________________
વર્ષ ૩૧ મું
૬ર૩ થાથી નીચેના ગુણસ્થાનકે તે માર્ગનું ઉપદેશકપણું ઘટે જ નહીં, કેમકે ત્યાં માર્ગની, આત્માની, તત્વની, જ્ઞાનીની ઓળખાણ પ્રતીતિ નથી, તેમ જ સમ્યગુ વિરતિ નથી; અને એ ઓળખાણું પ્રતીતિ અને સમ્યગ્ર વિરતિ નહીં છતાં તેની પ્રરૂપણા કરવી, ઉપદેશક થવું એ પ્રગટ મિથ્યાત્વ, કુગુરુપણું અને માર્ગનું વિરોધપણું છે.
થે પાંચમે ગુણસ્થાને એ ઓળખાણ પ્રતીતિ છે અને આત્મજ્ઞાનાદિ ગુણે અંશે વર્તે છે અને પાંચમામાં દેશવિરતિપણાને લઈ ચેથાથી વિશેષતા છે, તથાપિ સર્વવિરતિને જેટલી ત્યાં વિશુદ્ધિ નથી.
આત્મજ્ઞાન, સમદર્શિતા આદિ જ લક્ષણે દર્શાવ્યાં તે સંયતિધર્મ સ્થિત વીતરાગદશાસાધક ઉપદેશક ગુણસ્થાને વર્તતા સદ્દગુરુના લક્ષે મુખ્યતાઓ દર્શાવ્યાં છે, અને તેમના વિષે તે ગુણે ઘણે અંશે વર્તે છે. તથાપિ તે લક્ષણે સવશે સંપૂર્ણપણે તે તેરમાં ગુણસ્થાનકે વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન જીવન્મુક્ત સગી કેવલી પરમ સદ્દગુરુ શ્રી જિન અરિહંત તીર્થકરને વિષે વર્તે છે. તેમના વિષે આત્મજ્ઞાન અર્થાત્ સ્વરૂપસ્થિતિ સંપૂર્ણપણે વતે છે, તે તેમની જ્ઞાનદશા અર્થાત્ “જ્ઞાનાતિશય સૂચવ્યો. તેઓને વિષે સમદર્શિતા અર્થાત ઈચ્છારહિતપણું સંપૂર્ણપણે વર્તે છે, તે તેમની વીતરાગ ચારિત્રદશા અર્થાત્ “અપાયાપગમાતિશય” સૂચવ્યો. સંપૂર્ણપણે ઈચ્છારહિત હવાથી વિચરવા આદિની તેઓની દૈહિકાદિ ગક્રિયા પૂર્વપ્રારબ્ધોદય વેદી લેવા પૂરતી જ છે, માટે “વિચરે ઉદયપ્રગ” કહ્યું. સંપૂર્ણ નિજ અનુભવરૂપ તેમની વાણી અજ્ઞાનીની વાણીથી વિલક્ષણ અને એકાંત આત્માર્થધક હોઈ તેમને વિષે વાણીનું અપૂર્વપણું કહ્યું તે તેમને વચનાતિશય” સૂચવ્યો. વાણધર્મો વર્તતું શ્રત પણ તેઓને વિષે કઈ પણ નય ન દુભાય એવું સાપેક્ષપણે વર્તે છે, તે તેમને પરમકૃત” ગુણ સૂચવ્યો અને પરમશ્રુત જેને વિષે વર્તે તે પૂજવા ગ્ય હોઈ તેમને તેથી પૂજાતિશય સૂચવ્યો.
આ શ્રી જિન અરિહંત તીર્થંકર પરમ સદ્ગુરુને પણ ઓળખાવનારા વિદ્યમાન સર્વવિરતિ સદ્દગુરુ છે એટલે એ સદ્દગુરુના લક્ષે એ લક્ષણે મુખ્યતાઓ દર્શાવ્યાં છે.
(૨) સમદર્શિતા એટલે પદાર્થને વિષે ઈઝઅનિષ્ટબુદ્ધિરહિતપણું, ઈચ્છારહિતપણું, મમત્વરહિતપણું. સમદર્શિતા ચારિત્રદશા સૂચવે છે. રાગદ્વેષરહિત થવું તે ચારિત્રદશા છે. ઈષ્ટ અનિષ્ટબુદ્ધિ, મમત્વ, ભાવાભાવનું ઊપજવું એ રાગદ્વેષ છે. આ મને પ્રિય છે, આ ગમે છે, આ મને અપ્રિય છે, ગમતું નથી એ ભાવ સમદર્શીને વિષે ન હોય. સમદર્શી બાહ્ય પદાર્થને, તેના પર્યાયને, તે પદાર્થ તથા પર્યાય જેવા ભાવે વર્તે તેવા ભાવે દેખે, જાણે, જણાવે, પણું તે પદાર્થ કે તેના પર્યાયને વિષે મમત્વ કે ઈષ્ટ અનિષ્ટપણું ન કરે.
આત્માને સ્વાભાવિક ગુણ દેખવા જાણવાને હોવાથી તે ય પદાર્થને યાકારે દેખે, જાણે, પણ જે આત્માને સમદર્શીપણું પ્રગટ થયું છે, તે આત્મા તે પદાર્થને દેખતાં, જાણતાં છતાં તેમાં મમત્વબુદ્ધિ, તાદાભ્યપણું, ઈષ્ટઅનિષ્ટબુદ્ધિ ન કરે. વિષમતૃષ્ટિ આત્માને પદાર્થને વિષે તાદાભ્યવૃત્તિ થાય; સમવૃષ્ટિ આત્માને ન થાય.
કોઈ પદાર્થ કાળો હોય તે સમદર્શી તેને કાળો દેખે, જાણે, જણાવે. કેઈ જેત હોય તે તેને તે દેખે, જાણે, જણાવે. કેઈ સુરભિ (સુગંધી) હોય તે તેને તે દેખે, જાણે, જણાવે. કઈ દુરભિ (દુર્ગધી) હોય તે તેને તે દેખે, જાણે જણાવે. કેઈ ઊંચે હોય, કેઈ નીચે હોય તે તેને તે તે દેખે, જાણે, જણાવે. સર્પને સર્પની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. વાઘને વાઘની પ્રકૃતિરૂપે દેખે, જાણે, જણાવે. ઈત્યાદિ પ્રકારે વસ્તુમાત્રને જે રૂપે, જે ભાવે તે હોય તે રૂપે, તે ભાવે સમદર્શી દેખે, જાણે, જણાવે. હેય (છાંડવા ગ્ય)ને હેયરૂપે દેખે, જાણે, જણાવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org