમ્યગ્દર્શન વડે મિથ્યાત્વરેગ ટાળે છે, (૨) સમ્યજ્ઞાન વડે જીવને રગને ભેગ થતાં બચાવે છે અને (૩) સમ્યફચારિત્ર વડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.
૩૬
સં. ૧૯૫૪ સર્વ વાસનાને ક્ષય કરે તે સંન્યાસી. ઈન્દ્રિયોને કાબૂમાં રાખે તે ગોસાઈ. સંસારને પાર પામે તે યતિ (જાતિ).
સમકિતીને આઠ મદમાંને એકે મદ ન હોય.
(૧) અવિનય, (૨) અહંકાર, (૩) અર્ધદગ્ધપણું, પિતાને જ્ઞાન નહીં છતાં પિતાને જ્ઞાની માની બેસવાપણું. અને (૪) રસલબ્ધપણું, એ ચારમાંથી એક પણ દોષ હોય તે જીવને સમકિત ન થાય. આમ શ્રી ઠાકુંગસૂત્રમાં કહ્યું છે.
મુનિને વ્યાખ્યાન કરવું પડતું હોય તે પિતે સ્વાધ્યાય કરે છે એ ભાવ રાખી વ્યાખ્યાન કરવું. મુનિને સવારે સ્વાધ્યાયની આજ્ઞા છે, તે મનમાં કરવામાં આવે છે, તેના બદલે વ્યાખ્યાનરૂપ સ્વાધ્યાય ઊંચા સ્વરે માન, પૂજા, સત્કાર, આહારાદિની અપેક્ષા વિના કેવળ નિષ્કામબુદ્ધિથી આત્માર્થે કરવો.
ક્રોધાદિ કષાયને ઉદય થાય ત્યારે તેની સામા થઈ તેને જણાવવું કે તે અનાદિ કાળથી મને હેરાન કરેલ છે. હવે હું એમ તારું બળ નહીં ચાલવા દઉં. જે, હું હવે તારા સામે યુદ્ધ કરવા બેઠો છું.
નિદ્રાદિ પ્રકૃતિ, (ક્રોધાદિ અનાદિ વૈરી,) તે પ્રતિ ક્ષત્રિયભાવે વર્તવું, તેને અપમાન દેવું, તે છતાં ન માને તે તેને ક્રર થઈ ઉપશમાવવી, તે છતાં ન માને તે ખ્યાલમાં રાખી વખત આવ્યે તેને મારી નાંખવી. આમ શૂર ક્ષત્રિયસ્વભાવે વર્તવું, જેથી વૈરીને પરાભવ થઈ સમાધિસુખ થાય.
પ્રભુપૂજામાં પુષ્પ ચડાવવામાં આવે છે, તેમાં જે ગૃહસ્થને લીલોતરીને નિયમ નથી તે પિતાના હેતુએ તેને વપરાશ કમ કરી ફૂલ પ્રભુને ચડાવે. ત્યાગી મુનિને તે પુષ્પ ચડાવવાને કે તેના ઉપદેશને સર્વથા નિષેધ છે. આમ પૂર્વાચાર્યોનું પ્રવચન છે.
કેઈ સામાન્ય મુમુક્ષુ ભાઈબહેન સાધના માટે પૂછે તે આ સાધન બતાવવું – (૧) સાત વ્યસનને ત્યાગ.
(૬) “સર્વદેવ” અને “પરમગુરૂની પાંચ પાંચ (૨) લીલેરીને ,
માળાને જપ. (૩) કંદમૂળને ,
(૭) ભક્તિરહસ્ય દુહાનું પઠન મનન. (૪) અભક્ષ્યને ,
(૮) ક્ષમાપનાને પાઠ. (૫) રાત્રિભેજનને ,
(૯) સત્સમાગમ અને સશાસ્ત્રનું સેવન. ૧. આંક ૨૬૪ના વીશ દેહરા ૨. મેક્ષમાળા શિક્ષાપાઠ ૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org