SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર પણ પરિણામે પાપ વહોરે છે, તે બિચારા દાક્તરને ખબર નથી. રસીથી દરદ દૂર થાય ત્યારની વાત ત્યારે પણ અત્યારે હિંસા તે પ્રગટ છે. રસીથી એક કાઢતાં બીજું દરદ પણ ઊભું થાય. ૧૯ મુંબઈ, કાર્તિક વદ ૧૨, ૧૫૬ પ્રારબ્ધ અને પુરુષાર્થ એ શબ્દ સમજવા જેવા છે. પુરુષાર્થ કર્યા વિના પ્રારબ્ધની ખબર ન પડી શકે. પ્રારબ્ધમાં હશે તે થશે એમ કહી બેસી રહ્ય કામ ન આવે. નિષ્કામ પુરુષાર્થ કર. પ્રારબ્ધને સમપરિણામે વેદવું, ભેગવી લેવું એ માટે પુરુષાર્થ છે. સામાન્ય જીવ સમપરિણામે વિકલ૫રહિતપણે પ્રારબ્ધ વેદી ન શકે, વિષમ પરિણામ થાય જ. માટે તે ન થવા દેવા, ઓછા થવા ઉદ્યમ સેવ. સમપણું અને વિકપરહિતપણું સત્સંગથી આવે અને વધે. મોરબી, ૨. સુદ ૮, ૧૯૫૬ ભગવદ્ગીતા'માં પૂર્વાપર વિરોધ છે, તે અવલકવા તે આપેલ છે. પૂર્વાપર શું વિરોધ છે તે અવલોકનથી જણાઈ આવશે. પૂર્વાપર અવિધ એવું દર્શન, એવા વચન, તે વીતરાગનાં છે. ભગવદ વિદ્ગીતા પર ઘણું ભાષ્ય, ટીકા રચાયાં છે-“વિદ્યારણ્યસ્વામીની “જ્ઞાનેશ્વરી આદિ. દરેક પિતા પોતાની માનીનતા ઉપર ઉતારી ગયા છે. “થિયોસેફીવાળી તમને આપેલી ઘણે ભાગે સ્પષ્ટ છે. મણિલાલ નભુભાઈએ ગીતા પર વિવેચનરૂપ ટીકા કરતાં મિશ્રતા બહુ આણી દીધી છે, સેળભેળ ખીચડે કયે છે. વિદ્વત્તા અને જ્ઞાન એ એક સમજવાનું નથી, એક નથી. વિદ્વત્તા હોય છતાં જ્ઞાન ન હોય. સાચી વિદ્વત્તા છે કે જે આત્માર્થે હોય, જેથી આત્માર્થ સરે, આત્મવ સમજાય, પમાય. આત્માર્થ હોય ત્યાં જ્ઞાન હોય, વિદ્વત્તા હોય વા ન પણ હોય. મણિભાઈ કહે છે (ષડ્રદર્શનસમુચ્ચયની પ્રસ્તાવનામાં) કે હરિભદ્રસૂરિને વેદાંતની ખબર ન હતી, વેદાંતની ખબર હોત તે એવી કુશાગ્રબુદ્ધિના હરિભદ્રસૂરિ જૈન તરફથી પિતાનું વલણ ફેરવી વેદાંતમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાંતની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિને “ધર્મસંગ્રહણી જે હોત તે ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાંતાદિ બધાં દર્શનેની ખબર હતી. તે બધાં દર્શનેની પર્યાલચનાપૂર્વક તેમણે જૈનદર્શનને પૂર્વાપર અવિધ પ્રતીત કર્યું હતું. અવલોકનથી જણાશે. “પદર્શનસમુચ્ચય'ના ભાષાંતરમાં દેષ છતાં મણિભાઈએ ભાષાંતર ઠીક કર્યું છે. બીજા એવું પણ ન કરી શકે. એ સુધારી શકાશે. ૨૧ શ્રી મેરબી, છે. સુદ ૯, ૧૫૬ વર્તમાનકાળમાં ક્ષયરોગ વિશેષ વૃદ્ધિ પામે છે, અને પામતે જાય છે. એનું મુખ્ય કારણ બ્રહ્મચર્યની ખામી, આળસ અને વિષયાદિની આસક્તિ છે. ક્ષયરોગને મુખ્ય ઉપાય બ્રહ્મચર્યસેવન, શુદ્ધ સાત્વિક આહાર-પાન અને નિયમિત વર્તન છે. ૨૨ મોરબી, અસાડ સુદ, ૧૯૫૬ 'प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः; करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव.' “તારાં બે ચક્ષુ પ્રશમરસમાં ડૂબેલાં છે, પરમશાંત રસને ઝીલી રહ્યાં છે. તારું મુખકમળ પ્રસન્ન છે, તેમાં પ્રસન્નતા વ્યાપી રહી છે. તારે ખોળે સ્ત્રીના સંગથી રહિત છે. તારા બે હાથ શસ્ત્ર સંબંધ વિનાના છે, તારા હાથમાં શસ્ત્ર નથી. આમ તે જ વીતરાગ જગતમાં દેવ છું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy