________________
૬૧૬
શ્રીમદ્ રાજચંદ્ર
૮૧૭ મુંબઈ, કારતક વદ ૧૨, ૧૯૫૪ પ્રથમ તમારા બે પત્રો તથા હાલમાં એક પત્ર મળ્યું છે. હાલ અત્રે સ્થિતિ થવાને સંભવ છે.
આત્મદશાને પામી નિદ્રઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે. એવા મહાત્માઓનો વેગ જીવને દુર્લભ છે. તે યુગ બળે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દૃઢાશ્રય થતો નથી. જ્યાં સુધી આશ્રય દ્રઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતે નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગ્દર્શનને વેગ બનતું નથી. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા ગ્ય નથી. તેવા મહાત્મા પુરુષને
ગ તે દુર્લભ છે, તેમાં સંશય નથી. પણ આત્માથી જીવોને પેગ બને પણ કઠણ છે. તે પણ ક્વચિત્ ક્વચિત્ તે વેગ વર્તમાનમાં બનવા ચગ્ય છે. સત્સમાગમ અને સશાસ્ત્રને પરિચય કર્તવ્ય છે. $
૮૧૮
મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૫૪
ક્ષપશમ, ઉપશમ, ક્ષાયિક, પારિણામિક, ઔદયિક અને સાત્રિપાતિક એ છ ભાવને લક્ષ કરી આત્માને તે ભાવે અનુપ્રેક્ષી જતાં સદ્વિચારમાં વિશેષ સ્થિતિ થશે.
જ્ઞાન, દર્શન અને ચારિત્ર જે આત્મભાવરૂપ છે, તે સમજવા માટે ઉપર કહ્યા તે ભાવે વિશેષ અવલંબનભૂત છે.
૮૧૯
મુંબઈ, માર્ગશીર્ષ સુદ ૫, રવિ, ૧૫૪
ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિર્વીર્યપણું જોઈને ઘણું જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાકયનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલે ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માથી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
૮૨૦ મુંબઈ, માગશર સુદ ૫, રવિ, ૧૫૪ ત્રંબકલાલને લખેલે કાગળ ૧ તથા મગનલાલને લખેલે કાગળ ૧ તથા મણિલાલને લખેલે કાગળ ૧ એમ ત્રણે કાગળ મળ્યા છે. મણિલાલને લખેલે કાગળ ચિત્તપૂર્વક વાંચવાનું હજુ સુધી બન્યું નથી.
શ્રી ડુંગરની જિજ્ઞાસા “આત્મસિદ્ધિ” વાંચવા પ્રત્યે છે. માટે તે પુસ્તક તેમને વાંચવાનું બને તેમ કરશે. મેક્ષમાર્ગપ્રકાશ” નામે ગ્રંથ શ્રી રેવાશંકર પાસે છે તે શ્રી ડુંગરને વાંચવા ગ્ય છે. તે ગ્રંથ તેમને થડા દિવસમાં ઘણું કરીને મોકલશે.
ક્યા ગુણો અંગમાં આવવાથી માર્ગાનુસારીપણું તથારૂપે કહેવાય ? કયા ગુણ અંગમાં આવવાથી સમ્યગ્દષ્ટિપણું તથારૂપે કહેવાય ?” “કયા ગુણો અંગમાં આવવાથી શ્રુતકેવળજ્ઞાન થાય??
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org