________________
ઉપદેશ નોંધ
૬૭૭ કોઈ પૂછે કે લેક શાશ્વત કે અશાશ્વત તે ઉપગપૂર્વક ન બોલતાં, લેક શાશ્વત', કહે તે અસત્ય વચન બોલાયું એમ થાય. તે વચન બોલતાં લેક શાશ્વત કેમ કહેવામાં આવ્યું, તેનું કારણ ધ્યાનમાં રાખી તે બોલે તે તે સત્ય ગણાય.
આ વ્યવહાર સત્યના પણ બે વિભાગ થઈ શકે છે, એક સર્વથા પ્રકારે અને બીજે દેશથી.
નિશ્ચયસત્ય પર ઉપગ રાખી, પ્રિય એટલે જે વચન અન્યને અથવા જેના સંબંધમાં બેલાયું હોય તેને પ્રીતિકારી હોય; અને પથ્ય, ગુણકારી હોય એવું જ સત્ય વચન બેલનાર સર્વવિરતિ મુનિરાજ પ્રાયે હોઈ શકે છે.
સંસાર ઉપર અભાવ રાખનાર હોવા છતાં પૂર્વકર્મથી, અથવા બીજા કારણથી સંસારમાં રહેનાર ગૃહસ્થ દેશથી સત્ય વચન બોલવાને નિયમ રાખવા ગ્ય છે. તે મુખ્ય આ પ્રમાણે :
કન્યાલીક, મનુષ્ય સંબંધી અસત્ય; ગોવાલીક, પશુસંબંધી અસત્ય ભૌમાલીક, ભૂમિસંબંધી અસત્ય; બેટી સાક્ષી, અને થાપણમૃષા એટલે વિશ્વાસથી રાખવા આપેલા દ્રવ્યાદિ પદાર્થ તે પાછા માગતાં, તે સંબંધી ઈનકાર જવું છે. આ પાંચ સ્થૂળ પ્રકાર છે. આ સંબંધમાં વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી, યથાસ્થિત એટલે જેવા પ્રકારે વસ્તુઓનાં સમ્યક સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ તેને દેશથી વ્રત ધારણ કરનારે અવશ્ય કરવા યંગ્ય છે. આ કહેલા સત્ય વિષે ઉપદેશ વિચારી તે ક્રમમાં અવશ્ય આવવું એ જ ફળદાયક છે.
૩૫ સપુરુષ અન્યાય કરે નહીં. પુરુષ અન્યાય કરશે તે આ જગતમાં વરસાદ કેના માટે વરસશે? સૂર્ય તેના માટે પ્રકાશશે? વાયુ કોના માટે વાશે?
આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે! જ્યાં સુધી શરીરમાં હોય, ભલેને હજારે વરસ, ત્યાં સુધી શરીર સડતું નથી, પારાની જેમ આત્મા. ચેતન ચાલ્યું જાય અને શરીર શબ થઈ પડે અને સડવા માંડે !
જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી (સત્તામાંથી ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તે અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય.
પુણ્ય, પાપ અને આયુષ્ય એ કઈ બીજાને ન આપી શકે. તે દરેક પોતે જ ભગવે.
સ્વચ્છંદે, સ્વમતિકલ્પનાએ, સદ્ગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ, વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે.
દેહધારી આત્મા પંથી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડમાં (નીચે) જીવરૂપી પંથી વટેમાર્ગુ થાક લેવા બેઠો છે. તે પંથી ઝાડને જ પિતાનું કરી માને એ કેમ ચાલે?
“સુંદરવિલાસ સુંદર, સારે ગ્રંથ છે. તેમાં કયાં ઊણપ, ભૂલ છે તે અમે જાણીએ છીએ, તે ઊણપ, બીજાને સમજાવી મુશ્કેલ છે. ઉપદેશ અર્થે એ ગ્રંથ ઉપકારી છે.
છ દર્શન ઉપર દ્રષ્ટાંત – છ જુદા જુદા વૈદ્યોની દુકાન છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચો છે. તે તમામ રેગને, તેનાં કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન, ચિકિત્સા સાચાં હોવાથી રોગીને રગ નિર્મૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારું. આ જોઈ બીજા પાંચ કૂદ્યો પણ પિતપોતાની દુકાન ખોલે છે. તેમાં સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે, તેટલા પૂરતે તે રેગીને રેગ દૂર કરે છે, અને બીજી પોતાની કલ્પનાથી પોતાના ઘરની દવા આપે છે, તેથી ઊલટો રેગ વધે છે, પણ દવા સસ્તી આપે છે એટલે તેમના માર્યા લેક લેવા બહુ લલચાય છે, અને ઊલટા નુકસાન પામે છે.
આને ઉપનય છે કે, સાચે વેદ્ય તે વીતરાગ દર્શન છે; જે સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે. તે મેહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org