________________
૬૫૮
શ્રીમદ્ રાજચંદ્ર જ્યાં પરમાર્થના જિજ્ઞાસુ પુરુષોનું મંડળ હોય ત્યાં શાસ્ત્ર પ્રમાણ આદિ ચર્ચવાયેગ્ય છે; નહીં તે ઘણું કરી તેમાંથી શ્રેય થતું નથી. આ માત્ર નાને પરિષહ છે. યોગ્ય ઉપાયથી પ્રવર્તવું; પણ ઉદ્વેગવાળું ચિત્ત ન રાખવું.
૯૪૯ તિથ્થલ-વલસાડ, પિષ વદ ૧૦, ભેમ, ૧૫૭ ભાઈ મનસુખનાં પત્ની સ્વર્ગવાસ થવાના ખબર જાણી આપે દિલાસા-ભરિત કાગળ લખે તે મળ્યો.
સારવારને પ્રસંગ લખતાં આપે જે વચને લખ્યાં છે તે યથાર્થ છે. શુદ્ધ અંતઃકરણ પર અસર થવાથી નીકળેલાં વાકય છે.
લેકસંજ્ઞા જેની જિંદગીને ધ્રુવકટો છે તે જિંદગી ગમે તેવી શ્રીમંતતા, સત્તા કે કુટુંબપરિવારાદિ વેગવાળી હોય તો પણ તે દુઃખને જ હેતુ છે. આત્મશાંતિ જે જિંદગીને ધ્રુવકાંટો. છે તે જિંદગી ગમે તે એકાકી અને નિર્ધન, નિર્વસ્ત્ર હોય તે પણ પરમ સમાધિનું સ્થાન છે.
૫૦ વઢવાણ કેમ્પ, ફાગણ સુદ ૬, શનિ, ૧૫૭ કૃપાળુ મુનિવરેને નમસ્કાર સવિનય છે. આ પત્ર સંપ્રાપ્ત થયું.
જે અધિકારી સંસારથી વિરામ પામી મુનિશ્રીનાં ચરણકમળ ગે વિચારવા ઇચ્છે છે, તે અધિકારીને દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજે પ્રતિબંધને કંઈ હેતુ નથી. તે અધિકારીએ વડીલેને સંતોષ સંપાદન કરી આજ્ઞા મેળવવી ગ્ય છે, જેથી મુનિશ્રીનાં ચરણકમળમાં દીક્ષિત થવામાં બીજો વિક્ષેપ ન રહે.
આ અથવા બીજા કોઈ અધિકારીને સંસારથી ઉપરામવૃત્તિ થઈ હોય અને તે આત્માર્થસાધક છે એવું જણાતું હોય તે તેને દીક્ષા આપવામાં મુનિવરે અધિકારી છે. માત્ર ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયને માર્ગ વૃદ્ધિમાન રહે એવી વૃષ્ટિથી તે પ્રવૃત્તિ જોઈએ.
શરીરપ્રકૃતિ ઉદ્યાનુસાર છે. ઘણું કરી આજે રાજકેટ પ્રત્યે ગમન થશે. પ્રવચનસાર ગ્રંથ લખાય છે તે અવસરે મુનિવરેને પ્રાપ્ત થવા ગ્ય છે. રાજકેટ ડાક દિવસ સ્થિતિને સંભવ છે.
ૐ શાંતિઃ ૯૫૧ રાજકેટ, ફાગણ વદ ૩, શુક્ર, ૧૫૭ ઘણું ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનું હતું. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું.
માથે ઘણે બે રહ્યો હતે તે આત્મવીર્ય કરી જેમ અ૫ કાળે વેદી લેવાય તેમ પ્રઘટના કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.
જે સ્વરૂપ છે તે અન્યથા થતું નથી એ જ અદ્ભુત આશ્ચર્ય છે. અવ્યાબાધ સ્થિરતા છે. પ્રકૃતિ ઉદ્યાનુસાર કંઈક અશાતા મુખ્યત્વે વેદી શાતા પ્રત્યે.
# શાંતિઃ
૯૫૨ રાજકોટ, ફા. વદ ૧૩, સેમ, ૧૫૭ * શરીર સંબંધમાં બીજી વાર આજે અપ્રાકૃત ક્રમ શરૂ થયે. જ્ઞાનીઓને સનાતન સન્માર્ગ જયવંત વર્તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org