________________
૬૨૨
શ્રીમદ્ રાજચંદ્ર કોઈ એક જીવ
એકેંદ્રિયપણે-પર્યાય બે ઇન્દ્રિયપણે- by ! ત્રણ ઇદ્રિયપણે , કે વર્તમાન ભાવ ચાર ઈદ્રિયપણે- , ! પાંચ ઇન્દ્રિયપણે- ,
સંજ્ઞી અસંસી |
પર્યામ વર્તમાન ભાવ
અપર્યાપ્ત!
જ્ઞાની .. અજ્ઞાની વર્તમાન ભાવ
મિથ્યાવૃષ્ટિ વર્તમાન ભાવ
સિદ્ધ ભાવ
સમ્યગ્દષ્ટિ લતમાન ભાવ
એક અંશ ક્રોધી વર્તમાન ભાવ
યાવત્ અનંત અંશ કોઈ
૮૩૭
સં. ૧૫૪ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રગ; અપૂર્વવાણી પરમકૃત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય.
–આત્મસિદ્ધિશાસ્ત્ર પદ ઉભું (૧) સદ્ગુરુ યોગ્ય આ લક્ષણે મુખ્યપણે કયા ગુણસ્થાનકે સંભવે? અને (૨) સમદર્શિતા એટલે શું?
ઉત્તર :-(૧) સદૂગુરુ યંગ્ય એ લક્ષણે દર્શાવ્યાં તે મુખ્યપણે વિશેષપણે ઉપદેશક અર્થાત્ માર્ગપ્રકાશક સદ્દગુરુનાં લક્ષણ કહ્યાં છે. ઉપદેશક ગુણસ્થાન છઠું અને તેરમું છે; વચલાં સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાન અલ્પકાળવર્તી છે એટલે ઉપદેશક પ્રવૃત્તિ તેમાં ન સંભવે. માર્ગઉપદેશક પ્રવૃત્તિ છઠુથી શરૂ થાય.
છઠું ગુણસ્થાનકે સંપૂર્ણ વીતરાગદશા અને કેવળજ્ઞાન નથી. તે તે તેરમે છે, અને યથાવત્ માર્ગઉપદેશકપણું તેરમે ગુણસ્થાને વર્તતા સંપૂર્ણ વીતરાગ અને કૈવલ્યસંપન્ન પરમ સદ્દગુરુ શ્રી જિન તીર્થંકરાદિને વિષે ઘટે. તથાપિ છ ગુણસ્થાનકે વર્તતા મુનિ, જે સંપૂર્ણ વીતરાગતા અને કૈવલ્યદશાના ઉપાસક છે, તે દશાઅર્થે જેનાં પ્રવર્તન પુરુષાર્થ છે, તે દશાને સંપૂર્ણપણે જે પામ્યા નથી તથાપિ તે સંપૂર્ણ દશા પામવાના માર્ગસાધન પોતે પરમ સદ્ગુરુ શ્રી તીર્થંકરાદિ આપ્તપુરુષનાં આશ્રયવચનથી જેણે જાણ્યાં છે, પ્રતીત્યાં છે, અનુભવ્યાં છે અને એ માર્ગસાધનની ઉપાસના જેની તે દશા ઉત્તરોત્તર વિશેષ વિશેષ પ્રગટ થતી જાય છે, તથા શ્રી જિન તીર્થંકરાદિ પરમ સદગુરુનું, તેના સ્વરૂપનું ઓળખાણ જેના નિમિત્તે થાય છે, તે સદ્દગુરુને વિષે પણ માર્ગનું ઉપદેશકપણું અવિધરૂપ છે.
તેથી નીચેના પાંચમા ચેથા ગુણસ્થાનકે માર્ગનું ઉપદેશકપણું ઘણું કરી ન ઘટે, કેમકે ત્યાં બાહ્ય (ગૃહસ્થ) વ્યવહારને પ્રતિબંધ છે, અને બાહ્ય અવિરતિરૂપ ગૃહસ્થ વ્યવહાર છતાં વિરતિરૂપ માર્ગનું પ્રકાશવું એ માર્ગને વિધરૂપ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org