SearchBrowseAboutContactDonate
Page Preview
Page 710
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૩૧ મું ૬૨૫ ૮૩૯ મુંબઈ, અસાડ સુદ ૧૧, ગુરુ, ૧૯૫૪ અપાર મહામેહજળને અનંત અંતરાય છતાં ધીરે રહી જે પુરુષ તર્યા તે શ્રી પુરુષ ભગવાનને નમસ્કાર. અનંત કાળથી જે જ્ઞાન ભવહેતું થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગ્દર્શનને નમસ્કાર. આત્મસિદ્ધિની પ્રત તથા કાગળ પ્રાપ્ત થયાં. નિવૃત્તિયેગમાં સત્સમાગમની વૃત્તિ રાખવી એગ્ય છે. આત્મસિદ્ધિની પ્રત વિષે આ કાગળમાં તમે વિગત લખી તે સંબંધી હાલ વિકલ્પ કર્તવ્ય નથી. તે વિષે નિર્વિક્ષેપ રહેવું. લખવામાં વધારે ઉપગ હાલ પ્રવર્ત શક્ય નથી. ૮૪૦ મેહમયીક્ષેત્ર, શ્રાવ સુદ ૧૫, સેમ, ૧૯૫૪ મોક્ષમાર્ગપ્રકાશ” ગ્રંથ વિચાર્યા પછી “કર્મગ્રંથ” વિચારવાથી પણ સાનુકૂળ થશે. દ્રવ્ય મન આઠ પાંખડીનું દિગંબર સંપ્રદાયમાં કહ્યું છે. શ્વેતાંબર સંપ્રદાયમાં તે વાત વિશેષ ચર્ચિત નથી. “ગશાસ્ત્રમાં તેના ઘણા પ્રસંગે છે. સમાગમે તેનું સ્વરૂપ સુગમ્ય થવા ગ્ય છે. ૮૪૧ મેહમયીક્ષેત્ર, શ્રાવણ વદ ૪, શુક, ૧૯૫૪ સમાધિ વિશે યથાપ્રારબ્ધ વિશેષ અવસરે ૮૪૨ કાવિઠા, શ્રાવણ વદ ૧૨, શનિ, ૧૯૫૪ ૩% નમ: શુભેચ્છા સંપન્ન, શ્રી વવાણિયા. - ઘણું કરીને મંગળવારને દિવસે તમારે લખેલે કાગળ એક મુંબઈ મળ્યું હતું. બુધવારની રાત્રિએ મુંબઈથી નિવૃત્ત થઈ ગુરુવારે સવારે આણંદ આવવાનું બન્યું હતું, અને તે જ દિવસે રાત્રિના આશરે અગિયાર વાગ્યે અત્રે આવવું થયું. અહીં દશથી પંદર દિવસ પર્યત સ્થિતિ થવાનો સંભવ છે. તમારી વૃત્તિ હાલ સમાગમમાં આવવા વિષે જણાવી, તે વિષે તમને અંતરાય જેવું થયું. કેમકે આ પત્ર પહોંચશે તે પહેલાં પર્યુષણને પ્રારંભ લેકમાં થયે ગણાશે. જેથી તમે આ તરફ આવવાનું કરે તે ગુણ-અવગુણને વિચાર કર્યા વગર મતાગ્રહી માણસે નિંદે, અને તેનું નિમિત્ત ગ્રહણ કરી ઘણું અને તે નિંદા દ્વારા પરમાર્થપ્રાપ્તિ થવાને અંતરાય ઉત્પન્ન કરે, જેથી તેમ ન થાય તે અર્થે તમારે હાલ તે પર્યુષણમાં બહાર ન નીકળવા સંબંધી લેકપદ્ધતિ સાચવવી ગ્ય છે. વૈરાગ્યશતક', “આનંદઘન–વીશી', “ભાવનાબેધ” આદિ પુસ્તકે તમે તથા મહેતાજી વાંચવા વિચારવાનું કરીને જેટલું બને તેટલે નિવૃત્તિને લાભ મેળવજે. પ્રમાદ અને લેકપદ્ધતિમાં કાળ સર્વથા વૃથા કરે તે મુમુક્ષુ જીવનું લક્ષણ નથી. બીજા શાસ્ત્રોને વેગ બને કઠણ છે, એમ જાણી ઉપર જણાવેલાં પુસ્તક લખ્યાં છે. જે પુસ્તકો પણ વિશેષ વિચારવા યોગ્ય છે. માતુશ્રી તથા પિતાશ્રીને પાયલાગણપૂર્વક સુખવૃત્તિમાં છે એમ જણાવશે. અમુક વખત જ્યારે નિવૃત્તિને અર્થે કઈ ક્ષેત્રે રહેવાનું થાય છે, ત્યારે ઘણું કરીને કાગળ પત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy