________________
૬૨૪
શ્રીમદ રાજચંદ્ર ઉપાદેય(આદરવાયેગ્ય)ને ઉપાદેયરૂપે દેખે, જાણે, જણાવે. પણ સમદશી આત્મા તે બધામાં મારાપણું, ઈષ્ટ અનિષ્ટબુદ્ધિ, રાગદ્વેષ ન કરે. સુગંધ દેખી પ્રિયપણું ન કરે; દુર્ગધ દેખી અપ્રિયતા, દુગંછા ન આણે. (વ્યવહારથી) સારું ગણાતું દેખી આ મને હોય તે ઠીક એવી ઈચ્છાબુદ્ધિ (રાગ, રતિ) ના કરે. (વ્યવહારથી) માઠું ગણાતું દેખી આ મને ન હોય તે ઠીક એવી અનિચ્છાબુદ્ધિ (દ્વેષ, અરતિ) ન કરે. પ્રાપ્ત સ્થિતિ – સંજોગમાં સારું – માઠું, અનુકૂળ-પ્રતિકૂળ, ઈબ્રાનિષ્ટપણું, આકુળવ્યાકુળપણું, ન કરતાં તેમાં સમવૃત્તિએ અર્થાત્ પિતાના સ્વભાવે, રાગદ્વેષરહિતપણે રહેવું એ સમદર્શિતા..
શાતા–અશાતા, જીવન-મૃત્યુ, સુગંધ-દુર્ગધ, સુસ્વર-દુસ્વર, રૂ૫-કુરૂપ, શીત–ઉષ્ણ આદિમાં હર્ષ–શેક, રતિ–અરતિ, ઈષ્ટ–અનિષ્ટપણું, આર્તધ્યાન ન વર્તે તે સમદશિતા.
હિંસા, અસત્ય, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહને પરિહાર સમદર્શીને વિષે અવશ્ય હેય. હિંસાદિ વ્રત ન હોય તે સમદશીપણું ન સંભવે. સમદર્શિતા અને અહિંસાદિ વ્રતને કાર્યકારણ, અવિનાભાવી અને અ ન્યાશ્રય સંબંધ છે. એક ન હોય તે બીજું ન હોય, અને બીજું ન હોય તે પહેલું ન હોય.
સમદર્શિતા હોય તે અહિંસાદિ વ્રત હોય. સમદર્શિતા ન હોય તે અહિંસાદિ વ્રત ન હોય. અહિંસાદિ વ્રત ન હોય તે સમદર્શિતા ન હોય.
અહિંસાદિ વ્રત હોય તે સમદર્શિતા હોય. જેટલે અંશે સમદર્શિતા તેટલે અંશે અહિંસાદિ વ્રત અને
જેટલે અંશે અહિંસાદિ વ્રત તેટલે અંશે સમદર્શિતા. સદ્ગુરુગ્ય લક્ષણરૂપ સમદર્શિતા, મુખ્યતાએ સર્વવિરતિ ગુણસ્થાનકે હેય; પછીનાં ગુણસ્થાનકે તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી જાય, વિશેષ પ્રગટ થતી જાય; ક્ષીણમેહસ્થાને તેની પરાકાષ્ઠા અને પછી સંપૂર્ણ વીતરાગતા.
સમદર્શી પણું એટલે લૌકિક ભાવને સમાન ભાવ, અભેદભાવ, એકસરખી બુદ્ધિ, નિર્વિશેષપણું નહીં; અર્થાત્ કાચ અને હીરે એ બે સમાન ગણવા, અથવા સદ્ભુત અને અસહ્યુતમાં સમપણું ગણવું, અથવા સદુધર્મ અને અસદુધર્મમાં અભેદ માને, અથવા સદૂગુરુ અને અસદ્દગુરુને વિષે એકસરખી બુદ્ધિ રાખવી, અથવા સદુદેવ અને અસદુદેવને વિષે નિર્વિશેષપણે દાખવવું અર્થાત્ બન્નેને એક સરખા ગણવા, ઇત્યાદિ સમાન વૃત્તિ એ સમદર્શિતા નહીં, એ તે આત્માની મૂઢતા, વિવેકશૂન્યતા, વિવેકવિકળતા. સમદશી સતૂને સત્ જાણે, બધે; અને અસત્ જાણે, નિષેધ સલ્કતને સદ્ભુત જાણે, બધે; કુશ્રુતને કુશ્રુત જાણે, નિષેધે; સધર્મને સદૂધર્મ જાણે, બોધ અસદુધર્મને અસદુધર્મ જાણે, નિષેધ, સદ્ગુરુને સદ્ગુરુ જાણે, બધે; અસદ્દગુરુને અસદ્દગુરુ જાણે, નિષેધે, સદુદેવને સદૈવ જાણે, બધે; અસદુદેવને અસદુદેવ જાણે, નિષેધેઈત્યાદિ જે જેમ હોય તેને તેમ દેખે, જાણે, પ્રરૂપે, તેમાં રાગદ્વેષ, ઈwઅનિષ્ટબુદ્ધિ ન કરે એ પ્રકારે સમદર્શી પણું સમજવું. »
૮૩૮ મુંબઈ, જેઠ વદ ૧૪, શનિ, ૧૫૪
નમો વીતરાગાય મુનિઓના સમાગમમાં બ્રહ્મચર્યવ્રત ગ્રહણ કરવા સંબંધમાં યથાસુખ પ્રવર્તશે, પ્રતિબંધ નથી.
શ્રી લલ્લુજી મુનિ તથા દેવકીર્ણાદિ મુનિઓને જિનસ્મરણ પ્રાપ્ત થાય. મુનિઓ પ્રત્યેથી કાગળ મળ્યું હતું. એ જ વિજ્ઞાપન.
શ્રી રાજચંદ્ર દેવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org