________________
९९८
શ્રીમદ્ રાજચંદ્ર પ્રત્યેક સિદ્ધાત્માની જ્ઞાયક સત્તા લેકાલેકપ્રમાણ, લેકને જાણનાર છતાં લેકથી ભિન્ન છે.
જુદા જુદા પ્રત્યેક દીવાને પ્રકાશ એક થઈ ગયા છતાં દીવા જેમ જુદા જુદા છે, એ ન્યાયે પ્રત્યેક સિદ્ધ આત્મા જુદા જુદા છે.
આ મુક્તાગિરિ આદિ તીર્થોની છબીઓ છે.
આ ગોમટેશ્વર નામથી પ્રસિદ્ધ શ્રી બાહુબળસ્વામીની પ્રતિમાની છબી છે. બેંગર પાસે એકાંત જંગલમાં ડુંગરમાંથી કોતરી કાઢેલી સિત્તેર ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમા છે. આઠમા સૈકામાં શ્રી ચામુંડરાયે એની પ્રતિષ્ઠા કરી છે. અડેલ ધ્યાને કાઉસગમુદ્રાએ શ્રી બાહુબળજી અનિમેષનેત્રે ઊભા છે. હાથપગે વૃક્ષની વેલીઓ વીંટાઈ છતાં દેહભાનરહિત ધ્યાનસ્થ શ્રી બાહુબળજીને તેની ખબર નથી. કૈવલ્ય પ્રગટ થવા યંગ્ય દશા છતાં જરા માનને અંકુરે નડ્યો છે. ક્વીરા મારા ગજ થકી ઊતરે.” એ માનરૂપી ગજથી ઊતરવાના પિતાની બહેને બ્રાહ્મી અને સુંદરીના શબ્દો કર્ણનેચર થતાં સુવિચારે સજ્જ થઈ, માન મેડવા તૈયાર થતાં કેવલ્ય પ્રગટ્યું. તે આ શ્રી બાહુબળજીની ધ્યાનસ્થ મુદ્રા છે.
(દર્શન કરી શ્રી મંદિરની જ્ઞાનશાળામાં) શ્રી ગમ્મસાર લઈ તેને સ્વાધ્યાય કર્યો. શ્રી “પાંડવપુરાણમાને પ્રધુમ્ન અધિકાર વર્ણવ્યું. પ્રધુમ્નને વૈરાગ્ય ગાયે. વસુદેવે પૂર્વભવમાં સુરૂપ સંપન્ન થવાના નિયાણાપૂર્વક ઉગ્ર તપશ્ચર્યા કરી.
ભાવનારૂપ તપશ્ચર્યા ફળી. સુરૂપ સંપન્ન દેહ પામ્યા. તે સુરૂપ ઘણું વિક્ષેપનું કારણ થયું. સ્ત્રીઓ વ્યાહ પામી પાછળ ફરવા લાગી. નિયાણુને દોષ વસુદેવને પ્રત્યક્ષ થે. વિક્ષેપથી છૂટવા ભાગી જવું પડ્યું.
“મને આ તપશ્ચર્યાથી ત્રાદ્ધિ મળે કે વૈભવ મળે કે અમુક ઇચ્છિત થાઓ” એવી ઇચ્છાને નિયાણું, નિદાન દેવ કહે છે. તેવું નિયાણું ન બાંધવું ઘટે.
૧૩
મુંબઈ, કા. વદ ૯, ૧૯૫૬ “અવગાહના એટલે અવગાહના. અવગાહના એટલે કદ આકાર એમ નહીં. કેટલાક તત્વના પારિભાષિક શબ્દો એવા હોય છે કે જેને અર્થ બીજા શબ્દોથી વ્યક્ત ન કરી શકાય; જેને અનુરૂપ બીજા શબ્દ ન મળે; જે સમજ્યા જાય પણ વ્યક્ત ન કરી શકાય.
અવગાહના એ શબ્દ છે. ઘણુ બોધ, વિશેષ વિચારે, એ સમજી શકાય. અવગાહના ક્ષેત્રઆશ્રયી છે. જુદું છતાં એકમેક થઈ ભળી જવું, છતાં જુદું રહેવું. આમ સિદ્ધ આત્માનું જેટલા ક્ષેત્રપ્રમાણ વ્યાપકપણું તે તેની અવગાહના કહી છે.
૧૪
મુંબઈ, કાર્તિક વદ ૯, ૧૯૫૬ જે બહુ ભેગવાય છે તે બહુ ક્ષીણ થાય છે. સમતાએ કર્મ ભેગવતાં તે નિર્ભરે છે; ક્ષીણ થાય છે. શારીરિક વિષય ભેગવતાં શારીરિક શક્તિ ક્ષીણ થાય છે.
જ્ઞાનીને માર્ગ સલભ છે, પણ તે પામવે દુર્લભ છે એ માર્ગ વિકટ નથી, સીધો છે. પણ તે પામ વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઈએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઈએ. પછી તેના વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે.
ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનેપકંઠે જવાને માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org