________________
ઉપદેશ નોંધ
૬૯
ચાલ્યા જા. રસ્તે સુલભ છે, આ રસ્તા સુલભ છે.’ પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહેાંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યાં વિના જ્ઞાનીઓને માર્ગ આરાધે તે પામવા સુલભ છે.
મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬
૧૫
૧૧. શ્રી ક્ષપણાસાર. ૧૨. શ્રી લબ્ધિસાર. ૧૩. શ્રી ત્રિલેાકસાર.
૧૪. શ્રી તત્ત્વસાર, ૧૫. શ્રી પ્રવચનસાર.
૧૬. શ્રી સમયસાર. ૧૭. શ્રી પંચાસ્તિકાય.
૬. શ્રી આત્માનુશાસન. ૭. શ્રી મેાક્ષમાર્ગપ્રકાશ. ૮. શ્રી કાર્તિકેયાનુપ્રેક્ષા. ૯. શ્રી યાગવૃષ્ટિ સમુચ્ચય. ૧૦. શ્રી ક્રિયાકોષ.
૧૮. શ્રી અષ્ટપ્રામૃત. ૧૯. શ્રી પરમાત્મપ્રકાશ. ૨૦. શ્રી રયણુસાર.
આદિ અનેક છે. ઇંદ્રિયનિગ્રહના અભ્યાસપૂર્વક એ સશ્રુત સેવવા યેાગ્ય છે. એ ફળ અલૌકિક છે, અમૃત છે.
શ્રી સદ્ભુત, ૧. શ્રી પાંડવ પુરાણે પ્રદ્યુમ્ન ચરિત્ર. ૨. શ્રી પુરુષાર્થસિદ્ધિ ઉપાય. ૩. શ્રી પદ્મનંદિ પંચવિંશશિત. ૪. શ્રી ગામ્મટસાર.
૫. શ્રી રત્નકરંડ શ્રાવકાચાર.
૧૬
મુંબઇ, કાન્તિક વદ ૧૧, ૧૯૫૬ જ્ઞાનીને ઓળખે; આળખીને એએની આજ્ઞા આરાધે. જ્ઞાનીની એક આજ્ઞા આરાધતાં અનેકવિધ કલ્યાણ છે.
જ્ઞાનીએ જગતને તૃણવત્ ગણે છે, એ એએના જ્ઞાનના મહિમા સમજવે. કોઈ મિથ્યાભિનિવેશી જ્ઞાનના ડાળ કરી જગતના ભાર મિથ્યા શિર વહેતા હોય તે તે હાંસીપાત્ર છે.
૧૭
મુંબઈ, કારતક વદ ૧૧, ૧૯૫૬ વસ્તુતઃ એ વસ્તુએ છે. જીવ અને અજીવ. સુવર્ણનામ લોકોએ કલ્પિત આપ્યું. તેની ભસ્મ થઇને પેટમાં ગયું. વિષ્ટા પરિણમી ખાતર થયું; ક્ષેત્રમાં ઊગ્યું; ધાન્ય થયું; લેાકેાએ ખાધું; કાળાંતરે લેાઢું થયું. વસ્તુતઃ એક દ્રવ્યના જુદા જુદા પર્યાયાને કલ્પનારૂપે જુદાં જુદાં નામ અપાયાં. એક દ્રવ્યના ભિન્ન ભિન્ન પાંચા વડે લેાક ભ્રાંતિમાં પડી ગયું. એ ભ્રાંતિએ મમતાને જન્મ આપ્યા.
રૂપિયા વસ્તુતઃ છે, છતાં લેણદાર દેદારને મિથ્યા ઝઘડા થાય છે. લેણદારની અધીરાઈથી એને મન રૂપિયા ગયા જાણે છે. વસ્તુતઃ રૂપિયા છે, તેમજ જુદી જુદી કલ્પનાએ ભ્રમજાળ પાથરી દીધી છે, તેમાંથી જીવ અજીવન, જડ-ચૈતન્યના ભેદ કરવા એ વિકટ થઇ પડ્યું છે. ભ્રમજાળ યથાર્થ લક્ષમાં ઊતરે, તેા જડ-ચૈતન્ય ક્ષીર-નીરવત્ ભિન્ન સ્પષ્ટ ભાસે.
૧૮
* મુંબઇ, કા. વદ ૧૨, ૧૯૫૬ ‘ઇનોક્યુલેશન’—મરકીની રસી. રસીના નામે દાક્તરોએ આ ધતિંગ ઊભું કર્યું છે. બિચારાં નિરપરાધી અશ્વ આદિને રસીના બહાને રિબાવી મારી નાખે છે, હિંસા કરી પાપને પોષે છે, પાપ ઉપાર્જે છે. પૂર્વે પાપાનુબંધી પુણ્ય ઉપાચું છે, તે ચેાગે વર્તમાનમાં તે પુણ્ય ભાગવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org