________________
વર્ષ ૩૧ મું
૬૧૭ અને કઈ દશા થવાથી કેવલજ્ઞાન તથારૂપપણે થાય, અથવા કહી શકાય?’ એ પ્રશ્નનો ઉત્તર લખાવવા માટે શ્રી ડુંગરને કહેશે.
આઠ દિવસ ખમીને ઉત્તર લખવામાં અડચણ નથી, પણ સાંગોપાંગ, યથાર્થ અને વિસ્તારથી લખાવ. સવિચારવાનને આ પ્રશ્ન હિતકારી છે. સર્વ મુમુક્ષુ ભાઈઓને ય૦
૮૨૧ મુંબઈ, પિષ સુદ ૩, રવિ, ૧લ્પ૪ ત્રંબકલાલે ક્ષમા ઈચ્છી જણાવ્યું છે કે સહજભાવથી વ્યાવહારિક વાત લખવાનું બન્યું છે, તે વિષે આપ ખેદ નિવૃત્ત કરશે. અત્રે તે ખેદ નથી, પણ તમારી દૃષ્ટિમાં તે વાત રહેશે, એટલે વ્યાવહારિક વૃત્તિ રહેશે ત્યાં સુધી આત્મહિતને બળવાન પ્રતિબંધ છે, એમ જાણશે. અને સ્વપ્ન પણ તે પ્રતિબંધમાં ન પ્રવર્તાય તેને લક્ષ રાખજો.
- અમે આ ભલામણ આપી છે, તે પર તમે યથાશક્તિ પૂર્ણ વિચાર કરી દેજો, અને તે વૃત્તિનું મૂળ અંતરથી સર્વથા નિવૃત્ત કરી નાખશે. નહીં તે સમાગમને લાભ પ્રાપ્ત થશે અસંભવિત છે. આ વાત શિથિલવૃત્તિથી નહીં પણ ઉત્સાહવૃત્તિથી માથે ચડાવવા યોગ્ય છે.
મગનલાલે માર્ગાનુસારીથી કેવળપર્યંત દશા વિષેનાં પ્રશ્નને ઉત્તર લખ્યું હતું તે ઉત્તર વાંચે છે. તે ઉત્તર શક્તિના પ્રમાણમાં છે પણ સદ્બુદ્ધિથી લખે છે.
મણિલાલે લખ્યું કે ગોળિયાને “આત્મસિદ્ધિ' ગ્રંથ ઘેર ન આપતાં ઘણું લાગ્યું વગેરે લખ્યું તે લખવાનું કારણ નહતું. અમે એ ગ્રંથ માટે કાંઈ રાગદ્રષ્ટિ કે મેહદ્રષ્ટિ પર જઈ ડુંગરને અથવા બીજાને આપવામાં પ્રતિબંધ કરીએ છીએ, એમ હોવા ગ્ય નથી. એ ગ્રંથને હાલ બીજો ઉતારે કરવા પ્રવૃત્તિ ન કરવી.
૮૨૨ આણંદ, પોષ વદ ૧૧, મંગળ, ૧૯૫૪ આજે સવારે અત્રે આવવું થયું છે. લીમડીવાળા ભાઈ કેશવલાલનું પણ આજે અત્રે આવવું થયું છે. ભાઈ કેશવલાલે તમ વગેરે પ્રત્યે આવવા વિષે તાર કરેલ તે સહજભાવથી હતું, તેમ વગેરે કઈ નથી આવી શક્યા એમ વિચારી આ પ્રસંગે ચિત્તમાં ખેદ ન પામશે. તમારા લખેલા પત્ર તથા પતું મળ્યાં છે. કોઈ એક હેતુવિશેષથી સમાગમ પ્રત્યે હાલ વિશેષ ઉદાસીનપણું વર્યા કરતું હતું અને તે હમણું યોગ્ય છે એમ લાગવાથી હાલ સમાગમ મુમુક્ષુઓને ઓછો થાય એમ વૃત્તિ હતી. મુનિઓને જણાવશે કે વિહાર કરવામાં હાલ અપ્રવૃત્તિ ન કરશો. કેમકે હાલ તરતમાં ઘણું કરીને સમાગમ નહીં થાય. “પંચાસ્તિકાય” ગ્રંથ લક્ષ દઈ વિચારશે.
૮૨૩ આણંદ, પોષ વદ ૧૩, ગુરુ, ૧૯૫૪ - મંગળવારે સવારે અત્રે આવવું થયું હતું. ઘણું કરી આવતી કાલે સવારે અત્રેથી વિદાય થવાનું થશે. મેરખી જવાને સંભવ છે.
સર્વ મુમુક્ષુ બાઈઓ, ભાઈઓને સ્વરૂપસ્મરણ કહેશે.
શ્રી સોભાગના વિદ્યમાનપણમાં કંઈ આગળથી જણાવવું થતું, અને હાલ તેમ નથી બન્યું એવી કંઈ પણ લેકવ્રુષ્ટિમાં જવું યંગ્ય નથી.
અવિષમભાવ વિના અમને પણ અબંધપણા માટે બીજો કોઈ અધિકાર નથી. મૌનપણું ભજવા યોગ્ય માર્ગ છે.
લિ. રાયચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org