________________
વર્ષે ૩૨ મું
૮૯૩
કાગળ મળ્યા છે. કાર્ય માણસે જણાવેલા સ્વાદિ પ્રસંગ સંબંધે નિર્વિક્ષિપ્ત રહેશે, તથા અપરિચયી રહેશે. તે વિષે કંઈ ઉત્તર પ્રત્યુત્તરાદિનો પણ હેતુ નથી.
ઇન્દ્રિયાના નિગ્રહપૂર્વક સત્તમાગમ અને સત્કૃત ઉપાસનીય છે.
આજ દિવસ પર્યંત તમારા પ્રત્યે તથા તમારા સમીપ વસતાં માઈ, ભાઈએ પ્રત્યે યોગના પ્રમત્ત સ્વભાવ વડે કિંચિત્ જે અન્યથા થયું હેાય તે અર્થે નમ્રભાવથી ક્ષમા યાચીએ છીએ.
શમમ્
મુંબઈ, ભાદરવા સુદ ૫, વિ, ૧૯૫૫
૬૯
મુંબઈ, ભાદ્રપદ સુદ ૫, વિ, ૧૯૫૫ .
૮૯૪
Jain Education International
પરમકૃપાળુ મુનિવરીને નમસ્કાર.
આજ દિવસ પર્યંત યાગના પ્રમત્ત સ્વભાવને લીધે આપના પ્રત્યે જે કંઈ, કિંચિત્ અન્યથા થયું હોય તે અર્થે નમ્રભાવથી ક્ષમાપના યાચીએ છીએ.
ભાઈ વલ્લભ આદિ મુમુક્ષુઓને ક્ષમાપનાદિ કંઠસ્થ કરવા વિષે આપ ચેાગ્ય આજ્ઞા કરશેા. ॐ शांतिः
મુંબઈ, આસા, ૧૯૫૫
૮૯૫
જે જ્ઞાનીપુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તાપણ તેમને સર્વસંગપરિત્યાગાદિ સત્પુરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org